AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel and Hamas War વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું સમગ્ર વિશ્વને ડરાવનારુ નિવેદન, જાણો શુ કહ્યું

અમેરિકા યુદ્ધમાં અલગ-અલગ દેશોને આર્થિક મદદ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં, દેશને બે પ્રસંગોએ મોટી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ગૃહમાં બંને પક્ષો, રિપબ્લિકન અને ડેમોક્રેટ્સની લગભગ સમાન ભાગીદારીને કારણે, તકરાર પણ જોવા મળે છે. ઘણા સાંસદો એવા છે જેઓ તેમના પ્રસ્તાવને સ્વીકારતા નથી. આ સિવાય બજેટની અછત જોવા મળી રહી છે અને કોંગ્રેસની મંજૂરી મેળવવી થોડી મુશ્કેલ છે

Israel and Hamas War વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિનું સમગ્ર વિશ્વને ડરાવનારુ નિવેદન, જાણો શુ કહ્યું
US President scary statement
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 10:31 AM
Share

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી લોહિયાળ જંગ ખેલાય રહ્યો છે. અમેરિકાએ સતત ઈઝરાયલ રક્ષણ આપી રહ્યું છે. આ બે સપ્તાહ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ઈઝરાયેલ પહોંચ્યા હતા. જો કે તે બાદ બ્રિટિશ પીએમ સુનક પણ ઈઝરાયે ગયા હતા.

ગાઝા હોસ્પિટલ પર હવાઈ હુમલામાં 500 દર્દીઓના મોત બાદ બાયડન બેન્જામિન નેતન્યાહુને મળવા ઈઝરાયલ ગયા હતા. તેમના પ્રવાસમાંથી પાછા ફર્યા બાદ, તેમણે ઇઝરાયેલ અને યુક્રેન યુદ્ધની સફળતા પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ યુદ્ધ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અમેરિકી રાષ્ટ્રપતિનું મોટું નિવેદન

જો બાયડન કહ્યું કે જો આંતરરાષ્ટ્રીય આક્રમકતા આવી રીતે ચાલુ રહી તો તેનાથી વિશ્વના અન્ય ક્ષેત્રોમાં સંઘર્ષ અને અરાજકતા સર્જાઈ શકે છે તે ચિંતાજનક છે. ત્યારે અત્યાર સુધી બંને દેશોને અબજો ડોલરની સૈન્ય સહાય પૂરી પાડવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે 100 બિલિયન ડૉલરના ફંડની વ્યવસ્થા કરવામાં આવશે જે ઇઝરાયેલ, યુક્રેન, તાઇવાનને આપવામાં આવશે અને માનવતાવાદી સહાય અને સરહદ વ્યવસ્થાપન પર ખર્ચ કરવામાં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિએ હમાસ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા ઉભી કરાયેલી કથિત ધમકીઓ પર ભાર મૂક્યો અને તેમને જવાબદાર રાખવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

અમેરિકા પણ ભંડોળની અછતનો સામનો કરી રહ્યું છે

અમેરિકા યુદ્ધમાં અલગ-અલગ દેશોને આર્થિક મદદ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તાજેતરમાં, દેશને બે પ્રસંગોએ મોટી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ગૃહમાં બંને પક્ષો, રિપબ્લિકન અને ડેમોક્રેટ્સની લગભગ સમાન ભાગીદારીને કારણે, તકરાર પણ જોવા મળે છે. ઘણા સાંસદો એવા છે જેઓ તેમના પ્રસ્તાવને સ્વીકારતા નથી. આ સિવાય બજેટની અછત જોવા મળી રહી છે અને કોંગ્રેસની મંજૂરી મેળવવી થોડી મુશ્કેલ છે.

ઈઝરાયેલને સમર્થન આપવા અંગે અમેરિકનોના મત અલગ છે

ઈઝરાયેલને સૈન્ય સહાય અંગે અમેરિકનોના મત અલગ છે. ઘણા લોકો એવી દલીલ કરે છે કે અસ્થિર પ્રદેશમાં ઇઝરાયેલની સુરક્ષા અને સ્થિરતા માટે સહાય જરૂરી છે. કેટલાક તેને લોકશાહી સાથીનું સમર્થન તરીકે જુએ છે, જ્યારે અન્ય અમેરિકનો તેને માનવતાવાદી અને ઐતિહાસિક જવાબદારી તરીકે જુએ છે. જો કે, એવા ટીકાકારો પણ છે જેઓ ઇઝરાયેલ સરકારની નીતિઓ અને માનવ અધિકારોના ઉલ્લંઘન પર તેમની ચિંતા વ્યક્ત કરે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
g clip-path="url(#clip0_868_265)">