AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Hamas Conflict: ઈઝરાયલ, લેબનોન અને હિઝબુલ્લાહ વચ્ચેનું કનેક્શન ખબર છે? જાણો કરંટ અફેર્સ માટેની જરૂરી વિગતો

વોર ઝોનની અને વોરની ચાલી રહી છે ત્યારે આવી ઈન્ટરનેશનલ ઘટના, કરંટ અફેર્સને જાણવું જરૂરી બને છે. પરીક્ષામાં આવા પ્રકારના સવાલો પુછાતા રહે છે તેને લઈ ઘણીવાર જાણવું જરૂરી બની જાય છે કેમકે પરીક્ષામાં પુછવામાં આવતા સવાલમાં યુદ્ધના પરિણામ પર ખાસ પુછવામાં આવે છે. પાડાશી દેશો સાથેના સંબંધ, દેશો વચ્ચેના તણાવ પર સવાલો કેન્દ્રિત હોય છે. કહેવાનો મતલબ કે આંતરરાષ્ટ્રીય અફેર્સ જ તેના કેન્દ્ર સ્થાને હોય છે.

Israel Hamas Conflict: ઈઝરાયલ, લેબનોન અને હિઝબુલ્લાહ વચ્ચેનું કનેક્શન ખબર છે? જાણો કરંટ અફેર્સ માટેની જરૂરી વિગતો
Israel–Lebanon and Hezbollah connections
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 4:03 PM
Share

ઈઝરાયલ પર હમાસના ત્રાસવાદીઓએ કરેલા હુમલા વચ્ચે ઈઝરાયલે વળતો હુમલો કરી દેતા ગાઝા પટ્ટી વિસ્તારમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. હુમલાની ઘટના વચ્ચે હવે લેબેનોને પણ યુદ્ધમાં ઝુકાવ્યુ છે અને તેણે ઈઝરાયલ પર રોકેટ વડે હુમલો કરી દેતા લેબેનોન- ઈઝરાયલની સીમારેખા પર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. એટલે કે હાલના તબક્કે ઈઝરાયેલ હમાસની સાથોસાથ લેબેનોનને પણ ટક્કર આપી રહ્યું છે.

લેબેનોન અને ઈઝરાયલ વચ્ચેના વિવાદની વાત કરીએ તો બંને દેશો સમુદ્રની સરહદને લઈ વિવાદમાં હતા જો કે પાછળથી આ વિવાદ કાગળ પર ઉકેલાઈ ગયો હતો. હવે બીજો વિવાદ શેબા ફાર્મને લઈ ઉભો છે કે જ્યાં હિઝબુલ્લાહ આ વિસ્તારમાં હુમલાઓ કરી રહ્યું છે

આંતરરાષ્ટ્રીય ઘટના અને નોલેજ

હવે જ્યારે વાત વોર ઝોનની અને વોરની ચાલી રહી છે ત્યારે આવી ઈન્ટરનેશનલ ઘટના, કરંટ અફેર્સને જાણવું જરૂરી બને છે. પરીક્ષામાં આવા પ્રકારના સવાલો પુછાતા રહે છે તેને લઈ ઘણીવાર જાણવું જરૂરી બની જાય છે કેમકે પરીક્ષામાં પુછવામાં આવતા સવાલમાં યુદ્ધના પરિણામ પર ખાસ પુછવામાં આવે છે. પાડાશી દેશો સાથેના સંબંધ, દેશો વચ્ચેના તણાવ પર સવાલો કેન્દ્રિત હોય છે. કહેવાનો મતલબ કે આંતરરાષ્ટ્રીય અફેર્સ જ તેના કેન્દ્ર સ્થાને હોય છે. આ સમાચારમાં અમે આપને જણાવીશું ઈઝરાયેલ-લેબનોન સંબંધો, હિઝબુલ્લાહની ભૂમિકા, બંને દેશો વચ્ચેના તણાવના કારણો વગેરે સંબંધિત પ્રશ્નોના જવાબ અને લેબનોનની આંતરિક વ્યવસ્થા, અહીં સરકાર કેવી રીતે ચાલે છે?

 કેટલાક તથ્યો કે જે તમારે જાણવા જરૂરી

  1. લેબનોન 1943 માં સ્વતંત્ર દેશ તરીકે વિશ્વમાં આવ્યો.
  2. આઝાદી પહેલા આ દેશ પર ફ્રાન્સનો કબજો હતો.
  3. હિઝબુલ્લાહ નામનું ઉગ્રવાદી સંગઠન લેબનીઝ રાજકારણમાં સક્રિય છે.
  4. આ નાનકડો દેશ લાંબા સમય સુધી ગૃહયુદ્ધનો શિકાર રહ્યો.
  5. લેબનોનની વસ્તી લગભગ 55 લાખ છે.
  6. લેબનોનનો કુલ વિસ્તાર આશરે 10500 ચોરસ કિલોમીટર છે.
  7. અહીં સૌથી વધુ વસ્તી 60 ટકા મુસ્લિમોની છે અને શિયા અને સુન્ની અડધા અડધા છે.
  8. ખ્રિસ્તી સમુદાયના 38 ટકા લોકો અહીં રહે છે.
  9. અહીં રાષ્ટ્રપતિ ખ્રિસ્તી છે, પીએમ સુન્ની છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ગૃહના અધ્યક્ષ શિયા સમુદાયમાંથી છે.
  10. પ્રજાસત્તાક હોવા છતાં ઉપરોક્ત બાબતો નિશ્ચિત છે.
  11. 128 સંસદીય બેઠકોની વિધાનસભામાં હિઝબુલ્લાએ 13 બેઠકો જીતી છે.
  12. કટ્ટરવાદ અને ઉગ્રવાદના કારણે જ લેબનોન પ્રગતિ કરી શક્યું નથી.
  13. લેબનોને 2006માં ઈઝરાયેલ સાથે યુદ્ધની જાહેરાત કરી છે
  14. બંને દેશો તરફથી અઘોષિત હવાઈ હુમલા અને જમીની હુમલાઓ સતત થઈ રહ્યા છે.

હિઝબુલ્લાહનો પ્રભાવ શું છે?

લેબેનોન હંમેશા ઈઝરાયલ પર દરિયાઈ જગ્યા પડાવી લેવાનો આરોપ લગાડતું રહ્યું છે. 8 દાયકા પહેલા આઝાદ થયેલા દેશ સાથે ગરીબી આજે પણ જોડાયેલી રહી છે.  દક્ષિણ લેબનોન, બેરૂત વગેરે જેવા શિયા જાતીનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હિઝબુલ્લાહનો પ્રભાવ છે. જણાવવું રહ્યું કે 1978ની સાલમાં ઈઝરાયેલે દક્ષિણ લેબેનોન પર કબજો કર્યો હતો અને તે જ વિવાદનું કારણ પણ બની રહ્યું છે.

લેબેનોનમાં હિજબુલ્લાહની મધ્યસ્થીએ જ દશની બહાર યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોની નજરમાં આ સંગઠન આતંકવાદી જ છે. લેબેનોન પાસે અલગ સશસ્ત્ર દળ હોવા છતા પણ તે સામાજીક અને રાજકીય ભાગીદારીના ખેલમાંથી બહાર નથી આવી રહ્યું.

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">