Dublin News: ડબલિનમાં એક કર્મચારીને સીગલ હુમલા બાદ કંપની તરફથી મળ્યા 60 હજાર યુરો
ડબલિન ઓફિસ બ્લોકની છત પર સીગલ્સના હુમલા બાદ ભાગ દોડ દરમિયાન ઘાયલ થયેલા એક કામદારે છ કંપનીઓ સામે €60,000 નુકસાનીનો દાવો કર્યો હતો, જે બાદ કંપનીએ કર્મચારી સાથે સમાધાનની ઓફર સ્વીકારી હતી. સીગલ સંરક્ષિત પક્ષીઓ છે અને માર્ચ અને જૂન વચ્ચે માળાની મોસમ દરમિયાન તેમને ખલેલ પહોંચાડવી ગેરકાયદેસર છે.
આયર્લેન્ડના ડબલિન (Dublin)માં એક ઓફિસમાં કામ કરતા કર્મચારીએ ઓફિસ બ્લોકની છત પર સીગલ્સ (Seagull)ના હુમલાથી બચવાના પ્રયાસમાં ઘાયલ થયા બાદ છ કંપનીઓ સામે 60 હજાર યુરો (€60,000)નો નુકસાનીનો દાવો કર્યો હતો, જેને કોર્ટે મંજૂર કર્યો હતો.
કંપનીએ કર્મચારી સાથે સમાધાનની ઓફર સ્વીકારી
ન્યાયાધીશ સારાહ બર્કલેને આજે સર્કિટ સિવિલ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગેવિન ફોક્સે સમાધાનની ઓફર સ્વીકારી છે અને તેનો દાવો ફગાવી શકાય છે. બેરિસ્ટર ડર્મોટ ફ્રાન્સિસ શીહાન, જે મિસ્ટર ફોક્સ માટે ટાયરેલ સોલિસીટર્સ સાથે દેખાયા હતા, તેમણે જણાવ્યું હતું કે તે હુમલાથી બચવા ભાગવાનો પ્રયાસ કરતી વખતે દરવાજાથી તે ઘાયલ થયો હતો.
સીગલ્સની જોડીએ હુમલો કર્યો
સેન્ટ બ્રિગિડ્સ એવન્યુ, નોર્થ સ્ટ્રેન્ડ, ડબલિનના 47 વર્ષીય મિકેનિકલ ટેકનિશિયન મિસ્ટર ફોક્સ, ડબલિનની મધ્યમાં 2GC બિલ્ડિંગની છત પર દરવાજામાંથી બહાર નીકળ્યા હતા, જ્યારે માળો બાંધતા સીગલ્સની જોડીએ તેમના પર હુમલો કર્યો હતો. તેનાથી બચવા ફોક્સ દોડ્યો હતો અને તેના ડાબા હાથને ઈજા થઈ હતી કારણ કે તે દરવાજા સાથે ભટકાયો હતો. સંરક્ષણ દસ્તાવેજોમાં મિસ્ટર ફોક્સે દરવાજો ખેંચવાને બદલે ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં કર્યો હતો. ઘટનાના દિવસે તેને સ્વિફ્ટકેર ક્લિનિકમાં હાથના ઊંડા ઘા પર ચાર ટાંકા આવ્યા હતા, તે થોડા દિવસનું કામ ચૂકી ગયો હતો અને ટાંકા કાઢવા માટે એક અઠવાડિયા પછી પાછા ફરવું પડ્યું હતું.
બિલ્ડિંગના સંચાલન સાથે સંકળાયેલ કંપનીઓ પર કર્યો દાવો
મિસ્ટર ફોક્સે તેમના એમ્પ્લોયર વેક્ટર વર્કપ્લેસ અને ફેસિલિટી મેનેજમેન્ટ પર દાવો કર્યો હતો. આ સિવાય બિલ્ડિંગના સંચાલન સાથે સંકળાયેલ અરામાર્ક પ્રોપર્ટી સર્વિસીસ અને અરામાર્ક આયર્લેન્ડ હોલ્ડિંગ્સ, તમામ 70 રોજર્સન ક્વે, ડબલિન 2, તેમજ રોહન હોલ્ડિંગ્સ, બ્યુક્સ હાઉસ, મર્સર સ્ટ્રીટ લોઅર, જોન્સ લેંગ લાસેલ અને જોન્સ લેંગ લાસેલ સર્વિસિસ, સ્ટાઈન હાઉસ, હેચ સ્ટ્રીટ સામે આ દાવો કર્યો હતો.
આ પણ વાંચો : Dubai News : Burj Khalifa ના Top Floor પર કેમ પ્રવાસીઓ માટે છે No Entry? જાણો રહસ્ય
સીગલની સંખ્યાને નિયંત્રિત કરવા પૂરતા પગલાં કંપનીઓ નિષ્ફળ
તેણે દાવો કર્યો હતો કે તમામ કંપનીઓએ તેની કાળજી લેવાની ફરજ હતી અને કાર્યક્ષેત્રમાં (ઓફિસ વિસ્તારમાં) સીગલને માળો બનાવવા જેટલી જગ્યા રાખવામાં કંપનીએ બેદરકારી દાખવી હતી. તેના મતે સીગલની સંખ્યાને નિયંત્રિત કરવા માટે પૂરતા પગલાં લેવામાં આ કંપનીઓ નિષ્ફળ ગઈ હતી.
કેસનું સમાધાન કરવામાં આવ્યું
મિસ્ટર શીહાને ન્યાયાધીશ બર્કલેને જણાવ્યું હતું કે મિસ્ટર ફોક્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટના €15,000 અધિકાર ક્ષેત્રમાં નુકસાનની વસૂલાત કરશે, તેના આધારે કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું. પ્રથમ ત્રણ કંપનીઓ દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવશે, જેમાં સૌપ્રથમ બેરિસ્ટર પેડ્રાઈક હોગન દ્વારા પેમેન્ટ ચૂકવવામાં આવશ. બાકીના નાણાં કંપનીઓ જે બેરિસ્ટર રોબર્ટ ઓ’ગેઇબહેનાઈ દ્વારા રજૂ કરવામાં આવશે તેમના દ્વારા ચૂકવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો