અરૂણાચલના આ યુવકને ગુજરાતી ગીત ગાતો જોઈને તમે પણ બોલી ઉઠશો.. વાહ!- જુઓ Video
કહેવાય છે કે સંગીતને કોઈ સીમાડા નથી નડતા. કોઈ સરહદ સંગીત માટે બની નથી અને આ જ વાતને સાર્થક કરી રહ્યો છે અરૂણાચલનો આ યુવક. જેની માતૃભાષા ગુજરાતી નથી છતા તે બહુ સુંદર રીતે આ ગુજરાતી ગીત ગાઈ રહ્યો છે. આ સાંભળીને તમને પણ બે ઘડી આનંદની લાગણી થયા વિના નહીં રહે.

સંગીતની કોઈ ભાષા નથી હોતી અને કોઈ સીમાડા નથી હોતા. ગમે તે પ્રદેશનુ સંગીત કેમ ન હોય. જો એ મધુર સૂરો સાથે રેલાઈ રહ્યુ હોય તો કોઈપણ તેનાથી મોહિત થયા વિના રહી નથી શક્તુ. ગુજરાતી સુગમ સંગીતની પણ આ તાકાત છે. અરૂણાચલનો આ યુવક ગુજરાતી ગીત ગાઈ રહ્યો છે. ભલે તેના ઉચ્ચાર સ્પષ્ટ નથી થઈ રહ્યા પરંતુ તે સૂર બરાબર પકડી રહ્યો છે. ‘ગુજરાતી ગીત નાકે પહેરી નથડી તમે બહુ નમણા લાગો છે.’
અરૂણાચલનો આ યુવક આ ગીત તેના મૂળ સ્વરૂપે જ ગાવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેમા ઘણા ખરા અંશે તે સફળ પણ થયો છે. બસ ગુજરાતી તેની માતૃભાષા નથી એટલે ઉચ્ચાર થોડા સ્પષ્ટ નથી આવ્યા. જો કે આ યુવકના મુખેથી આ ગીત સાંભળવુ પણ એટલુ જ આનંદદાયક છે. માતૃભાષા ગુજરાતી ન હોવા છતા કોઈ બીજી ભાષાનું ગીત આટલી સરસ રીતે ગાવુ તે પણ તેની એક સિધ્ધિ જ કહી શકાય… ખરુને?
જુઓ વીડિયો
This boy from Arunachal Pradesh is singing Gujarati songs, and we didn’t force him to speak Gujarati. pic.twitter.com/OEtQ9svxbg
— Gujarat Plus (@gujarat_plus_) December 7, 2025