New York Subway Shooting Video: ન્યૂયોર્ક હુમલાની ઘટનાનો સામે વીડિયો આવ્યો, મેટ્રોની અંદરથી દેખાયો એક શંકાસ્પદ
New York Brooklyn Subway Shooting: આ ભયાનક ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો અરાજકતામાં મેટ્રોમાંથી ભાગતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ્રોના દરવાજા ખુલતાની સાથે જ લોકો દોડવા લાગ્યા હતા.
અમેરિકા (US) માં, ન્યુયોર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર એક શંકાસ્પદ વ્યક્તિએ ગોળીબાર (New York Brooklyn Subway Shooting) કર્યો, જેમાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટનાને આતંકવાદી કાવતરું કહેવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. ન્યૂયોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સનસેટ પાર્ક નજીક આવેલા ’36 સ્ટ્રીટ સ્ટેશન’માંથી ધુમાડો નીકળતો હોવાની અગ્નિશામકોને જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે અનેક લોકોને ગોળી મારવામાં આવી હતી. એટલું જ નહીં ઘટનાસ્થળેથી વિસ્ફોટકો પણ મળી આવ્યા છે.
अमेरिका में न्यूयॉर्क के ब्रुकलिन मेट्रो स्टेशन पर एक संदिग्ध ने अंधाधुंध फायरिंग कर दी, जिसमें कम से कम 15 लोगों के घायल होने की खबर सामने आई है.#Brooklyn #NewYork pic.twitter.com/Jn2HWTJxGp
— Garima Tiwari (@Garima18897) April 12, 2022