AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: iPhone ખરીદવા કિડની નહીં, શાકભાજી વેચવાની જરૂર છે ! ગલ્લા પર 2-2 Apple જોઈ લોકો દંગ

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ કેટલીકવાર એવા અનોખા અને મજેદાર દ્રશ્યો જોવા મળે છે કે, જેને જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. હાલમાં જ રસ્તા કિનારે શાકભાજી વેચતા એક યુવકનો વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે, એક શાકભાજીવાળા પાસે બે-બે મોંઘાદાટ ચમકતા iPhone જોવા મળ્યા છે, જેને જોઈ સૌ કોઈ આશ્ચર્ય છે.

Trending Video: iPhone ખરીદવા કિડની નહીં, શાકભાજી વેચવાની જરૂર છે ! ગલ્લા પર 2-2 Apple જોઈ લોકો દંગ
Image Credit source: AI Generated
| Updated on: Sep 23, 2026 | 9:15 PM
Share

આજકાલ સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય, કશું કહી શકાય નહીં. ક્યારેક કોઈની પ્રતિભા લોકોના દિલ જીતી લે છે, તો ક્યારેક કોઈ એવી અજીબોગરીબ વસ્તુ જોવા મળી જાય છે કે; લોકો પોતાનું હાસ્ય અને આશ્ચર્ય રોકી શકતા નથી. કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે, જેના પર લોકોને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે.

આવો જ એક મજેદાર વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ એક ક્ષણ માટે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક રસ્તાના કિનારે પોતાની શાકભાજીની દુકાન સજાવીને બેઠો છે. તે ગ્રાહકોને બટાકા-ડુંગળી જોખીને થેલીઓમાં બાંધીને આપી રહ્યો છે. હવે જેવો કેમેરાનો એંગલ તેની દુકાનની નીચે રહેલા કોથળા પર પડે છે, ત્યાંનું દ્રશ્ય જોઈને લોકો દંગ રહી જાય છે.

બે-બે મોંઘા iPhone

કોથળા પર જ્યાં એક તરફ પરચૂરણ અને નોટો વીખરાયેલી પડી છે, ત્યાં બીજી તરફ બે પ્રીમિયમ સ્માર્ટફોન મુકેલા જોવા મળી રહ્યા છે. એક તરફ બટાકા-ડુંગળીનો ઢગલો અને બીજી તરફ બે-બે મોંઘા iPhoneનું આ સંયોજન લોકોને ખૂબ હસાવી રહ્યું છે. ઘણા લોકો તો આ દ્રશ્ય જોઈને વિશ્વાસ કરવા તૈયાર નથી.

શાકભાજી વેચનાર પાસે ‘2 iPhone’

વીડિયો જોઈને તમે પણ ચોક્કસ એક ક્ષણ માટે ચોંકી ગયા હશો. વિચારતા હશો કે, આ શાકભાજીવાળાનું લેવલ અલગ છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર છવાયેલો છે. X પર આ વીડિયો Pahadi_Anjana નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.

એટલું જ નહીં યુઝર્સ આ વીડિયો પર જોરદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ભાઈ… અડધો કિલો બટાકા લેવા પર શું એક iPhone જોવાની તક ફ્રી છે? અન્ય એક યુઝરે રમૂજ કરતા કહ્યું કે, શાકભાજી વેચવું તો બસ પાર્ટ-ટાઇમ જોબ છે, અસલી બિઝનેસમેન તો આ જ છે.

Trending Video: એક વ્યક્તિએ ઉકળતી ચામાં નાંખ્યો iPhone 18 Pro Max, પછી જે થયું લોકો ચોકી ગયા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">