AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dublin News: વાવાઝોડું એગ્નેસ ડબલિનમાં બની રહ્યું છે વધારે ખતરનાક, ભારે વરસાદથી લોકોને થઈ રહી છે મુશ્કેલી

મુન્સ્ટર, લિન્સ્ટર અને કો ગેલવે માટે સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી પવનનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કાર્લો, ડબલિન, કિલ્કેની, વેક્સફોર્ડ, વિકલો, કોર્ક, કેરી અને વોટરફોર્ડ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક લોકો હાલમાં વીજળી ન હોવાના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

Dublin News: વાવાઝોડું એગ્નેસ ડબલિનમાં બની રહ્યું છે વધારે ખતરનાક, ભારે વરસાદથી લોકોને થઈ રહી છે મુશ્કેલી
Storm Agnes
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 1:50 PM
Share

Dublin News: વાવાઝોડા એગ્નેસને (Storm Agnes) કારણે આજે આયર્લેન્ડમાં મુશળધાર વરસાદ અને ભારે પવનને કારણે તારાજી સર્જાય હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણમાં આ સિઝનમાં પ્રથમ મોટા વાવાઝોડાનો સૌથી ખરાબ અનુભવ થયો છે, જેમાં સ્ટોર્મ એગ્નેસ બપોરે તેના પીક પર હતું. એટલાન્ટિક વાવાઝોડું દિવસના સમયે આયર્લેન્ડની પરથી પસાર થતું હોવાથી અને ભારે વરસાદને કારણે જોખમો વધી ગયા છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સંભાવના

કોર્ક, કેરી અને વોટરફોર્ડના ભાગોમાં 24 કલાકથી ઓછા સમયમાં લગભગ 40mm વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સંભાવના છે. કાર્લો, કિલ્કેની, વેક્સફોર્ડ, વિકલો, કોર્ક, કેરી, ટિપ્પરી અને વોટરફોર્ડ માટે સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું

મુન્સ્ટર, લિન્સ્ટર અને કો ગેલવે માટે સવારે 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી પવનનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કાર્લો, ડબલિન, કિલ્કેની, વેક્સફોર્ડ, વિકલો, કોર્ક, કેરી અને વોટરફોર્ડ માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક લોકો હાલમાં વીજળી ન હોવાના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કારણે કે ઘણા વૃક્ષો રસ્તા અને વીજ લાઇનો પર પડ્યા છે, જેનાથી ભારે નુકસાન થયું છે.

100kmh થી વધુની ઝડપે પવન ફૂંકાયો

અત્યાર સુધી નોંધાયેલ સૌથી શક્તિશાળી વાવાઝોડાં પશ્ચિમ કોર્કમાં શેરકિન આઇલેન્ડ ખાતે 110kmh ની ઝડપે હતું અને કોર્ક શહેરની આસપાસ 100kmh થી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો. કેન્ટર્ક, બેલિનકોલિગ/ઓવન, બાલીવર્ની, મેકરૂમ, બ્લાર્ની અને ડનમેનવે-ક્લોનાકિલ્ટીમાં પાવર સપ્લાયને સૌથી વધુ અસર થઈ છે.

ESB નેટવર્ક્સે કહ્યુ કે, બચાવ ટીમ સ્ટોર્મ એગ્નેસ માટે સ્ટેન્ડબાય છે, રિપેર કાર્ય શરૂ કરવું સલામત હશે ત્યારે જ પુનઃજોડાણ શરૂ થશે. તેઓએ અસુવિધા માટે અસરગ્રસ્ત તમામ લોકોની માફી માંગી હતી. કોર્ક એરપોર્ટે એરપોર્ટ પર મુસાફરી કરવાનો ઇરાદો ધરાવતા કોઈપણ મુસાફરોને સાવચેતી રાખવા અપીલ જાહેર કરી હતી. વાવાઝોડાને કારણે કોર્ક એરપોર્ટ પર સંખ્યાબંધ ફ્લાઇટ્સ મોડી પડી છે.

આ પણ વાંચો : Dublin News: સાયક્લોન એગ્નેસને લઈને હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ, જાણો ક્યારે ત્રાટશે વાવાઝોડું

લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી

પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે વાવાઝોડા એગ્નેસની અસરને કારણે બંદરો અને એરપોર્ટ પર વિલંબ થઈ શકે છે. ડબલિન ફાયર બ્રિગેડને કાટમાળ હટાવવા માટે બ્રુકવિલે પાર્કને સીલ કરવાની ફરજ પડી છે. જોખમોને કારણે લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">