Kailia Posey Commited Suicide: 16 વર્ષની ઉંમરે કૈલિયા પોઝી મોતને ભેટી, શું હશે અભિનેત્રીની આત્મહત્યાનું કારણ

નાની ઉંમરે આટલી સફળતા મેળવ્યા બાદ કૈલિયા પોઝીએ (Kailia Pozi) આત્મહત્યા કરી લીધી. આ ઘટનાને કારણે તેના ફેન્સ અને પરિવારજનો આઘાતમાં છે કે ક્યા કારણથી કૈલિયાને આ પગલું ભરવાની ફરજ પડી હશે.

Kailia Posey Commited Suicide: 16 વર્ષની ઉંમરે કૈલિયા પોઝી મોતને ભેટી, શું હશે અભિનેત્રીની આત્મહત્યાનું કારણ
Callia Pozzi commits suicide
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 7:46 PM

સુપરહિટ ચાઈલ્ડ રિયાલિટી ટીવી શો ‘ટોડલર્સ એન્ડ ટિયારસ’થી (Toddlers Tiaras) ચર્ચામાં આવેલી અભિનેત્રી કૈલિયા પોઝીનું (Kailia Pozi) નિધન થયું છે. કૈલિયા પોઝી માત્ર 16 વર્ષની હતી. સોમવારે 2 મેના રોજ તેમનું અવસાન થતાં તેમના ફેન્સમાં શોકનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં કૈલિયાના મોતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિયાલિટી ટીવી શો (TV Reality Show) અભિનેત્રીના નિધનથી જ્યાં એક તરફ તેના નજીકના લોકો આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. બીજી તરફ તેના વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે જાણવા દરેક લોકો ઉત્સુક છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કૈલિયા પોઝીના મૃત્યુ પાછળનું કોઈ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, હવે આખરે આ રહસ્ય પરથી પડદો હટી ગયો છે કે કૈલિયા પોઝીનું મૃત્યુ કેવી રીતે થયું.

કૈલિયા પોઝીના મોત પર તેની માતાનું એક નિવેદન સામે આવ્યું છે, જેને જાણીને બધા ચોંકી ગયા છે. કૈલિયા પોઝીની માતાએ તેની પુત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે તેની પાસે શબ્દો નથી. તેમજ તે કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી. પોસ્ટ શેર કરતા કૈલિયાની માતાએ લખ્યું કે મારી એક સુંદર છોકરી ગઈ છે. આ સમયે અમારા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે અને અમે તેમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે અમારું બાળક હંમેશાં માટે ગુમાવ્યું છે. આ પછી, તેણે ફેન્સ પાસેથી પ્રાઈવસીની વિનંતી કરી.

કૈલિયા પોસીનું મૃત્યુ કેવી રીતે થયું?

કૈલિયાના મૃત્યુનું કારણ જાણવા ફેન્સ બેચેન થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેના મૃત્યુ વિશે અટકળો લગાવી રહ્યા છે. તેના સવાલો પર માતાએ જણાવ્યું કે કૈલિયા પોસીએ આત્મહત્યા કરી લીધી છે. કૈલિયાએ 16 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

GIF વર્ષ 2005માં ફેમસ થયું હતું

તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં કૈલિયા પોઝી એક GIFને લઈને ચર્ચામાં આવી હતી. તેણે ખૂબ જ નાની ઉંમરમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તે સમયે તે માત્ર 5 વર્ષની હતી અને તેનો ચહેરો બનાવતી એક gif હજુ પણ વાયરલ થઈ રહી છે. કૈલિયાએ વર્ષ 2019માં એક હોરર ફિલ્મ એલીમાં પણ મુખ્ય પાત્ર તરીકે કામ કર્યું હતું.

કૈલિયાનો પરિવાર આઘાતમાં છે

પરિવારે વધુમાં ઉમેર્યું હતું કે કૈલિયાએ તેના ટૂંકા જીવનમાં ઘણી વખત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને અસંખ્ય ક્રાઉન અને ટ્રોફી જીતી હતી. તે ખૂબ જ તેજસ્વી છોકરી હતી, તેથી તેને નોકરીની ઘણી ઓફર આવતી હતી. તેણે ઉતાવળમાં જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો. તેણીની આત્મહત્યાથી દરેક જણ આશ્ચર્યચકિત છે કે આટલી સફળ કારકિર્દી હોવા છતાં, કૈલિયાના જીવનમાં એવું શું કારણ હશે કે જેના કારણે તેણીને આ પગલું ભરવાની ફરજ પડી હશે.

g clip-path="url(#clip0_868_265)">