AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મિડટર્મ ચૂંટણી પહેલાં અમેરિકાના ઈરાન પર હુમલો, કેશમ ટાપુ પર ડ્રોન એટેક, તેહરાને પણ વળતો પ્રહાર કરવાનો કર્યો દાવો

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના કેશમ ટાપુ પર જોરદાર બોમ્બમારો કરાવ્યો હોવાના અહેવાલ છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેશમ ટાપુને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે.

Breaking News : મિડટર્મ ચૂંટણી પહેલાં અમેરિકાના ઈરાન પર હુમલો, કેશમ ટાપુ પર ડ્રોન એટેક, તેહરાને પણ વળતો પ્રહાર કરવાનો કર્યો દાવો
US Iran Drone AttackImage Credit source: AI Generated
| Updated on: Nov 03, 2026 | 9:00 AM
Share

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના કેશમ ટાપુ પર જોરદાર બોમ્બમારો કરાવ્યો હોવાના અહેવાલ છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેશમ ટાપુને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાના આ હુમલાના જવાબમાં ઈરાની સુરક્ષા દળોએ પણ વળતો પ્રહાર કરવાનો દાવો કર્યો છે. અમેરિકાના હુમલા અંગે ઈરાનની સમાચાર એજન્સી IRNA એ માહિતી આપી છે કે ઈરાનના કેશમ ટાપુ પર અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.

શું ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહી છે મોટી રણનીતિ?

સૂત્રો અનુસાર, દાવો કરવામાં આવ્યો હતો કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈરાન પર વધુ એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. એક મીડિયા અનુસાર, જો ઈરાન સાથે ફરી એકવાર સંપૂર્ણ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો નેતન્યાહૂને ઈઝરાયેલમાં ઇમરજન્સી સરકાર બનાવવામાં મદદ મળી શકે છે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મિડટર્મ ચૂંટણીમાં રાજકીય ફાયદો થઈ શકે છે.

અમેરિકામાં આજે મિડટર્મ ચૂંટણી યોજાવાની છે. ભારતીય સમય અનુસાર આજે સાંજે 4:30 વાગ્યાથી મતદાન શરૂ થશે. ટ્રમ્પ સામે અમેરિકી સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પોતાની પાર્ટીની બહુમતી જાળવી રાખવાનો મોટો પડકાર છે. ચૂંટણી પહેલાં જ તેણે ઈરાન પર બોમ્બમારો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ટ્રમ્પ અગાઉ પણ ઈરાન પર મોટા હુમલા કરવાની ધમકીઓ આપતો રહ્યો છે.

અમેરિકાના 2 ડ્રોન તોડી પાડ્યાનો ઈરાનનો દાવો

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ મોટો દાવો કર્યો છે. IRGC ના જણાવ્યા અનુસાર, ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કેશમ ટાપુની દક્ષિણે અમેરિકાના 2 ડ્રોન તોડી પાડ્યા છે. IRGC ની એરોસ્પેસ ફોર્સે આ બંને MQM-170 ડ્રોનને નિશાન બનાવવા માટે ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આ સાથે ઈરાની દળો દ્વારા અત્યાર સુધીમાં આ પ્રકારનાં કુલ ચાર ડ્રોન પકડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

નોંધ: આ તમામ વિગતો ઈરાની સુરક્ષા દળોના દાવા પર આધારિત છે, તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો, Breaking News : મુંબઈથી 3,000 KM દૂર દરિયામાં ભારતીય નૌકાદળની સર્જિકલ સ્ટ્રાઈક! સોમાલિયાના લૂંટારાઓ પાસેથી ઈરાની જહાજના 20 ક્રૂ સભ્યોને છોડાવ્યા!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">