Pakistan: ભારતમાં શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાને શરૂ કર્યું દુષ્પ્રચાર અભિયાન, ટ્વીટર દ્વારા ફેલાઈ રહી છે માહિતી
Pakistan Disinformation Campaign: પાકિસ્તાને ભારતનો માહોલ ખરાબ કરવા માટે ટ્વીટ દ્વારા ખોટી માહિતી ફેલાવાનું શરૂ કર્યું છે. તેના માટે વિવિધ હેશટૅકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાને ભારતમાં શાંતિને ખલેલ પહોંચાડવા માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. અહીં તમામ હેશટેગનો ઉપયોગ કરીને ટ્વિટર પર હજારો ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. જેથી ભારતમાં રહેતા લોકોને ઉશ્કેરીને અહીંનું વાતાવરણ બગાડી શકાય. આવી મોટાભાગની ટ્વીટ પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) થી આવી રહી છે, જેનો હેતુ ભારતમાં શાંતિ ભંગ કરવાનો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ડિસઈન્ફોર્મેશન અભિયાન (Disinformation Campaign) હેઠળ નકલી માહિતી ફેલાવવામાં આવી રહી છે. પાકિસ્તાનીઓ આમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.
પાકિસ્તાન જેનું પોતાનું ઘર રાજકીય અશાંતિ અને હિંસાથી બળી રહ્યું છે, તે ભારત વિરુદ્ધ આવા અભિયાનો ચલાવીને તેના નાગરિકોનું ધ્યાન ભટકાવા માંગે છે, જેથી તેઓ ગેરશાસન અંગે પ્રશ્નો ન પૂછી શકે. પાકિસ્તાન મુસ્લિમો પર અત્યાચારનો આરોપ લગાવીને અન્ય દેશોની નિંદા કરવામાં ક્યારેય ડરતું નથી, પરંતુ ચીનના શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમો પરના અત્યાચાર પર બોલતા હંમેશા ડરે છે. તે ભારત પર મુસ્લિમોને હેરાન કરવાનો આરોપ લગાવે છે પરંતુ પોતાના જ દેશના લઘુમતીઓ પર તમામ પ્રકારના અત્યાચાર કરે છે.
લઘુમતીઓ પર અત્યાચાર ચાલુ છે
પાકિસ્તાનમાં હિંદુ, ખ્રિસ્તી, અહમદિયા અને શિયા જેવા લઘુમતી સમુદાયો પર સતત અત્યાચાર થઈ રહ્યો છે. તેમના પર હુમલા વધી રહ્યા છે. આ બહુમતી ધરાવતા દેશની વસ્તીના 15 થી 20 ટકા શિયા સમુદાયના લોકો સામે ધરપકડના કેસમાં વધારો થયો છે. પાકિસ્તાની લઘુમતીઓ માટે બ્રિટનના ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) એ દેશના લઘુમતીઓના માનવાધિકારોના ઉલ્લંઘન માટે પાકિસ્તાનની ટીકા કરી છે. 67 પાનાના રિપોર્ટમાં પાકિસ્તાનની માનવાધિકારની સ્થિતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરૂણાંતિકા ગણાવી છે. પાકિસ્તાનમાં દરરોજ લઘુમતીઓ પર દરેક રીતે અત્યાચાર થઈ રહ્યા છે.
યુવતીઓના અપહરણની ઘટનાઓ ચાલુ છે
પાકિસ્તાનને ભારતથી અલગ થયાને 70 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આમ છતાં લઘુમતી સમુદાયની છોકરીઓનું અપહરણ થઈ રહ્યું છે. તેમને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરીને તેમના લગ્ન મુસ્લિમ છોકરાઓ સાથે કરાવવામાં આવે છે. અહીં એવા લોકો પણ સજામાંથી બચી ગયા છે, જેમણે લઘુમતીઓ વિરુદ્ધ ગુના કર્યા છે. આ જ કારણ છે કે દુનિયાભરના નિષ્ણાતો પાકિસ્તાનને મહિલાઓ માટે અસુરક્ષિત દેશ કહે છે. હ્યુમન રાઈટ્સ વોચનું પણ કહેવું છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ હિંસા, ભેદભાવ અને અત્યાચારનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Bihar: મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં મોટી ચૂક, માત્ર 15થી 18 મીટરના અંતરે થયો વિસ્ફોટ