AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'લખપતિ ગણેશ' જોવા ઉમટ્યા ભક્તો, ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારવામાં આવી પ્રતિમા - જુઓ Video

‘લખપતિ ગણેશ’ જોવા ઉમટ્યા ભક્તો, ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારવામાં આવી પ્રતિમા – જુઓ Video

| Updated on: Sep 23, 2026 | 7:51 PM
Share

અમરેલીના સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજી ‘લખપતિ ગણેશ’ તરીકે ઓળખાઈ રહ્યા છે. પ્રતિમાને ₹25 લાખની ભારતીય ચલણી નોટો અને ડોલરથી શણગારવામાં આવી છે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણ બન્યું છે. છેલ્લા 15 વર્ષથી યોજાતા આ મહોત્સવમાં આ વખતે નોટોનો શણગાર વિશેષ ધ્યાન ખેંચી રહ્યો છે, જેને જોવા દૂર દૂરથી ભક્તો ઉમટી રહ્યા છે.

ગણેશ ચતુર્થી નિમિત્તે દેશભરમાં ગણેશજીની ભક્તિ અને અનોખા શણગારનો ઉત્સવ ચાલી રહ્યો છે. એવામાં અમરેલીના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમા વિશેષ ચર્ચામાં છે. આ ગણેશજીને લખપતિ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમને ₹25 લાખની ભારતીય ચલણી નોટો અને ડોલરથી શણગારવામાં આવ્યા છે.

ગણેશજીના આ ભવ્ય શણગારમાં ₹10, ₹20, ₹50, ₹100 અને ₹500 ની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ ડોલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી સદભાવના ગ્રુપ દ્વારા આ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં દરરોજ અલગ અલગ થીમ પર શણગાર થાય છે.

આ વર્ષે ચલણી નોટો અને ડોલરનો શણગાર ભક્તો માટે મુખ્ય આકર્ષણ બન્યો છે. સાવરકુંડલા ઉપરાંત રાજુલા, જાફરાબાદ, ધારી, બગસરા અને વડીયા સહિતના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો લખપતિ ગણેશના દર્શન કરવા આવી રહ્યા છે. આ અનોખો શણગાર ભક્તોમાં ઉત્સાહ ભરી રહ્યો છે અને આધ્યાત્મિક આનંદની સાથે અનોખી સજાવટનો અનુભવ પણ પૂરો પાડી રહ્યો છે.

Breaking News: 192 વર્ષ જૂની પરંપરા, અમદાવાદનો ઐતિહાસિક ‘લાલદંડા સંઘ’ અંબાજી પહોંચ્યો – જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">