Breaking News : સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 યુવકનું ઘટનાસ્થળે મોત, જુઓ Video
સુરેન્દ્રનગર ખાતે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાટડીના નાવયાણી ગામ પાસે ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. નાવયાણી ગામના બોર્ડ પાસે ટેલર ચાલકે બાઈને અડફેટે લીધી હતી. જેમાં 3 યુવકના ઘટનાસ્થળે જ મોત થયા છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાટડીના નાવયાણી ગામ પાસે ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. નાવયાણી ગામના બોર્ડ પાસે ટેલર ચાલકે બાઈને અડફેટે લીધી હતી. જેમાં 3 યુવકના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત સર્જીને ટેલર ચાલક ફરાર થઈ ગયો હતો. મૃત યુવકો એરવાડા ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
3 યુવકના ઘટના સ્થળે મોત
ઉલ્લેખનીય છે કે પાટડીના નાવયાણી ગામે ભયાનક અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ 3 યુવકનો મોત નિપજ્યાં હતા.
