China’s plane crashes : રિપોર્ટમાં થયો ખુલાસો, વિમાનને જાણી જોઈને નીચે લાવીને ક્રેશ કરવામાં આવ્યું હતું

વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં ક્રેશ થયેલા ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ કોર્પ જેટના બ્લેક બોક્સથી (Black box) જાણવા મળ્યું હતું કે બોઈંગ કંપનીના વિમાનને જાણી જોઈને ક્રેશ લેન્ડિંગ કરાવ્યુ હતું.

China's plane crashes : રિપોર્ટમાં થયો ખુલાસો, વિમાનને જાણી જોઈને નીચે લાવીને ક્રેશ કરવામાં આવ્યું હતું
China's plane crashes (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 7:33 AM

ચીનના (China) દક્ષિણ-પશ્ચિમમાં આ વર્ષે માર્ચમાં ચીનનું બોઇંગ પ્લેન ક્રેશ (China’s Boeing plane crashes) થયું હતું. જેમાં સવાર તમામે તમામ 133 મુસાફરો માર્યા ગયા હતા. હવે ચીનના આ વિમાનના બ્લેક બોક્સમાંથી (Black box) મળેલી માહિતીએ બધાને ચોંકાવી દીધા છે. બ્લેક બોક્સમાંથી મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે ચાઈના ઈસ્ટર્ન જેટના (China Eastern Jet) પ્લેનને ઈરાદાપૂર્વક ઊંચાઈથી નીચે લાવીને ક્રેશ કરવામાં આવ્યું હતું. આ માહિતી સામે આવ્યા બાદ સનસનાટી મચી ગઈ છે.

વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં ક્રેશ થયેલા ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ કોર્પ જેટના (China Eastern Airlines Corp Jet) બ્લેક બોક્સથી જાણવા મળ્યું હતું કે બોઈંગ કંપનીના વિમાનને જાણી જોઈને ક્રેશ લેન્ડિંગ કરાવ્યુ હતું. કોકપીટમાં હાજર કોઈ વ્યક્તિએ જાણી જોઈને પ્લેનને નીચે લાવીને ક્રેશ કર્યું હતું. આ ડેટા સૂચવે છે કે કોકપિટમાં કોઈએ ઈરાદાપૂર્વક એરક્રાફ્ટને નીચે ડાઈવ કરવા દબાણ કર્યું હતું. જો કે, એરલાઇન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ જ ટિપ્પણી કરી નથી.

બોઇંગ 737-800 જેટલાઇનર 21 માર્ચના રોજ કુનમિંગથી ગુઆંગઝુ જઈ રહ્યું હતું ત્યારે તે આકાશમાંથી નીચે પડ્યું હતું, જેમાં તમામ 132 મુસાફરો અને ક્રૂના મોત થયા હતા. ધ વોલ સ્ટ્રીટ જર્નલે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે તપાસમાં સામેલ યુએસ અધિકારીઓએ એક પાઇલટની ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જો કે શક્ય છે કે પ્લેનમાં કોઈ અન્ય વ્યક્તિ કોકપિટમાં હોય અને તે દુર્ઘટનાનું કારણ બની હોઈ શકે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ફ્લાઈટ ટ્રેકર FlightRadar24એ અહેવાલ આપ્યો હતો કે પ્લેન માત્ર 2.15 મિનિટમાં 29 હજાર ફૂટની ઉંચાઈથી 9,075 ફૂટ પર આવી ગયું હતું. તે આગામી 20 સેકન્ડ માટે 3,225 ફીટ પર હતું અને પછી ફ્લાઇટ સાથેનો સંપર્ક તૂટી ગયો. બીજી તરફ આ અહેવાલો આવ્યા બાદ બોઇંગના શેરમાં ઘણી મજબૂતી જોવા મળી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે હજુ સુધી આ બાબતે કોઈ જ ટિપ્પણી કરી નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">