શું મુંબઈ-દિલ્હીમાં આવી ગઈ ત્રીજી લહેર ? કોરોનાની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોનો ચિંતાજનક દાવો

દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને જોતા IIT કાનપુરના વૈજ્ઞાનિકોનું માનવુ છે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં દિલ્હી અને મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

શું મુંબઈ-દિલ્હીમાં આવી ગઈ ત્રીજી લહેર ?  કોરોનાની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોનો ચિંતાજનક દાવો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 2:22 PM

Corona Update: દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કોરોનાની ત્રીજી લહેરમાં (Corona Third Wave) એક દિવસમાં 8 લાખ સુધી કેસ નોંધાઈ શકે છે. જે લગભગ બીજી લહેર કરતા બમણા હશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. તેની વચ્ચે IIT-કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે (Professor Agrawal) ચિંતાજનક દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે જાન્યુઆરી મહિનાના ત્રીજી અઠવાડિયામાં દિલ્હી-મુંબઈમાં કોરોના કેસ પીક (Corona Case) પર હશે, જેથી આ મહિનાથી જ કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે

વધુમાં પ્રોફેસર અગ્રવાલે વધતા જતા કોરોના કેસને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી રેલીઓથી કેસ વધતા નથી. પરંતુ કોઈપણ રાજ્યમાં કેસોમાં વધારો થવાના ઘણા કારણો છે, ચૂંટણી રેલીઓ તેમાંથી એક છે. આથી વધતા કોરોના સંક્રમણને જોતા લોકોએ પણ ગંભીર થવાની જરૂર છે.

ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે – પ્રોફેસર અગ્રવાલ

પ્રોફેસર અગ્રવાલે જણાવ્યુ હતુ કે “અમે અમારા અભ્યાસના પરિણામો હજી પ્રકાશિત કર્યા નથી, પરંતુ ટુંક સમયમાં તે અમે પ્રકાશિત કરીશુ” જ્યારે વર્તમાન કોરોના વેરિઅન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યુ કે પરિણામો ઝડપથી બદલાઈ રહ્યા છે, જેથી તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

તેમણે વધુમાં કહ્યુ કે હું એક વાત ચોક્કસ કહી શકું છું કે મુંબઈ (Mumbai)  માટે આ મહિનાના મધ્યમાં જ ત્રીજી લહેર પીક પર પહોંચે તેવી શક્યતા છે. સાથે દિલ્હીની (Delhi) પણ આ સ્થિતિ જ જોવા મળી રહી છે. આ સાથે તેણે સમગ્ર દેશમાં ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave) પીક પર હોવાનું જણાવ્યુ છે.

મુંબઈમાં સતત ત્રીજા દિવસે આંકડો 20 હજારને પાર

BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે મુંબઈમાં કોરોનાના 20,318 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6,000 લોકો કોરોનાથી સાજા થયા. ઉપરાંત 5 લોકોના કોરોનાથી મોત થયા છે. તમને જણાવવુ રહ્યું કે કોરોના સંક્રમિતોમાંથી 16,661 લોકોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ તમામને હાલ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મુંબઈમાં વધતા જતા કેસે હાલ તંત્રની ચિંતા વધારી છે.

આ પણ વાંચો : Corona case in India: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે PM મોદી આજે કરશે મહત્વની બેઠક, તૈયારીઓ અને સ્થિતિની કરશે સમીક્ષા

g clip-path="url(#clip0_868_265)">