અમદાવાદના અનેક બ્રિજ પર ચોંકાવનારી હકીકત : સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર – જુઓ Video
અમદાવાદમાં સુભાષ બ્રિજ જોખમી હાલતમાં હોવાને કારણે તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ TV9ના રિયાલિટી ચેક પછી શહેરના અનેક બ્રિજો પરની હકિકત ચોંકાવનારી બહાર આવી રહી છે. શહેરની સફાઈ, સ્માર્ટ સિટી અને વિકાસના દાવાઓ વચ્ચે બ્રિજોની સ્થિતિ ગંભીર ચિંતા ઊભી કરે છે.
અમદાવાદમાં સુભાષ બ્રિજ જોખમી હાલતમાં હોવાને કારણે તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ TV9ના રિયાલિટી ચેક પછી શહેરના અનેક બ્રિજો પરની હકિકત ચોંકાવનારી બહાર આવી રહી છે. શહેરની સફાઈ, સ્માર્ટ સિટી અને વિકાસના દાવાઓ વચ્ચે બ્રિજોની સ્થિતિ ગંભીર ચિંતા ઊભી કરે છે.
જમાલપુરના સરદાર બ્રિજમાં મોટા ગાબડાં, તંત્ર મૌન
જમાલપુરના સરદાર બ્રિજના જોઈન્ટ્સમાં મોટા ગાબડાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. જનતા માટે જોખમ સર્જતા આ તિરાડો તંત્રની નજરે કેમ નથી આવતી? શહેરવાસીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આવા જોખમી બ્રિજ પર ટ્રાફિક કેવી રીતે મંજૂર છે?
કેડિલા બ્રિજમાં પણ ચીંધાઓ: નીચે રેલવે પાટા દેખાઈ ગયા
કેડિલા બ્રિજને જોડતા સ્પાનમાં એવી મોટી ફાંટ દેખાઈ રહી છે કે સીધા નીચે રેલવેના પાટા નજરે પડે છે. છતાં તંત્ર “કાળા ચશ્મા” પહેર્યું હોય તેમ મૌન છે અને સ્થિતિને ગંભીરતાથી ન લેવાની ફરિયાદો વધી રહી છે.
ગાંધી બ્રિજનું સમારકામ ચાલુ
ગાંધી બ્રિજ પર છેલ્લા એક મહિનાથી સમારકામ ચાલી રહ્યું છે. પરંતુ સમારકામ કેટલું ટકાઉ હશે અને કેટલો સમય ટકી શકશે—તે પ્રશ્નો જનતાને સતાવી રહ્યા છે. અગાઉના સમારકામની ગુણવત્તા પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા.
ગુરુજી બ્રિજમાં સળિયા બહાર, તાત્કાલિક થીગડાં લગાવાયા
ગુરુજી બ્રિજમાં ખુલ્લા સળિયા અને તિરાડો દેખાતા તંત્રે તરતજ બચાવરૂપ કામ કરી થીગડાં મારવાનું શરૂ કર્યું છે. પરંતુ લાંબા ગાળાનું સમાધાન ક્યારે થશે તે સ્પષ્ટ નથી.
ઇન્સ્પેક્શન રિપોર્ટ 5 મહિના પહેલાં આવ્યો, તો પગલાં કેમ નહીં?
સૌથી મોટો સવાલ એ છે કે શહેરના તમામ બ્રિજનો ઈન્સ્પેક્શન રિપોર્ટ પાંચ માસ પહેલાં જ તંત્રને મળી ગયો હતો. છતાં સમયસર પગલાં લેવામાં આવ્યા કેમ નહીં? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે?
અમદાવાદના બ્રિજોની ખરાબ સ્થિતિ શહેરના સુરક્ષાને સીધો ખતરો છે. હવે જ્યારે હકિકત ખુલ્લી પડી છે, ત્યારે તંત્ર જવાબદાર પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

