PSM100 : ઓસ્ટ્રેલિયામાં BAPSના રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના, પ્રસ્થાનત્રયી સહિતના હિંદુ ભાષ્યોનો મેર્લબોર્નની લાઇબ્રેરીમાં સમાવેશ

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ'ફેરેલે જણાવ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું. હું પ્રમુખસ્વામી મહારાજનો આભારી છું કારણકે આ સંસ્થા સાચા અર્થમાં અમારા દેશમાં સમાજ સેવાનું કાર્ય કરી રહી છે.

PSM100 : ઓસ્ટ્રેલિયામાં BAPSના રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના, પ્રસ્થાનત્રયી સહિતના હિંદુ ભાષ્યોનો મેર્લબોર્નની લાઇબ્રેરીમાં સમાવેશ
PSM: Asia pacific divas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 2:34 PM

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત એશિયા પેસેફિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અહીં ઓસ્ટ્રેલિયાથી વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલ, ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર અસોકા મિલિન્દા મોરાગોડા, વિક્ટોરિયા રાજ્ય સરકાર(પૂર્વ), ઓસ્ટ્રેલિયાના માનનીય ક્રેગ ઓંડાર્ચી, ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહ, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને તેમજ જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ  અવસરે ઓસ્ટ્રેલિયાનું ખાસ નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામીના નેતૃત્વમાં ભગવાન સ્વામિનારાયણ તેમજ ભારતીય સંસ્કૃતિના વિવિધ દેવી દેવતાઓ સાથેના 18 મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને આ તમામ મંદિરો દ્વારા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ઉત્કર્ષના કાર્યો થઈ રહ્યા છે. મેલબોર્નમાં પાર્લામેન્ટ ઓફ વિક્ટોરિયાની લાઇબ્રેરીમાં પ્રસ્થાનત્રયી (શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર) પર BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ લખેલાં સ્વામિનારાયણ ભાષ્યો, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે રચેલ સત્સંગદીક્ષા ગ્રંથ અને ડો. કલામ દ્વારા લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’ અર્પણ કરવામાં આવ્યા હતા.

જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે. શરીરનું જીવન સૂર્યને આભારી છે પરંતુ આત્માનું જીવન સંસ્કાર, સહિષ્ણુતા, સંયમ, આત્મીયતાને આભારી છે. ભારતીય પરંપરામાં સંતો જ સૂર્ય સમાન છે. હિન્દુ ધર્માંચાર્યોમાં પ્રમુખસ્વામી મહારાજને ‘સેઇન્ટ ઓફ સેંચ્યુરી (Saint of Century)’ થી સન્માનવા જોઈએ તેવું હું દૃઢપણે માનું છું માટે આજે તેમને ભાવાંજલિ આપવા અમે સૌ પદયાત્રા કરીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા છીએ.’ પ્રમુખસ્વામી મહારાજ માત્ર સંપ્રદાયના આચાર્ય નહોતા પરંતુ સમષ્ટિના ધર્માચાર્ય હતા. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરીને સમગ્ર ભારત વર્ષ સદાચારનું પાલન કરવાનું શરૂ કરશે તેવી મને આસ્થા છે.

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત માનનીય અર્દક કાકિમઝાનોવે શુભેચ્છા સંદેશનું પઠન કરતાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ નગર સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપે છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણા અને પ્રેમ સમગ્ર વિશ્વને સ્પર્શી ગયા છે.

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે તેમના જીવન અને કાર્યો દ્વારા સમગ્ર વિશ્વના લોકોને પ્રભાવિત કર્યા છે. 1999માં પ્રમુખસ્વામી મહારાજે ઇઝરાયેલ દેશને પાવન કર્યો હતો અને જુદા જુદા ધર્મો પ્રત્યે આદર દર્શાવીને પ્રમુખસ્વામી મહારાજે હિન્દુ અને યહૂદી ધર્મ વચ્ચે સમન્વય અને સંવાદ સાધ્યો હતો.

ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર માનનીય ડેવિડ પાઈને જણાવ્યું કે મને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને ખૂબ જ ખુશી થઈ છે. 1995માં પ્રમુખસ્વામી મહારાજે ન્યુઝીલેન્ડ દેશમાં અમારી પાર્લામેન્ટમાં પધારીને અમારો દેશ પાવન કર્યો હતો. આજે હિન્દુ ધર્મ બીજા મોટા ધર્મ તરીકે ન્યુઝીલેન્ડમાં પ્રસરી રહ્યો છે. આ સંસ્થાના 80,000 સ્વયંસેવકોનું સમર્પણ અને સેવા ખૂબ જ અદ્ભુત છે.”

ઓસ્ટ્રેલિયા સરકારના પાર્લામેન્ટ મેમ્બર જેસન વુડે જણાવ્યું,મારું સૌભાગ્ય છે કે મને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા મળ્યો અને ઓસ્ટ્રેલિયાથી ભારત આવવાનું સફળ થયું. મહંતસ્વામી મહારાજનો અથાગ પુરુષાર્થ અને તેમની નેતાગીરી ખરેખર અદ્ભુત છે અને આજે આ સંસ્થા વિશ્વનાં ખૂણે ખૂણે પહોંચી રહી છે અને સમાજ સેવાનાં ઉત્તમ કાર્યો કરી રહી છે તેમજ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા ‘ બીજાના ભલામાં આપણું ભલું ‘ તે જીવન ભાવના સાથે જીવ્યા છે. કોરોના સમયે ઓસ્ટ્રેલિયા દેશમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાએ ભારતીય વિદ્યાર્થીઓ તેમજ દેશના નાગરિકો માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી તે માટે હું આપનો આભારી છું.”

ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રીરાજકુમાર રંજન સિંહે જણાવ્યું, મને અફસોસ છે કે હું આ નગરમાં પહેલા ના આવી શક્યો, આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખૂબ જ અદ્ભુત છે. પ્રમુખસ્વામી મહારાજે દર્શાવેલા આદર્શો અને મૂલ્યો દુનિયાના કોઈ પણ દેશ અને ધર્મને લાગુ પડે તેવા છે અને તેમણે યુએન પરિષદમાં આપેલો સર્વધર્મ સંવાદિતાનો સંદેશ ખૂબ જ અદ્ભુત હતો. બીએપીએસ ચેરિટી દ્વારા સમાજ કલ્યાણના અનેકવિધ કાર્યો સમાજના ઉત્થાન માટે કરવામાં આવે છે. આ સંસ્થા ‘વસુધૈવ કુટુમ્બકમ ‘ ની ભાવના સાથે સમાજ સેવાનું કાર્ય કરી રહી છે. મારા મતે અબુધાબી અને બાહરીનમાં બનનાર હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ ખૂબ જ મોટો ચમત્કાર છે.”

ભારતમાં નેપાળના રાજદૂત માનનીય ડૉ. શંકર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ કુશળ નેતા હતા, જેમણે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરવા માટે સ્વયંસેવકોની સેનાનું નિર્માણ કર્યું. ૨૦૧૫માં પ્રમુખસ્વામી મહારાજે નેપાળ દેશમાં અદ્ભુત રાહત કાર્ય કર્યું હતું તેમજ કોરોના સમયે પણ BAPS દ્વારા ઓક્સીજનની મદદ પણ કરી હતી. ભગવાન સ્વામિનારાયણે મુક્તિનાથને પાવન કરીને નેપાળ અને ભારત વચ્ચે દિવ્ય આધ્યાત્મિક સંબંધનું નિર્માણ કર્યું હતું.

વિક્ટોરિયા રાજ્ય સરકાર(પૂર્વ), ઓસ્ટ્રેલિયાના માનનીય ક્રેગ ઓંડાર્ચીએ જણાવ્યું કે બીજાના ભલામાં આપણું ભલું ‘ એ સૂત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે બીજા માટે જીવવાની ઉત્તમ શીખ અને પ્રેરણા આપી છે. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ઓસ્ટ્રેલિયામાં અનેકવિધ સામાજિક કાર્યો કરી રહી છે તે માટે હું આપનો આભારી છું. મારા હૃદયમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા માટે ખૂબ જ પ્રેમ અને આદરભાવ રહેલો છે. મહંતસ્વામી મહારાજે મારી ઓફિસમાં આવીને મને આશીર્વાદ આપ્યા હતા અને તે આશીર્વાદ દ્વારા હું આજે સારામાં સારી સમાજસેવા કરી શકું છું. ‘મહંત સ્વામી મહારાજ! તમે મારી ઓફિસમાં આવ્યા અને આશીર્વાદ આપ્યા એ ક્ષણ ક્યારેય નહિ ભૂલી શકું અને કૃપા કરીને પાછા મેલબોર્ન આવશો, અમારા દેશને તમારી જરૂર છે.”

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે જણાવ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું. હું પ્રમુખસ્વામી મહારાજનો આભારી છું કારણકે આ સંસ્થા સાચા અર્થમાં અમારા દેશમાં સમાજ સેવાનું કાર્ય કરી રહી છે.

ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર અસોકા મિલિન્દા મોરાગોડાએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ ખૂબ જ દિવ્ય આધ્યાત્મિક નેતા હતા જેમણે ‘ બીજાના ભલામાં આપણું ભલું” તે સૂત્ર આપ્યું હતું અને તે જીવનભાવના સાથે જીવ્યા હતા. સુનામી સમયે આ સ્વામિનારાયણ સંસ્થાએ ખૂબ જ અદ્ભુત રાહત કાર્ય કર્યું હતું.”

જેકે યોગ (જગદગુરુ કૃપાલુજી યોગ)ના સ્થાપક સ્વામી મુકુંદાનંદે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિઓને જોઈને મને ભગવાન સ્વામિનારાયણના દર્શન થઈ રહ્યા છે. મે પ્રમુખસ્વામી મહારાજના પણ દર્શન નથી કર્યા પરંતુ અહી હાજર સ્વયંસેવકો અને સંતો ભક્તો તેમજ આ પ્રમુખસ્વામી મહારાજ નગરના કણ કણમાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થઈ રહ્યા છે.

નોંધનીય છે કે એશિયા પેસિફિક દેશોમાં સિંગાપોર, થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાથી લઈને એશિયા પેસિફિકના અનેકવિધ દેશોમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવો અંતર્ગત વ્યસનમુક્તિ, પર્યાવરણ જાગૃતિ, આરોગ્યજાગૃતિના કાર્યક્રમ યોજાયા હતા. જુલાઈ 2022માં પેસિફિક મહાસાગરમાં ‘ગ્રેટ બેરીયર રીફ’ માં પ્રમુખસ્વામી મહારાજને સ્વ્યંસેવકો દ્વારા વિશિષ્ટ અંજલિ, અર્પણ કરીને વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નવેમ્બર, 2022માં ઇન્ડોનેશિયામાં બાલી ખાતે યોજાયેલ ‘R20’ રિલિજિયસ ફોરમમાં BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ સનાતન હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કેનબેરામાં ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, BAPSના ઓસ્ટ્રેલિયામાં 10કરતાં વધુ મંદિરો અને 58 જેટલાં સત્સંગ કેન્દ્રો દ્વારા થઈ રહેલા સામાજિક સંવાદિતા, સેવા અને સંસ્કારપ્રસારના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક
રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા
રડવાના અવાજથી કંટાળીને 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનની કરી હત્યા
બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
બોરસરા નજીક આવેલા યાર્નના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
અમિત શાહ ગુજરાતને 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
g clip-path="url(#clip0_868_265)">