AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટની પણ ઐસી કી તૈસી, સપ્ટેમ્બર સુધી હોસ્પિટલમાં રાખવાના આદેશ છતા, ઈમરાનને પાછો જેલમાં ધકેલી દેવાયો

ઇમરાન ખાનના પરિવાર અને સમર્થકો દ્વારા તેમના સ્વાસ્થ્ય અને પૂરતી તબીબી સુવિધાઓના અભાવ અંગે ઘણા મહિનાઓથી ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પગલે સુપ્રીમ કોર્ટે તેમને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટની પણ ઐસી કી તૈસી, સપ્ટેમ્બર સુધી હોસ્પિટલમાં રાખવાના આદેશ છતા, ઈમરાનને પાછો જેલમાં ધકેલી દેવાયો
| Updated on: Aug 21, 2026 | 9:58 AM
Share

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જે શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાતા નથી. તેમને હોસ્પિટલથી પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, ઇમરાનને કડક સુરક્ષા હેઠળ શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબી તપાસ બાદ, તેમને માત્ર છ કલાકમાં અદિયાલા જેલમાં પાછા મોકલવામાં આવ્યા હતા.

શુક્રવારે સવારે, શાહબાઝ શરીફ સરકારે, ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને ઇસ્લામાબાદની શિફા હોસ્પિટલથી અદિયાલા જેલમાં પાછા ટ્રાન્સફર કર્યા. ગુરુવારે મોડી રાત્રે તેમને રાવલપિંડી સ્થિત આદિયાલા જેલમાંથી તબીબી તપાસ માટે ઈસ્લામાબાદ લાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા કલાકોમાં જ તેમને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ભારે સુરક્ષા હેઠળ ઇમરાનને તેના સેલમાં પાછો લઈ જવાયા છે.

શિફા હોસ્પિટલની બહાર કડક સુરક્ષા

અગાઉ, ઇમરાનને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી શિફા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને કડક સુરક્ષા હેઠળ લઈ જવામાં આવ્યા હતા, અને સલામતી સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલની બહાર મોટી પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી.

સૂત્રોએ એ પણ સંકેત આપ્યો હતો કે પીટીઆઈના સ્થાપક ઈમરાનની સારવાર માટે હોસ્પિટલમાં વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે, અને તેમની તબીબી તપાસ માટે ડોકટરોની એક ટીમ બનાવવામાં આવી છે.

કોર્ટે તેમને 16 સપ્ટેમ્બર સુધી ત્યાં રાખવાનો આદેશ આપ્યો હતો

આ અઠવાડિયાની શરૂઆતમાં, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરકારને ઈમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્દેશ આપ્યો હતો. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આદેશ આપ્યો હતો કે ઈમરાન ખાનને 48 કલાકની અંદર ઈસ્લામાબાદની શિફા હોસ્પિટલમાં લઈ જવામાં આવે.

મંગળવારે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે 73 વર્ષીય ઈમરાનને બે દિવસમાં ઈસ્લામાબાદની શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે અને 16 સપ્ટેમ્બરના રોજ થનારી આગામી સુનાવણી સુધી ત્યાં જ રાખવામાં આવે. શરૂઆતમાં, સરકારે કહ્યું હતું કે તે કોર્ટના આદેશનો અમલ કરશે. જોકે, બાદમાં તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આદેશની સમીક્ષા કરવા વિનંતી કરી.

સરકારની સમીક્ષા અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા પરત કરાઈ

સરકારે કોર્ટના ચુકાદા સામે સમીક્ષા અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે અરજી અંગે અનેક વાંધાઓ ઉઠાવ્યા હતા અને તેને પરત કરી હતી. રજિસ્ટ્રાર ઓફિસે જણાવ્યું હતું કે, અરજી સંપૂર્ણ રેકોર્ડ વિના દાખલ કરવામાં આવી હતી.

ઇસ્લામાબાદના મુખ્ય કમિશનર દ્વારા ઇસ્લામાબાદના એડવોકેટ જનરલ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટના 18 ઓગસ્ટના રોજ આ બાબતે આપેલા વચગાળાના આદેશની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી.

અધિકારક્ષેત્રની બહારનો કોર્ટનો આદેશ

સરકારે દલીલ કરી હતી કે, ઇમરાનને હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે અને તેથી તેના પર પુનર્વિચારણાની જરૂર છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, રાજકીય બાબતો પર વડા પ્રધાનના વિશેષ સહાયક રાણા સનાઉલ્લાહ ખાને જણાવ્યું હતું કે, પીટીઆઈના સ્થાપક અધ્યક્ષ ઇમરાનને આપવામાં આવેલી રાહત કાયદા અનુસાર નથી.

જો કે પાકિસ્તાનમાં થઈ રહેલ ચર્ચા અનુસાર, ઈમરાનખાન મુદ્દે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને શાહબાઝ શરીફની સરકાર વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાનમાં સત્તાનો સ્વાદ ચાખી ગયેલ આર્મી શાહબાઝ સરકારને કોઈને કોઈ મુદ્દે ધરભેગી કરવા ઈચ્છે છે. પાકિસ્તાન આર્મી માટે તેની ઈચ્છા વિરુદ્ધ ઈમરાનખાનને જેલમાંથી હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, પાકિસ્તાન આર્મીએ ઈમરાન ખાનને પાછો જેલમાં ધકેલી દેવા માટે સુપ્રીમ કોર્ટ અને સરકારના આદેશની પણ પરવા કરી નથી.

ઈમરાનખાનને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા, સૈન્ય કિલ્લામાં ફેરવાઈ શિફા હોસ્પિટલ, તબીબી કર્મચારીઓના ફોન લઈ લેવાયા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">