હિમાલયથી ઘેરાયેલા આ નાનકડા દેશ પર આર્થિક સંકટ, શું ભારત માટે છે ચિંતાની વાત?

|

Aug 28, 2022 | 4:18 PM

નેપાળ ચીનના ખોળામાં બેસી ગયું છે પણ હવે ભૂટાનની (Bhutan) દશા બહાર આવી રહી છે, ભૂટાનમાં સજાર્યું છે આર્થિક સંકટ.

હિમાલયથી ઘેરાયેલા આ નાનકડા દેશ પર આર્થિક સંકટ, શું ભારત માટે છે ચિંતાની વાત?

Follow us on

મોંઘવારીએ (Inflation) લોકોની કમર તોડી નાખી છે, ચારે તરફ લોકો મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. ભારતની આસપાસના જે દેશો છે, ત્યાં હવે સ્થિતિ બગડી ગઈ છે. શ્રીલંકાની દયનીય દશાથી આપડે વાકેફ છે, બાંગ્લાદેશમાં પણ ત્રાહીમામ થઈ રહ્યું છે, નેપાળ ચીનના ખોળામાં બેસી ગયું છે પણ હવે ભૂટાનની (Bhutan) દશા બહાર આવી રહી છે, ભૂટાનમાં સજાર્યું છે આર્થિક સંકટ. જ્યારે પણ કોઈ દેશ પર આર્થિક સંકટ આવે છે, ત્યારે તે દેશ મોંઘી વસ્તુઓ ખરીદવાની બંધ કરી દે છે જેમ કે મોંઘી કાર.

આવું જ પહેલા શ્રીલંકાએ કર્યું ત્યારબાદ બાંગ્લાદેશ પછી નેપાળ અને હવે કોરોનાની લહેર બાદ ભૂટાને પણ બંધ કર્યું. ભૂટાને કોરોનાકાળ દરમિયાન પોતાના ત્યાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવી દીધો. ભૂટાનમાં ટુરિઝમથી સૌથી વધુ કમાણી થાય છે અને બીજું છે વીજળી ઉત્પાદન કરીને ભારતને આપવી. ભારત અને ભૂટાન વચ્ચે જય-વીરુ જેવી દોસ્તી છે, ભૂટાન પર કોઈ સંકટ આવે ત્યારે ભારત તેની પડખે હોય છે. ભૂટાન હવે એક વર્ષ સુધી જ વિદેશી મુદ્રા આધારે આયાત કરી શકશે.

ભૂટાન ખૂબ સુંદર દેશ છે અને ત્યાંની વસ્તી પણ આઠ લાખ જ છે. ભૂટાને હવે ટકી રહેવા માટે પોતાના દેશમાં આવતા લોકો માટે કેટલી શરતો મૂકી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

1. ભૂટાન ફરવા માંગો છો તો આવતા પહેલા 200 ડોલરનો પ્રતિ પ્રવાસીએ ગેટ પર ખર્ચ કરવો પડશે એટલે ભારતીય કરન્સી પ્રમાણે 16 હજાર થાય.
2. આ શરત ભારત સિવાય બધા દેશો પર લાગુ
3. ભૂટાનના લોકો પોતાની મુદ્રાને છોડીને ભારતની મુદ્રાનો ખર્ચ માટે ઉપયોગ કરે છે.
4. ભારત માટે આ શરત સસ્તી છે, ભારતના લોકોએ ગેટ પર 1200 રૂપિયા ખર્ચ કરવા પડશે.

ભારત માટે કેમ મહત્વનું ભૂટાન

ભૂટાનને ભારત મોટાભાગનો સામાન નિકાસ કરે છે, જ્યારે ભૂટાન 70 ટકા વીજળી ભારતને આપે છે. ભારતે 2021માં 2,443 કરોડની વિજળી ખરીદી છે. એટલે કે 8 લાખ લોકો ત્યાં વિજળીથી કમાય છે અને ટુરિઝમનું અલગથી કમાય છે. આ તો વાત રહી વીજળીની પણ ભારત માટે ભૂટાન અન્ય બાબતમાં પણ મહ્ત્વ ધરાવે છે જેમ કે,

1. ભૂટાન એ જગ્યા પર સ્થિત છે જ્યાંથી સિલિગુડી કોરિડોર બિલકુલ પાસે છે.
2. ચીનનો ઈરાદો એ હતો, ડોકલામ પર કબ્જો કરીને સિલિગુડી કોરિડોર માધ્યમથી પૂર્વોતર ભારતથી અલગ કરી દે તેવો પ્રયાસ રહ્યો છે.
3. ભારતે ભૂટાનને 5 હજાર મેટ્રિક ટન ઘઉં અને 10 હાજર મેટ્રિક ટન ખાંડ નિકાસ કરી છે.
4. દુનિયાના અન્ય દેશોમાં જે ફેરફાર આવી રહ્યા છે તેનું કારણ છે કોરોનાની લહેર અને બીજું છે રશિયા-યુક્રેનનું યુદ્ધ, જો આ બે સંકટ દુનિયા પર ના આવ્યા હોત તો આજે ઘણા દેશોમાં સંકટ ના હોત.
5. ભૂટાનમાં જે આર્થિક સંકટ આવ્યું છે તેનું મુખ્ય કારણ છે કોરોનાકાળ, જોકે ભારત ભૂટાનની પડખે ઉભું છે.

 

Next Article