સંસદમાં કોરોના વિસ્ફોટ: સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, 65 ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ

સંસદ ભવનના 400થી વધુ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ (M. Venkaiah Naidu) નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

સંસદમાં કોરોના વિસ્ફોટ: સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, 65 ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ
Parliament (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 4:46 PM

Delhi Corona Update : શનિવારે સંસદ ભવનમાં (Parliament) કામ કરી રહેલા ઓછામાં ઓછા 400 કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે, એવું કહેવામાં આવ્યું છે કે 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરી રહેલા કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ (Covid-19 Test) કરવામાં આવ્યો હતો. જેમાં 400થી વધુ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવતા ખળભળાટ મચી ગયો હતો.

સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સંક્રમિત લોકોમાં રાજ્યસભા સચિવાલયના 65, લોકસભા સચિવાલયના લગભગ 200 અને સંસદમાં કામ કરતા 133 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ (M. Venkaiah Naidu) નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

સંસદ ભવનમાં કોરોનાની દહેશત

આ નવી માર્ગદર્શિકા અનુસાર રાજ્યસભા સાથે જોડાયેલા લગભગ 65 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે. ઉપરાંત તમામ મીટિંગ્સ વર્ચ્યુઅલ (Virtual Meeting) રીતે કરવામાં આવશે, તેમજ તમામ કર્મચારીઓએ નિયમિત અંતરાલ પર કોરોના ટેસ્ટ કરવાનો રહેશે. તમને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં વાયરસના 1,59,632 નવા કેસ નોંધાયા છે, જ્યારે 327 લોકોના મોત થયા છે. આ સિવાય ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ સાથે આંકડો 3,623 પર પહોંચી ગયો છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

કેન્દ્રીય મંત્રીએ નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપી

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યુ કે કોવિડના વધતા જતા કેસોને કારણે સગર્ભા મહિલા કર્મચારીઓ અને વિકલાંગ કર્મચારીઓને ઓફિસ આવવાથી મુક્તિ આપવામાં આવી છે. હાલ તેમને ઘરેથી જ કામ કરવા કહેવામાં આવ્યુ છે. કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DOPT) દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (New Guidelines) વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પણ ઓફિસમાં આવવાની જરૂર નથી

મંત્રીએ વધુમાં જણાવ્યું કે અન્ડર સેક્રેટરીના સ્તરથી નીચેના સરકારી કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી મર્યાદિત કરવામાં આવી છે અને બાકીના 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. તેમણે કહ્યું કે, તમામ સંબંધિત વિભાગો દ્વારા તે મુજબ રોસ્ટર તૈયાર કરવામાં આવશે. તેમજ ઓફિસમાં ન આવતા અને ઘરેથી કામ કરતા અધિકારીઓ કે કર્મચારીઓ ટેલિફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારના માધ્યમો દ્વારા સંપર્કમાં રહેશે.

આ પણ વાંચો : દિલ્હીમાં કોરોનાનો કહેર : સંસદ ભવન બાદ સુપ્રીમ કોર્ટના 4 ન્યાયાધીશ થયા કોરોના સંક્રમિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">