17 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર, 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની બેઠક મળશે
આજે 17 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે
વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે છે. બંગાળ અને આસામને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હાવડા અને ગુવાહાટી વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. માલદામાં 3250 કરોડથી વધુના રેલવે અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આસામમાં ઐતિહાસિક બોડો સંસ્કૃતિના ભવ્ય ઉત્સવમાં ભાગ લેશે.
-
રાજકોટના જાણીતા વડાલિયા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી
રાજકોટના જાણીતા વડાલિયા પરિવાર સાથે કરોડોની છેતરપિંડી થઇ. ઉંચા વ્યાજની લાલચે કરોડોની છેતરપિંડી. સ્ટોન-ક્રશરના ધંધામાં રોકાણ કરાવી 10.98 કરોડની ઠગાઈ. 12 ટકા વળતરની લાલચે વડાલિયા બંધુઓ પાસેથી કરોડો પડાવ્યા. ફાઈનાન્સર અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે ફરિયાદ દાખલ. ક્રાઇમ બ્રાન્ચે અમિત ભાણવડિયાને ઝડપ્યો. આરોપી વિજય માકડીયા પોલીસ પકડથી હજુ દૂર છે. આરોપીઓએ માત્ર 1 કરોડ 80 લાખ રૂપિયા પરત આપ્યા. રૂપિયા પરત ન આપવા પાછળ અમિતે આર્થિક તંગીનું કારણ આપ્યું. રાજકોટમાં વધુ લોકોને છેતર્યા હોવાની પોલીસને આશંકા છે.
-
-
24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા
24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
-
કચ્છના ખાવડામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના ખાવડામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 55 km દૂર નોંધાયું છે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં આ મહિનામાં જ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.
-
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર થઇ છે. 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની બેઠક મળશે. 25 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રમાં 23 દિવસમાં 26 બેઠકો યોજાશે. વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના કરાઈ.
-
આજે 17 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 17,2026 7:34 AM