સાઉદીએ બનાવ્યો અદ્ભુત બિઝનેસ પ્લાન, Makkah-Madinahથી ખુશ થઈ જશે દુનિયાના મુસ્લિમો
સાઉદી અરેબિયાએ એક આકર્ષક બિઝનેસ પ્લાન બનાવ્યો છે. તેનાથી વિશ્વભરના મુસ્લિમો સુધી સાઉદી અરેબિયાના ઉત્પાદનોની પહોંચ વધશે. આ સાથે જ મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા-મદીના (Makkah-Madinah)ને પણ નવી ઓળખ મળશે.
સાઉદી અરેબિયાએ એક આકર્ષક બિઝનેસ પ્લાન બનાવ્યો છે. તેનાથી વિશ્વભરના મુસ્લિમો સુધી સાઉદી અરેબિયાના ઉત્પાદનોની પહોંચ વધશે. આ સાથે જ મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા-મદીના (Makkah-Madinah)ને પણ નવી ઓળખ મળશે. વિશ્વભરના મુસ્લિમોના પવિત્ર સ્થાન મક્કા અને મદીનાને સાઉદી અરેબિયા નવી ઓળખાણ આપવા જઈ રહ્યું છે. આ બિઝનેસ પ્લાનથી સાઉદી અરેબિયા તેના ઉત્પાદનોને વિશ્વભરના મુસ્લિમો સુધી પહોંચાડવામાં મદદ કરશે. તેનાથી તેમના વ્યવસાયમાં પણ વધારો થવાની શક્યતા છે.
વિશ્વના બે સૌથી મોટા ધાર્મિક શહેરો
વિશ્વના બે સૌથી મોટા ધાર્મિક શહેરો મક્કા અને મદીનામાં આવતા પર્યટકો અને હજ યાત્રીઓને તેમની સાથે ખાસ અનુભવ માટે સાઉદી અરેબિયાએ આ નિર્ણય લીધો છે. સાઉદી પ્રેસ એજન્સી મુજબ સ્થાનિક સરકારે મેડ ઇન મક્કા(Made in Makkah) અને મેડ ઇન મદીના(Made in Madinah) જેવી બે ઓળખ લોન્ચ કરી છે.
આ પણ વાંચો: હજ યાત્રીઓ માટે સારા સમાચાર, સાઉદી સરકારે 2023 સીઝન માટે હટાવ્યા આ પ્રતિબંધો
દુનિયામાં મક્કા-મદીનાનું સ્થાન
મક્કાના અમીર પ્રિન્સ ખાલિદ અલ ફૈઝલ અને મદીનાના અમીર પ્રિન્સ ફૈઝલ બિન સલમાને તાજેતરમાં ‘મેડ ઇન મક્કા’ અને ‘મેડ ઇન મદીના’ લૉન્ચ કરી છે. પ્રિન્સ ખાલિદ અલ ફૈઝલ બે પવિત્ર મસ્જિદોના કસ્ટોડિયનના સલાહકાર પણ છે. આ બંને ટેગ હજ એક્સ્પો 2023 દરમિયાન યોજાનારી હજ અને ઉમરાહ સેવા કોન્ફરન્સ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યા હતા.
સાઉદી અરેબિયામાં હજ અને ઉમરાહ વિભાગના મંત્રી ડો.તૌફીક અલ રબિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વના મુસ્લિમોમાં મક્કા અને મદીનાનું વિશેષ સ્થાન છે. આ પહેલથી તેમને એક ખાસ અનુભવ થશે. હવે આ બે પવિત્ર શહેરોના ઉત્પાદનો પર પણ આ વિશેષ ધ્યાન આપવામાં આવશે, જે વિશ્વના મોટાભાગના મુસ્લિમોને પસંદ આવશે.
મક્કા-મદીના સાથે મુસ્લીમોની લાગણી
આ પહેલ અંગે, સાઉદી અરેબિયાના ઉદ્યોગ અને ખનિજ સંસાધન મંત્રી બંદર અલ ખોરાયેફે જણાવ્યું હતું કે, આ ટેગ શરૂ થવાથી મક્કા અને મદીનાની મુલાકાત લેતા પ્રવાસીઓના ધાર્મિક અનુભવ સારો થશે. જ્યારે વિશ્વના ઘણા બજારોમાં સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય ઉત્પાદનો પણ પહોંચી જશે. આ બે શહેરો સાથે વિશ્વભરના મુસ્લિમોની ધાર્મિક લાગણી જોડાયેલી છે.
2021માં જ મેડ ઇન સાઉદી અરેબિયાની શરૂઆત
તેમણે કહ્યું કે હજ અને ઉમરાહ મંત્રાલયનો પ્રયત્ન ઉમરા મંત્રાલય સાથે મળીને ‘મેડ ઇન મક્કા’ અને ‘મેડ ઇન મદીના’ ઉત્પાદનોને ‘મેડ ઇન સાઉદી’ ઉત્પાદનો સાથે આગળ વધારવાનો છે. સાઉદી અરેબિયાની એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 2021માં જ ‘મેડ ઇન સાઉદી અરેબિયા’ શરૂ કરી હતી.