AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australia: BAPS સ્વામીનારાયણ મંદિર પર ખાલિસ્તાની સર્મથકોએ કર્યો હુમલો, મંદિરની દિવાલ પર લખ્યા ભારત વિરોધી નારા

BAPS Swaminarayan Mandir in Melbourne: મંદિરની દિવાલ પર હુમલાખોરોએ ભારત વિરોધી નારા પણ લખ્યા. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર શહીદ લખીને આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલાના વખાણ કર્યા.

Australia: BAPS સ્વામીનારાયણ મંદિર પર ખાલિસ્તાની સર્મથકોએ કર્યો હુમલો, મંદિરની દિવાલ પર લખ્યા ભારત વિરોધી નારા
BAPS Temple in melbourneImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 7:25 PM
Share

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં BAPS મંદિર પર હુમલો કરવામાં આવ્યો. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરમાં તોડફોડ કરી અને દિવાલો પર ભારત વિરોધી નારા પણ લખ્યા. મીડિયા રિપોર્ટસ મુજબ ખાલિસ્તાન સમર્થકોએ 12 જાન્યુઆરીએ સવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના ઉત્તરીય ઉપનગરના મિલ પાર્ક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો હતો. આ લોકોએ મંદિરમાં પણ તોડફોડ કરી.

મંદિરની દિવાલ પર લખ્યા ભારત વિરોધી નારા

મંદિરની દિવાલ પર હુમલાખોરોએ ભારત વિરોધી નારા પણ લખ્યા. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર શહીદ લખીને આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલાના વખાણ કર્યા. આ ઘટનાને લઈ ઓસ્ટ્રેલિયામાં રહેલા હિન્દુઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે BAPSએ હુમલાને વખોળી કાઢ્યો છે. BAPSએ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ) એક નિવેદનમાં કહ્યું કે તે ક્રુરતા અને નફરતના આ કૃત્યોથી દુ:ખી અને સ્તબ્ધ છે. નિવેદનમાં શાંતિ માટે પ્રાર્થના કરવાનો પણ આહ્વાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સાઉદીએ બનાવ્યો અદ્ભુત બિઝનેસ પ્લાન, Makkah-Madinahથી ખુશ થઈ જશે દુનિયાના મુસ્લિમો

ઓસ્ટ્રેલિયા સરકારની સામે અવાજ ઉઠાવવામાં આવશે

આ ઘટનાને લઈ હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ મકરંદ ભાગવતે કહ્યું કે ધાર્મિક સ્થળોની વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની નફરત અને તોડ-ફોડ સ્વીકારવા લાયક નથી. તેમને તેની નિંદા કરતા કહ્યું કે આ પ્રકારની ગતિવિધિ ધાર્મિક સહિષ્ણુતા કાયદાનું ઉલ્લંઘન છે. તેમને સરકાર અને પોલીસને આરોપીઓની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમને કહ્યું કે તે આ મામલે ઓસ્ટ્રેલિયા સરકારની સામે અવાજ ઉઠાવશે. હિન્દુઓના જીવને જોખમ ખુબ જ ગંભીર મામલો છે, કારણ કે આ ખાલિસ્તાન સમર્થકોથી દેશ ડરે છે.

ઉત્તરીય મહાનગરીય વિસ્તારના લિબરલ સાંસદ સભ્ય ઈવાન મુલહોલેન્ડે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના શાંતિપૂર્ણ હિન્દુ સમુદાયના માટે નાપાક હરકત ખુબ જ દુખદ છે. આ પ્રકારની ધાર્મિક નફરતનું અહીં કોઈ સ્થાન નથી. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ સમુદાયના નેતા BAPS સ્વામીનારાયણ મંદિર સંપ્રદાયની સાથે ઉભા છે અને મંદિર પર થયેલા હુમલાની નિંદા કરે છે. આવી પ્રવૃત્તિ વિક્ટોરિયાના ધાર્મિક સહિષ્ણુતા અધિનિયમનું ઉલ્લંઘન છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">