દૂધ (Milk) સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ સારું માનવામાં આવે છે. તે કેલ્શિયમથી ભરપૂર હોય છે અને હાડકાંને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે લોકોમાં એવી ચર્ચા થતી હોય છે કે દૂધ ઠંડું પીવું જોઈએ કે ગરમ. પરંતુ નિષ્ણાતોના મતે, રાત્રે સૂતા પહેલા નવશેકું દૂધ પીવું સારું છે કારણ કે તે તમારો થાક (Tiredness) દૂર કરે છે અને સારી ઊંઘમાં મદદ કરે છે. પરંતુ દિવસ દરમિયાન ઠંડુ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં જો દિવસ દરમિયાન ઠંડું દૂધ પીવામાં આવે તો તેનાથી ઉનાળા (Summer)ની અસર ઓછી થાય છે અને ગેસ, પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. ત્વચાની ચમક પણ વધારે છે. અહીં જાણો ઉનાળામાં ઠંડુ દૂધ પીવાના ફાયદા.
ઉનાળામાં જો સવારે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવામાં આવે તો વ્યક્તિ દિવસભર ઉર્જાવાન રહી શકે છે. આ કારણથી દૂધને એનર્જી બૂસ્ટર પણ માનવામાં આવે છે. દૂધમાં હાજર પોટેશિયમ સ્નાયુઓને આરામ આપે છે અને તંગ ચેતાઓને સામાન્ય બનાવે છે અને તેને મજબૂત બનાવે છે.
જે લોકોને એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા હોય તેમના માટે ઠંડુ દૂધ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાચન સંબંધી સમસ્યાઓ માટે ઠંડુ દૂધ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એક ચમચી ઇસબગુલ ઉમેરવાથી કબજિયાત અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યામાં રાહત મળે છે. ઉનાળામાં ઠંડુ દૂધ પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે.
ઠંડુ દૂધ સ્કિન ક્લીન્ઝરનું કામ કરે છે. તે ત્વચામાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. ઠંડુ દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. ઠંડુ દૂધ તમારું મેટાબોલિઝમ સુધારે છે અને તેનાથી શરીર ઝડપથી કેલરી બર્ન કરે છે. આવી સ્થિતિમાં તે સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. ઠંડું દૂધ એટલે ફ્રિજમાં રાખેલ ઠંડું દૂધ એવું નથી, સામાન્ય વાતાવરણમાં રહેલુ ઠંડું દૂધ હોવું જોઈએ, તો જ તેનો ફાયદો મળે છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)