Hamas israel war News: આખરે આ 28050 KMનો વિસ્તાર છે કોનો ? મુસ્લિમ, યહુદી કે પછી ઈસાઈ લોકોનો ?
વિશ્વ યુદ્ધ દરમિયાન, 2 નવેમ્બર 1917 ના રોજ બ્રિટન અને યહૂદી લોકો વચ્ચે બાલફોર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર પ્રમાણે જો બ્રિટન, ઓટ્ટોમન સામ્રાજ્યને યુદ્ધમાં હરાવી દે છે તો પેલેસ્ટાઈન વિસ્તારમાં યહૂદી લોકોને સ્વતંત્ર દેશ આપવામાં આવશે. આ કરાર પછી, વિશ્વના અન્ય દેશોમાંથી યહૂદીઓએ જેરુસલેમ તરફ કૂચ કરવાની શરૂઆત કરી હતી
ઈઝરાયલ, હમાસ અને પેલેસ્ટાઈનિયનની ચર્ચા વચ્ચે હવે જાણવું એ અગત્યનું થઈ પડ્યું છે કે ઈઝરાયલનું અસ્તિત્વ આખરે આવ્યું ક્યાર થી ? ઘણા લોકોના મતે 1948માં આ દેશની રચના થઈ જો કે આ દેશ યહુદી જેટલો જુનો જ છે. આ દેશનો ઈતિહાસ ત્રણ હજાર વર્ષ જેટલો જ જૂનો પણ છે. આ શહેર ખ્રિસ્તી, મુસ્લિમ અને યહુદી ધર્મના પવિત્ર સ્થળોમાંથી એક છે.
પ્રોફેટ અબ્રાહમના પુત્ર આઇઝેક હતું અને તેમના પૌત્રનું નામ યાકુબ હતું, જે જેકબ તરીકે પણ ઓળખાય છે. જેકબનું બીજું નામ ઈઝરાયેલ હતું. યાકુબને 12 પુત્રો અને એક પુત્રી હતી. આ 12 પુત્રોએ અલગ-અલગ યહૂદી જાતિઓ બનાવી અને જેકબે આ જાતિઓને એક કરી ઈઝરાયેલ નામનું રાજ્ય બનાવ્યું.
યાકૂબના પુત્ર દ્વારા 12 જાતિઓ બનાવવામાં આવી
મળતી જાણકારી પ્રમાણે યાકૂબના પુત્રે 12 અલગ અલગ જાતિઓની રચના કરી હતી, જો કેે એસીરિયન સામ્રાજ્યએ જેરુસલેમ શહેર પર હુમલો કર્યો અને યહૂદીઓની 12 જાતિઓ વિખેરાઈ ગઈ. રોમન સામ્રાજ્યના હુમલા પછી, બધા યહૂદીઓ વિશ્વભરમાં સ્થાયી થયા. આ હુમલામાં યહૂદીઓના કિંગ ડેવિડ ટેમ્પલને પણ તોડી પાડવામાં આવ્યું હતું અને મંદિરની માત્ર એક દીવાલ બચી હતી.
આજે પણ યહૂદીઓ આ દિવાલને સૌથી પવિત્ર યાત્રાધામ માને છે. આજે તેને પશ્ચિમી દિવાલ કહેવામાં આવે છે અને અહીં બધા યહૂદીઓ મસ્તક ટેકવે છે. યહુદીઓ માટે જે તે સમયે હુમલાની ઘટના ખુબ આગત્યતા ધરાવે છે. જેમને તેઓ વેસ્ટ વોલ ગણે છે ત્યાં મુસ્લિમોની પવિત્ર અલાસ્કા મસ્જિદ અને જ્યાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતો તે સ્થળ બંને છે.
બ્રિટન અને યહૂદી વચ્ચે બાલફોર કરાર પર હસ્તાક્ષર
વિશ્વ યુદ્ધ દરમિયાન, 2 નવેમ્બર 1917 ના રોજ બ્રિટન અને યહૂદી લોકો વચ્ચે બાલફોર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર પ્રમાણે જો બ્રિટન, ઓટ્ટોમન સામ્રાજ્યને યુદ્ધમાં હરાવી દે છે તો પેલેસ્ટાઈન વિસ્તારમાં યહૂદી લોકોને સ્વતંત્ર દેશ આપવામાં આવશે. આ કરાર પછી, વિશ્વના અન્ય દેશોમાંથી યહૂદીઓએ જેરુસલેમ તરફ કૂચ કરવાની શરૂઆત કરી હતી
6 મિલિયન યહૂદીઓ માર્યા ગયા
બીજા વિશ્વયુદ્ધે યહૂદી ઇતિહાસને હંમેશ માટે બદલી નાખ્યો. એડોલ્ફ હિટલરે યહૂદી વિરોધી આચરેલા અત્યાચારના કારણે લગભગ 6 મિલિયન યહુદીઓના મોત થઈ ગયા હતા. ઈતિહાસ તો કહે છે કે હિટલરે ગેસ ચેમ્બરમાં પુરીને યહુદીઓને મારી નાખ્યા હતા. આ વાત જ્યારે દુનિયા સામે આવી ત્યારે લોકોના લાગણીઓ તેમની સાથે જોડાવા લાગી હતી.
પેલેસ્ટાઈન બે ભાગમાં વહેંચાઈ ગયું
પેલેસ્ટાઈન આરબ દેશો જોર્ડન, સીરિયા અને ઈજીપ્તથી ઘેરાયેલું હતું. મુસ્લિમોએ પોતાનો મત ભાગલાને લઈ વ્યક્ત કર્યો કે યહુદીઓ પર અત્યાચાર પાછળ તેમનો કોઈ ભાગ નથી, બલકે યુરોપિયન દેશો જ તેના માટે જવાબદાર છે તો હવે યહુદીઓને અલગ જ દેશ આપવો પડે તો યુરોપિયન કોઆ દેશમાં જ તેને આપવો જોઈએ.