ઈસ્માઈલ હનિયા અને હસન નસરલ્લાહનો ખેલ ખતમ, હવે ઈઝરાયેલની રડાર પર કોણ ?
આતંકી સંગઠનોના એક બાદ એક મોટા નેતાઓની હત્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે ઈઝરાયેલની રડાર પર હવે કોણ છે ? આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરતી વખતે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.
પહેલા હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા અને હવે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે ઈઝરાયેલની રડાર પર હવે કોણ છે ? આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરતી વખતે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે આતંકવાદ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.
નેતન્યાહુના આ ભાષણ પછી તરત જ ઈઝરાયેલે બેરૂત પર હુમલો કર્યો. આ હુમલો ન્યુ ઓર્ડર ઓપરેશન હેઠળ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ પોતાના વિરોધી સંગઠનોના ટોચના કમાન્ડરોને મારવા માટે આ ઓપરેશન ચલાવી રહ્યું છે.
હવે ઈઝરાયેલની રડાર પર કોણ ?
1) યાહ્યા સિનવાર હમાસના વડા છે. અત્યારે ઈઝરાયેલની મુખ્ય લડાઈ હમાસ સાથે છે. હમાસે ઓક્ટોબર 2023 માં ઇઝરાયેલ પર પહેલો મોટો હુમલો કર્યો હતો. ત્યારથી બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1700 ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા છે.
ઇઝરાયેલ પણ હમાસને નષ્ટ કરવામાં વ્યસ્ત છે. ઇઝરાયલે હમાસના ઘણા કમાન્ડરોને મારી નાખ્યા છે, પરંતુ તે હજુ સિનવાર સુધી પહોંચ્યા નથી. તાજેતરમાં જ હવાઈ હુમલામાં સિનવારના મોતના સમાચાર પણ આવ્યા હતા. ગાઝામાં જન્મેલા સિનવાર પણ ઈઝરાયલી સૈનિકોની હત્યાના આરોપમાં જેલમાં જઈ ચૂક્યા છે. 2011માં સિનવારને ઇઝરાયેલ દ્વારા એક કરાર હેઠળ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારથી સિનવાર હમાસમાં જોડાયો.
2017માં સિનવાર હમાસના નેતા તરીકે ચૂંટાયો હતો. 2021માં તેને બીજી વખત આ ખુરશી મળી. એવું કહેવાય છે કે તે જ વર્ષે ઇઝરાયેલે પણ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિનવાર તેનાથી બચી ગયો અને ભાગી ગયો. સ્નાતક સુધી અરબીનો અભ્યાસ કરનાર સિનવારને હમાસમાં રાજદ્વારી નેતા માનવામાં આવે છે.
2) અલી ખામેની ઈરાનના મુખ્ય નેતા છે. નસરાલ્લાહની હત્યા બાદ ઈરાને તેની સુરક્ષા વધારી દીધી છે. ઈઝરાયેલનો આરોપ છે કે હિઝબુલ્લાહ અને હમાસને પ્રોત્સાહિત કરવા પાછળ ઈરાનનો હાથ છે. બંને વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. ઓગસ્ટ મહિનામાં બંને દેશો દ્વારા ડ્રોન અને હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ખામેનીએ બેરૂતમાં થયેલા બોમ્બ ધડાકાને ગંભીર અપરાધ ગણાવ્યો છે. ખામેનીનું કહેવું છે કે ઈઝરાયેલ બાળકો અને મહિલાઓને નિશાન બનાવી રહ્યું છે.
આ બધા વચ્ચે એવા સમાચાર છે કે ખામેનીએ શનિવારે રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. 1989માં ખામેનીને સર્વોચ્ચ નેતાનું બિરુદ મળ્યું. ઈરાનમાં સર્વોચ્ચ નેતાને વહીવટી વડા માનવામાં આવે છે. સર્વોચ્ચ નેતા પાસે સેનાની લગામ હોય છે.
3) અબ્દુલ મલિક અલ-હુતી યમનના હુતી સંગઠનના વડા અબ્દુલ મલિક અલ-હુતી પણ ઈઝરાયેલની રડાર પર છે. હુતી સંગઠનોએ જુલાઈ 2024માં પહેલીવાર ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. 17 સપ્ટેમ્બર, 2024ના રોજ હુતી બળવાખોરોએ ઇઝરાયેલ પર મિસાઇલ છોડી હતી. મિસાઇલ ફાયર કર્યા બાદ અબ્દુલ મલિકે એક નિવેદન જારી કરીને તેની જવાબદારી લીધી હતી.
હુતી સંગઠનોએ કહ્યું કે અમે ઇસ્લામમાં માનીએ છીએ અને અમે ઇચ્છીએ છીએ કે ઇઝરાયેલના લોકો બંકરમાં રહે તેથી જ અમે મિસાઇલો છોડી રહ્યા છીએ. આવનારા સમયમાં અમે તેની સ્પીડને વધુ વધારીશું. તે સમયે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હુતી વિદ્રોહીઓને ચેતવણી આપી હતી.
હુતી યમનના ઝૈદી મુસ્લિમોનું સંગઠન છે. અબ્દુલ મલિક અલ હુતીને 10 સપ્ટેમ્બર 2004ના રોજ તેની કમાન મળી. અબ્દુલને આ ખુરશી તેના ભાઈ હુસૈન પાસેથી વારસામાં મળી હતી. હુસૈનને યમનનો મોટો નેતા ગણાતો હતો. 2015માં યમન વિદ્રોહ દરમિયાન અબ્દુલ હુતી સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવ્યું હતું. ત્યારે અબ્દુલે સંગઠનના લોકોને રાષ્ટ્રપતિ ભવન કબજે કરવાની ખુલ્લી જાહેરાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રએ અબ્દુલ પર પ્રતિબંધો લગાવ્યા છે. જો કે ઈરાને તે સમયે પણ અબ્દુલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું.
ઇઝરાયેલનું ઓપરેશન ન્યુ ઓર્ડર શું છે ?
બેન્જામિન નેતન્યાહુના નેતૃત્વમાં ઈઝરાયેલે ઓપરેશન ન્યુ ઓર્ડર શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ઈઝરાયેલ વિરોધી સંગઠનોના ટોચના કમાન્ડરોને ખતમ કરવામાં આવી રહ્યા છે. આ માટે ઈઝરાયેલ એક ખાસ પેટર્નનો ઉપયોગ કરી રહ્યું છે. ઈઝરાયેલ પહેલા તે લોકોને પોતાના રડારમાં લઈ રહ્યું છે જેમને તેણે ખતમ કરવા છે. જે બાદ આ લોકો વિશે ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવે છે. પછી આખરે યોગ્ય સ્થળ પર સ્ટ્રાઈક કરવામાં આવે છે.