કોરોનાના ડરથી ચીન હવે, માઉન્ટ એવરેસ્ટ ઉપર નેપાળ-તિબ્બતને અલગ કરતી રેખા અંકિત કરશે

તિબ્બતના ગાઈડની એક ટુકડી માઉન્ટ એવરેસ્ટ ઉપર જશે અને નેપાળ તરફથી આવતા પર્વતારોહક અને તિબ્બત તરફથી આવતા પર્વતારોહકો માઉન્ટ એવરેસ્ટ ઉપર એકઠા ના થાય તેના માટે માઉન્ટ એવરેસ્ટ ઉપર રેખા અંકિત

કોરોનાના ડરથી ચીન હવે, માઉન્ટ એવરેસ્ટ ઉપર નેપાળ-તિબ્બતને અલગ કરતી રેખા અંકિત કરશે
કોરોનાના ડરથી ચીન હવે, માઉન્ટ એવરેસ્ટ ઉપર નેપાળ-તિબ્બતને અલગ કરતી રેખા અંકિત કરશે
Bipin Prajapati

|

May 10, 2021 | 12:10 AM

કોરોના વાયરસથી સંક્રમિત નેપાળ અને તિબ્બતને અલગ કરતી રેખા અંકિત કરવાનુ ચીને નક્કી કર્યુ છે. આમ કરવા પાછળનો હેતુ, કોરોનાથી સંક્રમિત નેપાળ તરફથી આવતા પર્વતારોહક અને તિબ્બત તરફથી જતા પર્વતારોહક વચ્ચે અંતર રાખવાનો હોવાનું ચીનના મિડીયા દ્વારા કહેવાયુ છે. ખાસ કરીને કોરોનાના સમયમાં સાવધાની વર્તવા માટે આ પ્રકારની કામગીરી કરાશે. પરંતુ એ હજુ સ્પષ્ટ નથી કે રેખા કેવી રીતે અંકિત કરાશે.

નેપાળ તરફના એવરેસ્ટ બેઝ કેમ્પમાં એપ્રિલ મહિનામાં જ કોરોનાના કેસ જોવા મળ્યા હતા. નેપાળ સરકાર, પ્રવાસન વિભાગ દ્વારા એપ્રિલથી પર્વતારોહણ બંધ કરવામાં આવતુ હોય છે. પરંતુ ચીન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ક્યારે અમલમાં લવાશે તે નથી જણાવાયુ.

દરમિયાન તિબ્બતની એક સમાચાર એજન્સીએ જણાવ્યાનુસાર, તિબ્બતના ગાઈડની એક ટુકડી માઉન્ટ એવરેસ્ટ ઉપર જશે અને નેપાળ તરફથી આવતા પર્વતારોહક અને તિબ્બત તરફથી આવતા પર્વતારોહકો માઉન્ટ એવરેસ્ટ ઉપર એકઠા ના થાય તેના માટે માઉન્ટ એવરેસ્ટ ઉપર રેખા અંકિત કરવામાં આવશે.

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર તિબ્બત તરફથી 21 ચીનના નાગરીકોની એક ટુકડી પર્વતારોહણ કરશે. 8848 મીટરની ઉચાઈએ પર્વતારોહક માટે ખુબ જ સમસ્યા સર્જક બરફનો પહાડ છે. ચીને કોરોનાના સંક્રમણના ભયને કારણે જ ગયા વર્ષે એક પણ વિદેશી પર્વતારોહકને તિબ્બત બાજુથી માઉન્ટ એવરેસ્ટ સર કરવા જવા નથી દિધા. તિબ્બતમાં પ્રવાસીઓ માટે એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી જવા માટે પ્રતિબંધ છે. માત્ર પર્વતારોહક જ બેઝ કેમ્પ સુધી જઈ શકે છે. સામાન્ય પ્રવાસીઓને ત્યાં જવા પર મનાઈ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati