અમેરિકી પ્રતિનિધિમંડળની મુલાકાથી વધ્યો ખતરો, ચીનની નવી કવાયત, તાઈવાન પાસે 30 ડ્રેગન એરક્રાફ્ટ દેખાયા
ચીન અને તાઈવાન વચ્ચે તણાવ અટકવાના બદલે વધી રહ્યો છે. આ દરમિયાન પાંચ અમેરિકન ધારાશાસ્ત્રીઓનું એક પ્રતિનિધિમંડળ તાઈવાન પહોંચી ગયું છે. અમેરિકી પ્રતિનિધિમંડળે તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી છે.
ચીન અને તાઈવાન વચ્ચે તણાવ અટકવાના બદલે વધી રહ્યો છે. આ દરમિયાન પાંચ અમેરિકન ધારાશાસ્ત્રીઓનું એક પ્રતિનિધિમંડળ તાઈવાન પહોંચી ગયું છે. અમેરિકી પ્રતિનિધિમંડળે તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી છે. આ પછી ચીન વધુ ગુસ્સે થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીન અમેરિકન ડેલિગેશન પર પ્રતિબંધ લાદી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચીન પહેલાથી જ તાઈવાનથી નારાજ છે. જ્યારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી ત્યારે આ આક્રોશ વધી ગયો. બરાબર તેના પાંચ અમેરિકન ધારાશાસ્ત્રીઓનું એક પ્રતિનિધિમંડળ પણ તાઈવાન પહોંચ્યું. આનાથી ચીન તાઈવાનથી નારાજ છે.
મહત્વનું છે કે, પેલોસી તાઇવાન પહોંચ્યા પછી, ચીને સૈન્ય અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ચીને તેના ઘણા શસ્ત્રો તાઈવાન સરહદની આસપાસ તૈનાત કર્યા હતા. યુદ્ધનો ભય વધી ગયો હતો. જોકે તે હજુ પણ રહે છે. આ દરમિયાન ચીને ફરી તાઈવાનની આસપાસ યુદ્ધ કવાયત શરૂ કરી છે. 30 ફાઈટર જેટ તાઈવાન બોર્ડર પાસે અવર જવર કરી રહ્યાં છે.
ચીને વધુ લશ્કરી કવાયતની જાહેરાત કરી છે
સોમવારે તાઇવાનના રાષ્ટ્રપતિ નવા યુએસ પ્રતિનિધિમંડળને મળ્યા બાદ ચીને તાઇવાનની આસપાસ વધુ સૈન્ય અભ્યાસની જાહેરાત કરી હતી. યુએસ પ્રતિનિધિમંડળની મુલાકાત તાઈવાન પ્રત્યે યુએસ સાંસદોની મજબૂત એકતા દર્શાવે છે. આ પ્રતિનિધિમંડળની મુલાકાત પહેલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી હતી. આનાથી નારાજ થઈને ચીને તાઈવાનની આસપાસના વિસ્તારમાં ઘણા દિવસો સુધી સૈન્ય અભ્યાસ કર્યો. સંરક્ષણ મંત્રાલય અને તેની પૂર્વીય થિયેટર કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીપલ્સ લિબરેશન આર્મીએ સોમવારે તાઈવાનની આસપાસ સમુદ્ર અને આકાશમાં વધારાની સંયુક્ત કવાયતની જાહેરાત કરી હતી.
ચીન તાઈવાનને પોતાનો વિસ્તાર માને છે
તમને જણાવી દઈએ કે ચીન તાઈવાનને પોતાનો વિસ્તાર માને છે. તે જ સમયે, તે લાંબા સમયથી કહેતું આવ્યું છે કે, જો જરૂર પડશે તો તે તાઇવાનને તેની મુખ્ય ભૂમિ સાથે બળજબરીથી જોડી શકે છે. તેઓ વિદેશી અધિકારીઓની તાઈવાન મુલાકાતનો વિરોધ કરતા રહ્યા છે. પેલોસીની મુલાકાતથી ચીન ખૂબ નારાજ હતું, પરંતુ અમેરિકી પ્રતિનિધિમંડળ તાઈવાન પહોંચીને ચીનનો પારો વધુ ઊંચક્યો હતો. તમને જણાવી દઈએ કે લગભગ 25 વર્ષ બાદ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના વર્તમાન સ્પીકર દ્વારા તાઈવાનની આ પહેલી મુલાકાત હતી.