અશરફ ગની સાથે અફઘાનિસ્તાનના આ સ્ટાર ક્રિકેટરે પણ છોડ્યુ કાબૂલ
અશરફ ગની તેમના પરિવાર સહિત 51 લોકો સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા. યુએઈ સરકારે દેશમાં તેમના હોવાની પુષ્ટિ કરી છે અને એવુ કહેવામાં આવ્યુ કે તેમને માનવતાના ધોરણે દેશમાં આશ્રય આપવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનના (Afghanistan) રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Ghani) તાલિબાનના (Taliban) પરત ફર્યા બાદ યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભાગી ગયા. ગની રાજધાની કાબુલથી ખાસ રશિયન વિમાન મારફતે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે પહોંચ્યા. પરંતુ તાજિકિસ્તાન સરકારે તેમને લેન્ડિંગની મંજૂરી આપી ન હતી. આ પછી અફઘાન પ્રમુખ ગલ્ફ તરફ વળ્યા. અશરફ ગની તેમના પરિવાર સહિત 51 લોકો સાથે સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચ્યા. યુએઈ સરકારે દેશમાં તેમના હોવાની પુષ્ટિ કરી છે અને એવુ કહેવામાં આવ્યુ કે તેમને માનવતાના ધોરણે દેશમાં આશ્રય આપવામાં આવ્યો છે.
અશરફ ગની અને તેમનો આખો પરિવાર અફઘાનિસ્તાનના એનએસએ મોહિબ અને અફઘાનિસ્તાન ટીમના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ નબી (Mohammad Nabi) પણ યુએઈ (UAE) પહોંચ્યા છે. અહેવાલ છે કે ગનીના પરિવારના સભ્યોમાં તેમની પત્ની રૂલા એફ સદ્દાહ ગની, તેમની પુત્રી મરિયમ અને પુત્ર તારિક ગનીનો સમાવેશ થાય છે.
એવું જાણવા મળ્યું છે કે કુલ 51 લોકો ખાસ વિમાન દ્વારા યુએઈ પહોંચ્યા છે. સાથે જ ગની સામે આરોપો છે કે તે તેમની સાથે 169 મિલિયન ડોલર (લગભગ 1250 કરોડ રૂપિયા) લઈને ભાગી ગયા છે. ગનીએ પહેલેથી જ કહ્યું હતું કે તાલિબાનના સત્તા પર પરત ફર્યા બાદથી જ તેમના જીવનું જોખમ છે.
ગનીએ જણાવ્યું દેશ છોડવાનું કારણ
ગનીએ બુધવારે મોડી રાત્રે તેના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં પુષ્ટી થઈ ગઈ કે તેઓ યુએઈમાં (UAE) છે. અશરફ ગનીએ કાબુલ છોડીને ભાગી જવાનો તેના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે કહ્યું હતું કે આ એકમાત્ર રસ્તો હતો ખુન-ખરાબી રોકવાનો. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ તાજિકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતના આરોપોને નકારી કાઢવાનો પણ પ્રયાસ કર્યો કે તેમણે રાજકોષમાંથી 169 મિલિયન ડોલરની ચોરી કરી.
રવિવારે દેશ છોડીને ભાગ્યા ગની
ગનીએ દાવો કર્યો કે તેમણે પરંપરાગત કપડાં અને એક જોડી સેન્ડલમાં અફઘાનિસ્તાન છોડવું પડ્યું, જે તેમણે પહેરેલા હતા. ગનીએ કહ્યું આ દિવસોમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે પૈસા લેવામાં આવ્યા છે, પરંતુ આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. પોતાના સંદેશમાં અફઘાન રાષ્ટ્રપતિએ અફઘાનના સુરક્ષા દળોનો આભાર માન્યો હતો, પરંતુ સાથે જ કહ્યું કે “શાંતિ પ્રક્રિયાની નિષ્ફળતા”ને કારણે તાલિબાને સત્તા છીનવી લીધી છે. તાલિબાન કાબુલમાં ઘૂસ્યા બાદ ગનીએ રવિવારે અફઘાનિસ્તાન છોડ્યું.
આ પણ વાંચો : શું વિદેશ યાત્રા માટે જરૂરી પડશે Booster Dose ? યાત્રીઓ માટે આ દેશોએ નક્કી કરી છે કોરોના વેક્સિનની ‘Expiry Date’
આ પણ વાંચો : India Afghanistan: ભારતને લઈને તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પર લગાવી સંપૂર્ણ રોક