AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran War Breaking News: Air India એ 31 મે સુધી ઈઝરાયેલની ફ્લાઇટ્સ સ્થગિત કરી, નવી દિલ્હી-તેલ અવીવ રૂટની પણ ફ્લાઇટ્સ પર થઈ અસર

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના કારણે એર ઇન્ડિયાએ ઇઝરાયેલ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ 31 મે સુધી માટે સ્થગિત કરી છે, જેના કારણે હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે.

Iran War Breaking News: Air India એ 31 મે સુધી ઈઝરાયેલની ફ્લાઇટ્સ સ્થગિત કરી, નવી દિલ્હી-તેલ અવીવ રૂટની પણ ફ્લાઇટ્સ પર થઈ અસર
Iran War Breaking News Air India Suspends Flights to Israel Till May 31 Amid War Thousands Indians AffectedImage Credit source: Social Media
| Updated on: Apr 06, 2026 | 8:16 AM
Share

પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ અને તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ ઈઝરાયેલ માટેની પોતાની તમામ ફ્લાઇટ્સ 31 મે સુધી માટે સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખાસ કરીને નવી દિલ્હીથી તેલ અવીવ સુધીની સીધી ઉડાનો પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈઝરાયેલમાં ભારતીય નાગરિકો ફસાયા

આ નિર્ણયનો સીધો અસર ઈઝરાયેલમાં રહેતા 40,000થી વધુ ભારતીય નાગરિકો પર પડ્યો છે. આ લોકો વિવિધ કારણોસર, જેમ કે નોકરી, અભ્યાસ અથવા વ્યક્તિગત કામ માટે ઈઝરાયેલમાં રહે છે અને હાલના તણાવને કારણે તેઓ ભારત પરત ફરવા માંગે છે. ફ્લાઇટ્સ બંધ થવાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

હાલની પરિસ્થિતિમાં, જે ભારતીયો ઈઝરાયેલ છોડવા ઈચ્છે છે, તેઓને જમીન માર્ગ દ્વારા જોર્ડન અથવા ઇજિપ્ત તરફ જવું પડે છે અને ત્યારબાદ ત્યાંથી ભારત માટે ફ્લાઇટ લેવી પડે છે. તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા આ પ્રક્રિયામાં લોકોને માર્ગદર્શન અને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

ભારતીય નાગરિકો સાથે સતત સંપર્ક

દૂતાવાસે ભારતીય નાગરિકો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે. તેમની સહાય માટે 24 કલાક ચાલુ રહે તેવી ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અને મોટા પાયે રજીસ્ટ્રેશન અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય રાજદૂત અને દૂતાવાસની ટીમે ઇઝરાયેલમાં રહેલા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં તેમની ચિંતાઓ સાંભળી અને જરૂરી સહાય આપવાની ખાતરી આપી.

ખાડી દેશોમાં હાલ સ્થિતિ

ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી અને તેલ અવીવ વચ્ચેની સીધી ઉડાન સેવા આ વર્ષે 1 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવી હતી, જેમાં દર અઠવાડિયે ચાર ફ્લાઇટ્સ સંચાલિત થતી હતી. આ સેવા માટે આધુનિક બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ 28 ફેબ્રુઆરી પછી, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો, ત્યારથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

ઈરાનની જવાબી કાર્યવાહી બાદ આ સંઘર્ષ સમગ્ર ખાડી વિસ્તારમાં ફેલાયો છે, જેના કારણે ઊર્જા પુરવઠા અને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના વિસ્તારોમાં ભારે અસર જોવા મળી રહી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય મુસાફરી પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે.

06 એપ્રિલના મહત્વના સમાચાર : યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું ઇરાનને વધુ એક અલ્ટિમેટમ,ડીલ માટે ઇરાનને આપ્યો આવતીકાલ સુધીનો સમય

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">