AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈરાન તબાહી માટે તૈયાર રહે! ‘જો નહીં માનો તો ભોગવવા પડશે ગંભીર પરિણામો’ – જેડી વેન્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે લાલ આંખ કરતા કહ્યું છે કે, વોશિંગ્ટનની ધીરજ હવે ખૂટી રહી છે. ઈરાન પાસે હવે ગણતરીના કલાકો જ બાકી છે, કાં તો તે પોતાની જીદ છોડે અથવા અમેરિકાના રૌદ્ર અવતારનો સામનો કરવા તૈયાર રહે.

Breaking News: ઈરાન તબાહી માટે તૈયાર રહે! 'જો નહીં માનો તો ભોગવવા પડશે ગંભીર પરિણામો' - જેડી વેન્સ
| Updated on: Apr 07, 2026 | 8:39 PM
Share

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે મંગળવારે જણાવ્યું હતું કે, હવે નિર્ણય લેવાનો વારો ઈરાનનો છે; કારણ કે ‘વોશિંગ્ટન’ અત્યારે ચાલી રહેલી વાતચીત પર તેહરાનના જવાબની રાહ જોઈ રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો જરૂરી હશે તો, યુનાઇટેડ સ્ટેટ્સ વધુ કડક પગલાં લેવામાં અચકાશે નહીં. યુનાઇટેડ સ્ટેટ્સ પાસે આવું કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. વેન્સે ભાર મૂક્યો હતો કે, અમેરિકા અત્યારે વાતચીત દ્વારા ઉકેલ લાવવાને પ્રાથમિકતા આપી રહ્યું છે પણ જો ઈરાન નહીં માને તો તેમની પાસે ઘણા કડક રસ્તાઓ ખુલ્લા છે.

‘નિર્ણય હવે ઈરાનીઓના હાથમાં છે’

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક એવી વ્યક્તિ છે કે, જે પોતાની તાકાતને ઓળખે છે. જો ઈરાનીઓ કંઈક અંશે નુકસાન પહોંચાડવા માંગતા હોય, તો અમેરિકા પાસે તેના કરતા ક્યાંય વધુ નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે. રાષ્ટ્રપતિ આવું કરવા માંગતા નથી અને હું પણ આવું કરવા માંગતો નથી. એટલા માટે જ અમે આટલી કડકાઈથી વાતચીત કરી રહ્યા છીએ. જો કે, મૂળભૂત રીતે હવે નિર્ણય લેવાનો વારો ઈરાનનો છે.

‘ઈરાનનો જવાબ મળશે’

જેડી વેન્સે કહ્યું, “હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, ઈરાનીઓ વાતચીત કરવામાં બહુ ઝડપી નથી, યુદ્ધ શરૂ થયા પહેલા પણ તેઓ વાતચીતમાં બહુ તેજ નહોતા અને અત્યારે પણ તેઓ ચોક્કસપણે બહુ ઝડપી નથી. અમે સમજીએ છીએ કે, ક્યારેક એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સંદેશ પહોંચાડવામાં મોડું થઈ જાય છે પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે, તેમનો જવાબ ચોક્કસ મળશે. અમને આજે રાત્રે 8:00 વાગ્યા સુધીમાં (સ્થાનિક સમય મુજબ) ઈરાનીઓનો જવાબ મળી જશે. મને આશા છે કે, તેઓ સાચો જવાબ આપશે.”

‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ લેશે નિર્ણય’

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે, જો ઈરાન પોતાનું વલણ નહીં બદલે તો વોશિંગ્ટન પાસે અન્ય ઘણા પગલાં લેવાના વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યું, “તેઓએ જાણી લેવું જોઈએ કે, અમારી પાસે એવા ઘણા હથિયારો છે, જેનો ઉપયોગ કરવાનો નિર્ણય અમે અત્યાર સુધી લીધો નથી. રાષ્ટ્રપતિ તે હથિયારોનો ઉપયોગ કરવાનો નિર્ણય લઈ શકે છે અને જો ઈરાનીઓ પોતાનું વલણ નહીં બદલે, તો તેઓ ચોક્કસપણે તેમ કરશે.”

Breaking News: “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે!” – ટ્રમ્પના આ નિવેદનથી દુનિયાભરમાં ફફડાટ, શું 47 વર્ષના શાસનનો અંત આવશે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">