AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NATO એ સાથના આપતા નિરાશ થયેલા ટ્રમ્પ ભડક્યા ! હોર્મુઝની સુરક્ષા તમે પોતે કરો, અમે નહીં આવીએ!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'હોર્મુઝની ખાડી' (Strait of Hormuz) ની સુરક્ષા બાબતે મોટું નિવેદન આપીને પલ્લું ઝાડી દીધું છે. એક દિવસ પહેલા જ ઈરાનના પાવર પ્લાન્ટ્સ તોડી પાડવાની ધમકી આપનાર ટ્રમ્પે હવે સાફ કહી દીધું છે કે....

NATO એ સાથના આપતા નિરાશ થયેલા ટ્રમ્પ ભડક્યા ! હોર્મુઝની સુરક્ષા તમે પોતે કરો, અમે નહીં આવીએ!
| Updated on: Mar 23, 2026 | 8:02 PM
Share

વિશ્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીને સુરક્ષિત રાખવાના પોતાના વાદાઓમાંથી પીછેહઠ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા આ રસ્તાનો ઉપયોગ કરતું નથી, તો પછી અમેરિકી સેના ત્યાં કેમ તૈનાત રહે?

ટ્રમ્પની સોશિયલ મીડિયા પર ‘ધડાકાભેર’ પોસ્ટ

ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “હોર્મુઝની સુરક્ષાની જવાબદારી એ દેશોની છે જે તેનો ઉપયોગ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ આ માર્ગનો ઉપયોગ નથી કરતું! જો અન્ય દેશો મદદ માંગશે તો અમે વિચારીશું, પરંતુ ઈરાનનો ખતરો ખતમ થયા પછી અમારી જરૂર રહેવી જોઈએ નહીં.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ આ માર્ગ જોખમી બન્યો છે.

48 કલાકનું અલ્ટીમેટમ અને યુ-ટર્ન

રસપ્રદ વાત એ છે કે, હજુ 22 માર્ચે જ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે જો આ રસ્તો ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર ગ્રીડને ‘માટીમાં મેળવી દેશે’. પરંતુ હવે અચાનક અમેરિકાએ આ મામલે પલ્લું ઝાડી દેતા પશ્ચિમી દેશોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈન્ય હસ્તક્ષેપ ઓછો કરવા માંગે છે.

ભારત માટે કેમ ચિંતાનો વિષય?

હોર્મુઝની ખાડી ભારત માટે લાઈફલાઈન સમાન છે:

  • કાચું તેલ: ભારતની જરૂરિયાતનું 40% ક્રૂડ ઓઈલ આ રસ્તેથી આવે છે.
  • LNG ગેસ: ભારતનો 54% ગેસ (LNG) સપ્લાય આ માર્ગ પર નિર્ભર છે. જો આ રસ્તો બંધ રહે અથવા સુરક્ષા ન મળે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસની ભારે તંગી સર્જાઈ શકે છે. અત્યારે પણ ઘણા રાજ્યોમાં ગેસ સંકટની શરૂઆત થઈ ચૂકી છે.

ટ્રમ્પના આ વલણથી હવે ભારત જેવા દેશોએ પોતાની ઉર્જા સુરક્ષા માટે જાતે જ મેદાનમાં ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો અમેરિકા મદદ નહીં કરે, તો વૈશ્વિક તેલ બજારમાં ભયાનક તેજી આવી શકે છે.

Wedding Ritual: ભારતનું એક એવું ગામ જ્યાં માણસો નહીં પણ દેડકા પરણે છે ! આખું ગામ બને છે જાનૈયા અને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે લગ્ન

Follow Us
ફ્યુઅલ કટોકટી: સરકારના દાવા અને વાસ્તવિકતા અલગ !
ફ્યુઅલ કટોકટી: સરકારના દાવા અને વાસ્તવિકતા અલગ !
અમદાવાદ સહીત કેટલાક શહેરોમાં પેટ્રોલ નથીની ફેલાઈ અફવા, જુઓ વીડિયો
અમદાવાદ સહીત કેટલાક શહેરોમાં પેટ્રોલ નથીની ફેલાઈ અફવા, જુઓ વીડિયો
અમદાવાદ ફ્યુઅલ એલર્ટ: પેટ્રોલ માટે લાંબી કતારો!
અમદાવાદ ફ્યુઅલ એલર્ટ: પેટ્રોલ માટે લાંબી કતારો!
ગેસને લીધે ટેક્સટાઈલ કારખાના થયા ઠપ, શ્રમિકોએ વતનની વાટ પકડી
ગેસને લીધે ટેક્સટાઈલ કારખાના થયા ઠપ, શ્રમિકોએ વતનની વાટ પકડી
'ચીકુ સ્પેશિયલ ટ્રેન' નવસારીના અંચેલી સ્ટેશનથી દિલ્હી જવાના રવાના થઈ
'ચીકુ સ્પેશિયલ ટ્રેન' નવસારીના અંચેલી સ્ટેશનથી દિલ્હી જવાના રવાના થઈ
ભાવનગરમાં બુટલેગરોએ કરેલા દબાણો પર ફર્યું બુલડોઝર
ભાવનગરમાં બુટલેગરોએ કરેલા દબાણો પર ફર્યું બુલડોઝર
Breaking News : જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં BNSS ક્લમ 163 લાગુ
Breaking News : જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં BNSS ક્લમ 163 લાગુ
બાટલામાંથી ગેરકાયદે ગેસ કાઢી રિફિલિંગ કૌભાંડ ઝડપાયું
બાટલામાંથી ગેરકાયદે ગેસ કાઢી રિફિલિંગ કૌભાંડ ઝડપાયું
ગુજરાતમાં પાણી સંકટ ઘેરાયું: ઉનાળાની શરૂઆતમાં જ જળસંગ્રહમાં મોટો ઘટાડો
ગુજરાતમાં પાણી સંકટ ઘેરાયું: ઉનાળાની શરૂઆતમાં જ જળસંગ્રહમાં મોટો ઘટાડો
પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ ! ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું ?
પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ ! ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું ?
g clip-path="url(#clip0_868_265)">