AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાને શું સેરિના હોટલનો બિલ ચૂકવ્યુ નથી? US- Iran સાથેની પીસ ટોક પૂર્ણ થઈ, પણ વિવાદ યથાવત

ઇસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો બાદ સેરિના હોટલના બિલ મુદ્દે વિવાદ ઊભો થયો છે, જેમાં બિલ માફ કરાયું હોવાના દાવાઓ ચર્ચામાં છે.

પાકિસ્તાને શું સેરિના હોટલનો બિલ ચૂકવ્યુ નથી? US- Iran સાથેની પીસ ટોક પૂર્ણ થઈ, પણ વિવાદ યથાવત
Breaking News Pakistan Fail to Pay the Serena Hotel Bill Iran US Talks Conclude But Dispute PersistsImage Credit source: Social Media
| Updated on: Apr 15, 2026 | 8:41 AM
Share

ઈરાન અમેરિકા વચ્ચેની શાંતિ વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ વિવાદ હજુ યથાવત છે. ‘ઈસ્લામાબાદ ટોક્સ’ અંગે ચર્ચાઓ હજુ પણ ચાલુ છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષ અને વિનાશને રોકવાના પ્રયાસરૂપે પાકિસ્તાને મોટા ઉપડે ચર્ચા માટે મહત્વપૂર્ણ મંચ તૈયાર કર્યો હતો. તેની રાજધાની ઈસ્લામાબાદમાં 11 એપ્રિલે અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જે નિષ્ફળ ગઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પાકિસ્તાન ફરી એક વાર શંકાના દાયરામાં આવી ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે.

હોટલના બિલ પર ઉઠયા સવાલો

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આવેલી જે હોટલમાં ઈરાન શાંતિ વાટાઘાટો યોજાઈ હતી, તે હોટલનો બિલ શું થયું? આ સવાલ હવે મહત્વપૂર્ણ બની ગયો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક અહેવાલો મુજબ, આ હોટલનો બિલ પાકિસ્તાન સરકારે ચૂકવ્યો નથી. ચર્ચાઓ મુજબ, હોટલના માલિકે 5 દિવસનું સંપૂર્ણ ભાડું માફ કરી દીધું અને સરકાર પાસેથી કોઈ રકમ લીધી નથી.

પાકિસ્તાનના પત્રકાર હમીદ મીરએ પણ પોતાના શોમાં દાવો કર્યો છે કે જ્યાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ રોકાયા હતા, તે હોટલના માલિકે 5 દિવસનો કરોડો રૂપિયાનો બિલ લીધો નથી.

સેરેના હોટલનું બિલ કેમ ચર્ચામાં છે?

સેરેના હોટલ ઇસ્લામાબાદ એક લક્ઝરી 5-સ્ટાર હોટલ છે, જે ડિપ્લોમેટિક એન્ક્લેવ નજીક આવેલું છે. આ હોટલ ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે અને મોટા સ્તરની રાજદ્વારી બેઠકો, કોન્ફરન્સ અને વિદેશી મહેમાનો માટે પસંદ કરવામાં આવે છે. અહીં લગભગ 387 રૂમ, ગ્રાન્ડ બૉલરૂમ, અનેક રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ, ગાર્ડન અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોટલનું માલિકી હક આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક પાસે છે.

ઈસ્લામાબાદ ટોક્સ ભલે પૂર્ણ થઈ ગઈ હોય, પરંતુ તેના જોડાયેલા વિવાદો હજુ સમાપ્ત થયા નથી. હોટલના બિલને લઈને પણ વિવાદ ઉભો થયો છે. કેટલાક દાવાઓ મુજબ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કએ આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો હતો. પરંતુ પ્રિન્સ રહીમ ખાનના નજીકના સૂત્રોએ ‘બ્લૂમ પાકિસ્તાન’ નામની વેબસાઈટને જણાવ્યું કે આ દાવાઓની પુષ્ટિ થઈ શકી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉપલબ્ધ માહિતીના આધારે એવું લાગતું નથી કે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક આ ખર્ચ ઉઠાવ્યો હતો. બીજી તરફ, જિયો ટીવી પરના એક ટોક શોમાં હમીદ મીર દ્વારા જણાવાયું કે હોટલના માલિકે બિલ માફ કરી દીધું હતું અને સરકાર પાસેથી કોઈ પૈસા લીધા નહોતા.

સેરિના હોટલના મેનેજમેન્ટ અનુસાર, હોટલના માલિકે શાંતિ વાટાઘાટો માટે આવેલા પ્રતિનિધિમંડળને રહેવા અને ભોજનની સુવિધા મફતમાં આપવાની ઓફર કરી હતી, જેને સરકારે સ્વીકારી હતી. એવું પણ કહેવામાં આવ્યું કે પ્રિન્સ રહીમ આગા ખાને વિશ્વ શાંતિ માટે આ કાર્યક્રમની સંપૂર્ણ મફત હોસ્ટિંગ કરી હતી.

Breaking News Pakistan Fail to Pay the Serena Hotel Bill Iran US Talks Conclude But Dispute Persists

Pakistan Fail to Pay the Serena Hotel Bill Iran US Talks Conclude, Pakistani Media Claims (Sources: Bloom Pakistan’s X )

સેરિના હોટલ જ કેમ?

અહેવાલ મુજબ, આ હોટલ લગભગ 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં 400થી વધુ રૂમ, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ રૂમ અને ઓફિસ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. આ હોટલમાં એક સાથે હજારો મહેમાનો રહી શકે છે, જેના કારણે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ માટે તે યોગ્ય સ્થળ હતું.

પાકિસ્તાને આ ઈરાન-અમેરિકા શાંતિ વાટાઘાટોની યજમાની કરી હતી, જે આ જ હોટલમાં યોજાઈ હતી. સુરક્ષાના કારણોસર સરકારે આખી હોટલ પોતાના કબજામાં લઈ લીધી હતી. હોટલ મેનેજમેન્ટે 8 એપ્રિલ 2026ના રોજ નોટિસ આપી જણાવ્યું હતું કે 5 દિવસ માટે હોટલ સંપૂર્ણ રીતે બુક રહેશે.

આ વાટાઘાટો મુખ્યત્વે 11 અને 12 એપ્રિલે યોજાઈ હતી અને કુલ 21 કલાક સુધી ચાલી હતી.

15 એપ્રિલના મહત્વના સમાચાર : રાજ્યમાં ગરમી સાથે પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલની આગાહી, 20થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો થવાની આગાહી

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">