AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાનખાનને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા, સૈન્ય કિલ્લામાં ફેરવાઈ શિફા હોસ્પિટલ, તબીબી કર્મચારીઓના ફોન લઈ લેવાયા

ઇમરાન ખાનની પાર્ટી 'પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ' (PTI) ના પ્રવક્તા ઝુલ્ફી બુખારીએ પુષ્ટિ આપી છે કે, ઈમરાન ખાન શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં પહોંચ્યા છે, તેમણે કહ્યું કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે.

ઈમરાનખાનને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા, સૈન્ય કિલ્લામાં ફેરવાઈ શિફા હોસ્પિટલ, તબીબી કર્મચારીઓના ફોન લઈ લેવાયા
| Updated on: Aug 21, 2026 | 8:18 AM
Share

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને PTI ના સ્થાપક ઇમરાન ખાનને અદિયાલા જેલમાંથી શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇસ્લામાબાદમાં શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ નજીક સેંકડો પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે, અને હોસ્પિટલ તરફ જતા રસ્તાઓ સામાન્ય નાગરિકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.

ઇમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ’ (PTI) ના પ્રવક્તા ઝુલ્ફી બુખારીએ પુષ્ટિ આપી કે, ઈમરાનખાન શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં પહોંચ્યા છે, તેમણે કહ્યું કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને PTI સભ્ય આરિફ અલ્વીએ પણ સોશિયલ મીડિયા X પર, ઈમરાનખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યાની પુષ્ટિ કરતા, કહ્યું કે સમગ્ર રાષ્ટ્ર ખૂબ જ ખુશ છે.

17 વર્ષની જેલની સજા

73 વર્ષીય ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચાર અને અન્ય ગુનાઓના આરોપસર ગયા વર્ષના અંતમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2023 થી જેલમાં બંધ ઈમારન ખાનનો દાવો છે કે આ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. ઇમરાન ખાનના ડઝનબંધ સમર્થકો ખાનગી હોસ્પિટલ પાસે ભેગા થયા હતા, જ્યારે કેટલાકે શુભેચ્છકોએ, ત્યાંથી પસાર થતા વાહનો પર ફૂલોની પાંખડીઓ વરસાવીને ખુશી વ્યક્ત કરી હતી.

ઇમરાન ખાનને યોગ્ય તબીબી સારવાર મળશે

યુનુસ કુરેશીએ જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાન માટે આટલા બલિદાન આપનારા માણસને ટેકો આપવા આવ્યા હતા. અન્ય એક સમર્થક, ૫૨ વર્ષીય બિલાલે આશા વ્યક્ત કરી હતી કે વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટનને યોગ્ય તબીબી સારવાર મળશે. તેમણે ઉમેર્યું હતું કે ખાન સાથેનો તેમનો પ્રેમ અને બંધન અખંડ રહેશે. સુપ્રીમ કોર્ટે આદેશ જારી કર્યો

ઇમરાન ખાનના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે ખાનની તબિયત ખરાબ છે અને તેમને તબીબી તપાસની જરૂર છે. મંગળવારે, કોર્ટે આદેશ આપ્યો હતો કે ઇમરાન ખાનને બે દિવસમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. આ વર્ષની શરૂઆતમાં, ઇમરાન ખાનને હોસ્પિટલમાં આંખની સારવાર કરાવવામાં આવી હતી; તે સમયે, તેમના પરિવારે જણાવ્યું હતું કે તેમણે જમણી આંખની મોટાભાગની દ્રષ્ટિ ગુમાવી દીધી છે.

પરિવારને મળવાની પરવાનગી

ત્રણ ન્યાયાધીશોની બેન્ચે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે ઇમરાન ખાનને અઠવાડિયામાં એક વાર તેમના પરિવારને મળવાની અને અઠવાડિયામાં બે વાર ફોન પર તેમના પુત્રો સાથે વાત કરવાની પરવાનગી આપવામાં આવશે. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે તેમની સારવાર માટે નિષ્ણાતોની એક પેનલ બનાવવામાં આવે અને તેમની બહેન, ડૉ. ઉઝમા ખાનને આ પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે.

2018 થી 2022 સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી

ઇમરાન ખાને 2018 થી 2022 સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી. તેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ રાજકીય કટોકટી તેમની સરકાર અને શક્તિશાળી સૈન્ય વચ્ચેના તણાવને કારણે ઊભી થઈ હતી. મે 2023 માં તેમની ધરપકડ બાદ, દેશભરમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા.

‘નાપાક’ દેશ નહીં સુધરે, ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલું જૈશનું બહાવલપુરનું આતંકી ઠેકાણું ફરી એક્ટિવ..!

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">