જાણો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં EMERGENCY જાહેર કરવા માટે કેમ મજબૂર થવું પડ્યું ? અમેરિકામાં આ અગાઉ 31 વાર જાહેર થઈ ચુકી છે ઇમર્જન્સી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાને લઈને ચાલતા ગતિરોધ વચ્ચે આખા દેશમાં ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકન સંસદમાં કૉંગ્રેસ આ દિવાલ બનાવવાનો વિરોધ કરી રહી હતી. હવે ઇમર્જન્સીની જાહેરાત બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવા માટે ફંડ મંજૂર કરી શકે છે. Web Stories View more સુરતમાં નવરાત્રીના છેલ્લા […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાને લઈને ચાલતા ગતિરોધ વચ્ચે આખા દેશમાં ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે.
અમેરિકન સંસદમાં કૉંગ્રેસ આ દિવાલ બનાવવાનો વિરોધ કરી રહી હતી. હવે ઇમર્જન્સીની જાહેરાત બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવા માટે ફંડ મંજૂર કરી શકે છે.
અમેરિકામાં સંસદ જ તમામ પ્રકારના સરકારી ખર્ચાઓ માટે નાણાકીય પ્રસ્તાવોને મંજૂરી આપે છે. અમેરિકન સંસદ અમેરિકા-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાનો વિરોધ કરી રહી છે. તેથી ટ્રમ્પ અને સંસદ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. ટ્રમ્પે રોઝ ગાર્ડનથી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય સલામતી અને માનવીય સંકટને જોતા રાષ્ટ્રીય ઇમર્જન્સીની જાહેરાત કરી છે.
President @realDonaldTrump signs the Declaration for a National Emergency to address the national security and humanitarian crisis at the Southern Border. pic.twitter.com/0bUhudtwvS
— Stephanie Grisham (@PressSec) February 15, 2019
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘હું રાષ્ટ્રીય આપાતકાલ પર સહી કરવા જઈ રહ્યો છું. મેક્સિો સાથે અમેરિકા સરહદ પર ડ્રગ્સ, ગૅંગ, માનવ દાણચોરી અને પ્રવાસીઓના આક્રમણો રોકવા માટે આ દિવાલ બહુ જરૂરી છે. અમે પોતાની દક્ષિણી સરહદ પર રાષ્ટ્રીય સલામતી સંકટનો સામનો કરવા જઈ રહ્યા છીએ. તેથી અમે રાષ્ટ્રીય આપાતકાલની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. અમારે આ કરવું પડશે.’
President Trump Speaks on the National Security & Humanitarian Crisis on Our Southern Border https://t.co/FqdfFORbv5
— The White House (@WhiteHouse) February 15, 2019
નોંધનીય છે કે લગભગ 200 માઇલ લાંબી આ દિવાલના નિર્માણ માટે ટ્રમ્પે સંસદ પાસેથી 5 બિલિયન ડૉલરની મદદ માંગી હતી. સંસદ પાસેથી તેમને માત્ર 1.3 બિલિયન ડૉલરની રકમ જ મળી કે જેનાથી ટ્રમ્પ નાખુશ હતાં. ઇમર્જન્સીની જાહેરાત બાદ ટ્રમ્પે શુક્રવારે કહ્યું, ‘મારે આમ કરવાની જરૂર નહોતી, પણ હું આને બહુ ઝડપથી કરી રહ્યો છું.’
અમેરિકામાં 1976નો એક કાયદો રાષ્ટ્રપતિને નેશનલ ઇમર્જન્સી જાહેર કરવાનો અધિકાર આપે છે. અમેરિકામાં અગાઉ પણ આવી ઇમર્જન્સીઓ જાહેર થઈ ચુકી છે. 2009માં સ્વાઇન ફ્લૂના પ્રકોપ દરમિયાન બરાક ઓબામા અને 9/11ના હુમલા બાદ જ્યૉર્જ ડબ્લ્યુ બુશે ઇમર્જન્સી જાહેર કરી હતી. અત્યાર સુધી અમેરિકામાં 31મી વખત રાષ્ટ્રીય ઇમર્જન્સી જાહેર થઈ ચુકી છે.
[yop_poll id=1467]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]