Breaking News : પાકિસ્તાને કરાવ્યુ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ? જાણો અશાંતિ જનક કેવી રીતે શાંતિદૂત બન્યુ
અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવાતા પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પહેલને પગલે, ડોનાલ્ડ ટ્રમ્પે હુમલો મુલતવી રાખ્યો છે અને બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

અશાંતિ ભડકાવનાર પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પહેલને પગલે, ડોનાલ્ડ ટ્રમ્પે હુમલો મુલતવી રાખ્યો છે અને બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આખરે આ અશાંતિ ભડકાવનાર પાકિસ્તાન શાંતિદૂત કેવી રીતે બન્યુ તે એક સવાલ છે.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવી મધ્યસ્થ
વૈશ્વિક રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે, પાકિસ્તાન હવે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં એક મુખ્ય મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. લાંબા સમયથી પ્રાદેશિક અશાંતિ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના આરોપોનો સામનો કરતું પાકિસ્તાન, હાલની પરિસ્થિતિમાં શાંતિના પ્રયત્નોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.
ઈરાનને “સંપૂર્ણ રીતે નષ્ટ કરવાની” ધમકી આપી હતી
તાજેતરમાં અમેરિકા તરફથી ઈરાન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાનને “સંપૂર્ણ રીતે નષ્ટ કરવાની” ધમકી આપી હતી અને સૈન્ય કાર્યવાહી માટે સમયમર્યાદા પણ નક્કી કરી હતી. આવી તણાવભરી પરિસ્થિતિમાં પાકિસ્તાનના વડા પ્રધાન Shehbaz Sharif અને સૈન્ય પ્રમુખ Asim Munirએ તાત્કાલિક રાજનૈતિક પ્રયત્નો શરૂ કર્યા. તેમના સતત સંવાદ અને દબાણના પરિણામે, સમયમર્યાદા પૂરી થવા પહેલા જ અમેરિકાએ હુમલો મુલતવી રાખવાનો નિર્ણય કર્યો.
With the greatest humility, I am pleased to announce that the Islamic Republic of Iran and the United States of America, along with their allies, have agreed to an immediate ceasefire everywhere including Lebanon and elsewhere, EFFECTIVE IMMEDIATELY. I warmly welcome the…
— Shehbaz Sharif (@CMShehbaz) April 7, 2026
બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત
આ સાથે જ અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી. આ નિર્ણયને બંને દેશો અલગ-અલગ રીતે જોઈ રહ્યા છે—ઈરાન તેને પોતાની રાજનૈતિક જીત ગણાવી રહ્યું છે, જ્યારે અમેરિકા તેને શાંતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું કહી રહ્યું છે.
યુદ્ધવિરામ માટે ઈરાને કેટલીક કડક શરતો મૂકી છે. તેમાં હોર્મુઝની ખાડી પર નિયંત્રણ, આર્થિક પ્રતિબંધો હટાવવાની માંગ, યુરેનિયમ સંવર્ધનની મંજૂરી, અમેરિકન સૈનિકોની પાછી ખેંચણી અને હિઝબુલ્લાહ સામેની કાર્યવાહી પર રોક જેવી બાબતોનો સમાવેશ થાય છે
આ પણ વાંચો-Breaking news: ઈરાન યુદ્ધ બંધ, અમેરિકા 2 અઠવાડિયાના યુદ્ધવિરામ માટે તૈયાર, ટ્રમ્પે સમયમર્યાદાના 2 કલાક પહેલા જાહેરાત કરી
