ઓમિક્રોન પછી હવે ડેલ્ટાક્રોન વેરિયન્ટ, આ દેશમાં ડેલ્ટાક્રોનનો સામે આવ્યો પ્રથમ કેસ

ઓમિક્રોન પછી હવે ડેલ્ટાક્રોન વેરિયન્ટ, આ દેશમાં ડેલ્ટાક્રોનનો સામે આવ્યો પ્રથમ કેસ
Deltacron variant (symbolic image)

ડેલ્ટાક્રોન વરિયન્ટમાં, ઓમિક્રોન જેવા કેટલાક પરિવર્તનો પણ તેમા જોવા મળ્યા છે, જેના કારણે તેને ડેલ્ટાક્રોન કહેવામાં આવે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આમાં હાલ કોઈ ચિંતા કરવા જેવું કંઈ નથી.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 09, 2022 | 5:06 PM

એક પછી એક બહાર આવી રહેલા કોરોના વાયરસના (Corona virus) નવા પ્રકારે સમગ્ર વિશ્વની ઊંઘ હરામ કરી દીધી છે. બીજી લહેરમાં ભારત અને વિશ્વને ખરાબ રીતે પ્રભાવિત કરનાર ડેલ્ટા વેરિયન્ટમાંથી (Delta variant) બહાર આવ્યા બાદ, ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant) હાલમાં ખતરામાં છે, પરંતુ હવે આની વચ્ચે એક બીજો વેરિયન્ટ સામે આવ્યો છે, જેનું નામ ‘ડેલ્ટાક્રોન’ (Deltacron) છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાયપ્રસમાં (Cyprus) નવો કોરોના વેરિયન્ટ ડેલ્ટાક્રોન (Variant deltacron) સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ડેલ્ટાક્રોનનું આનુવંશિક સ્તર ડેલ્ટા વેરિયન્ટ જેવું જ છે, તેમજ ઓમિક્રોન જેવા કેટલાક પરિવર્તનો પણ તેમા જોવા મળ્યા છે, જેના કારણે તેને ડેલ્ટાક્રોન કહેવામાં આવે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે આમાં હાલ કોઈ ચિંતા કરવા જેવું કંઈ નથી. સાયપ્રસમાંથી લેવામાં આવેલા 25 નમૂનાઓમાં ઓમિક્રોનના કુલ 10 મ્યુટેશન જોવા મળ્યા હતા. 11 નમૂના એવા લોકોના હતા જેઓ વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યારે 14 સામાન્ય વસ્તીમાંથી આવ્યા હતા.

સાયપ્રસ યુનિવર્સિટીની લેબોરેટરી ઓફ બાયોટેક્નોલોજી અને મોલેક્યુલર વાઈરોલોજીના વડાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પરિવર્તનની તીવ્રતા વધુ હતી. આ નવા પ્રકાર અને હોસ્પિટલમાં દાખલ થવા વચ્ચેનું જોડાણ સૂચવે છે.

ડેલ્ટા અને ઓમિક્રોન ‘ડેલ્ટાક્રોન’ ના બનેલા છે

તજજ્ઞોએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ વેરિયન્ટની આનુવંશિક પૃષ્ઠભૂમિ ડેલ્ટા વેરિઅન્ટ જેવી જ છે. ઓમિક્રોનમાંથી પણ કેટલાક મ્યુટેશન છે. સાયપ્રસના આરોગ્ય પ્રધાન મિખલિસ હાડજીપાંડેલાસે જણાવ્યું હતું કે નવું પ્રકાર અત્યારે ચિંતાનું કારણ નથી.

આ અંગે સાયપ્રસના આરોગ્ય પ્રધાન મિખલિસ હાડજીપાંડેલાસેએ જણાવ્યું હતું કે, ડો. કોસ્ટ્રિકીસની ટીમના અસાધારણ સંશોધન અને તારણો આપણને આપણા વૈજ્ઞાનિકો માટે ગર્વ કરાવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મંત્રીએ એમ પણ કહ્યું કે આ સંશોધન આપણા દેશ સાયપ્રસને સ્વાસ્થ્યના મામલામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મૂકે છે. જો કે, નવા વેરિયન્ટના વૈજ્ઞાનિક નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ

શું મુંબઈ-દિલ્હીમાં આવી ગઈ ત્રીજી લહેર ? કોરોનાની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોનો ચિંતાજનક દાવો

આ પણ વાંચોઃ

સંસદમાં કોરોના વિસ્ફોટ: સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, 65 ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati