Surat : સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, આગને કારણે કરોડોનો માલ બળીને ખાખ, જુઓ Video
સુરતમાં ગઈકાલે રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ભયંકર આગ લાગી હતી. આગના કારણે બિલ્ડિંગને મોટું નુકસાન થયું છે. વાયરિંગ, સ્ટેબિલિટિની ચકાસણી બાદ જ માર્કેટ શરૂ કરવાની પરવાનગી આપી હોવાનો ખુલાસો થયો છે.
સુરતમાં ગઈકાલે રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ભયંકર આગ લાગી હતી. આગના કારણે બિલ્ડિંગને મોટું નુકસાન થયું છે. વાયરિંગ, સ્ટેબિલિટિની ચકાસણી બાદ જ માર્કેટ શરૂ કરવાની પરવાનગી આપી હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર માર્કેટની 400 જેટલી દુકાન બંધ રહેતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. રાજ ટેક્સટાઈલ માર્કેટમાં જે દુકાનોમાં આગ લાગી હતી ત્યાં માલ બળીને ખાખ થઈ ગયો છે. અન્ય દુકાનોમાં પાણી અને ધુમાડાને લીધે માલન નુકસાન થયું છે.
ઉલ્લેખનીય છે કે આગ વધારે પ્રસરી જતા મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે દુકાન ખોલી માલ બહાર કાઢવા દેવાની વેપારીઓ માગ કરી રહ્યાં છે. જે દુકાનોમાં આગ ન હતી તેને ખોલી દેવાય તેવી પણ રજૂઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. વેપારીઓને આગના કારણે તો નુકસાન થયું જ છે પરંતુ જો 10 દિવસ બિલ્ડિંગ બંધ રહે તો મોટા નુકસાનની ભીતિ છે.
