2 કલાકમાં 12 શહેરમાં 75 મિસાઈલથી હુમલા, રશિયાના હુમલાથી થથડી ઉઠ્યુ યુક્રેન, વાંચો અત્યાર સુધાની તમામ અપડે્ટસ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Kunjan Shukal

Updated on: Oct 10, 2022 | 4:25 PM

રાષ્ટ્રપતિ વ્લાદમિર ઝેલેન્કીએ એક નિવેદનમાં કહ્યું કે રશિયા તરફથી રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં મિસાઈલોથી હુમલો કર્યો છે. આ વખતે હુમલામાં સરકારી ઓફિસવાળી ઈમારતોને નિશાનો બનાવવામાં આવી.

2 કલાકમાં 12 શહેરમાં 75 મિસાઈલથી હુમલા, રશિયાના હુમલાથી થથડી ઉઠ્યુ યુક્રેન, વાંચો અત્યાર સુધાની તમામ અપડે્ટસ
Image Credit source: ANI

સોમવારે રશિયાએ યુક્રેન (Russai Ukraine Crisis) પર તાબડતોબ મિસાઈલોથી હુમલો કરી દીધો. તેનાથી યુક્રેનની રાજધાની કીવ (Kyiv) સહિત 12 શહેરોમાં હડકંપ મચી ગયો. આ હુમલાની પુષ્ટી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદમિર ઝેલેન્કીએ એક નિવેદન જાહેર કર્યુ છે. તેમને નિવેદનમાં કહ્યું કે રશિયા તરફથી રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં મિસાઈલોથી હુમલો કર્યો છે. આ વખતે હુમલામાં સરકારી ઓફિસવાળી ઈમારતોને નિશાનો બનાવવામાં આવી. એટલુ જ નહીં યુક્રેન તરફથી આટલા ભીષણ એટેક બાદ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે કોઈ પણ હાલતમાં સરેન્ડર નહીં કરે.

જાણો આ હુમલાની 10 મોટી વાતો

  1. વાસ્તવમાં, રવિવારે, ક્રિમીઆ અને રશિયા વચ્ચેનો પુલ, જે અગાઉ રશિયાના હસ્તગત વિસ્તાર હતો, તેને ઉડાવી દેવામાં આવ્યો હતો. રશિયા આ હુમલાથી સ્તબ્ધ થઈ ગયું છે અને જવાબી હુમલામાં યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કર્યો છે.
  2. યુક્રેન તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે ગમે તે થાય, તેઓ આત્મસમર્પણ નહીં કરે. યુક્રેને દાવો કર્યો છે કે તેની સેનાએ રશિયા દ્વારા છોડવામાં આવેલી 41 મિસાઈલોને નિષ્ક્રિય કરી દીધી છે.
  3. મળતી માહિતી મુજબ આ મિસાઈલ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને એક ગુપ્ત બંકરમાં લઈ જવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમને અંડર ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે.
  4. આ મિસાઈલ હુમલામાં રશિયાએ યુક્રેનના ઈન્ફ્રા પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન કિવમાં પાવર પ્લાન્ટ સહિત પુલ અને સરકારી ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. રશિયાએ યુક્રેનની લાઈફલાઈન જ બંધ કરી દીધી છે. બે કલાકમાં ડઝનેક પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે.
  5. આ હુમલાઓને કારણે યુક્રેનના ઘણા શહેરો વીજળી-પાણી સંકટ બની ગયા છે. અનેક પાવર પ્લાન્ટ ધરાશાયી થવાને કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.
  6. રશિયાના હુમલા પર કિવના મેયરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયાએ ઘણી મહત્વપૂર્ણ ઇમારતો પર હુમલો કર્યો. આ પછી કિવમાં મેટ્રો સેવા બંધ કરી દેવામાં આવી છે. ભૂગર્ભ સ્ટેશનોને બંકર બનાવવામાં આવ્યા હતા.
  7. રશિયન હુમલા બાદ યુક્રેનના લોકો બંકરોમાં છુપાઈ ગયા છે. રાજધાનીમાં ઘણા લોકોને બચાવ માટે બંકરમાં લઈ જવામાં આવ્યા છે. ઝેલેન્સકીએ આખો દિવસ શેલ્ટર હોમમાં રહેવાની સલાહ આપી છે. અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનોને જાહેર સ્થળોએ બંકર બનાવવામાં આવ્યા છે.
  8. મિસાઈલ હુમલા બાદ યુક્રેનના અનેક શહેરોમાં અંધકાર છવાઈ ગયો છે. ખાર્કિવ અને સુમી પ્રદેશોમાં વીજળીનો પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
  9. રશિયા દ્વારા યુક્રેનના 12 શહેરોમાં આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા મિસાઈલ ડ્રોનથી કરવામાં આવ્યા છે. સૌથી વધુ વિનાશ લ્વીવમાં થયો છે.
  10. પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલાઓમાં 8 લોકો માર્યા ગયાના અહેવાલ છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. જો કે મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે આ હુમલા રહેણાંક વિસ્તારમાં કરવામાં આવ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati