Women Health: પ્રી-મેનોપોઝ શું છે? જાણો મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય છે

|

May 03, 2023 | 4:59 PM

દરેક સ્ત્રીને જીવનમાં મેનોપોઝની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, પરંતુ જો આ પ્રક્રિયા સમય પહેલા થાય તો તેને પ્રી-મેનોપોઝ કહેવામાં આવે છે. મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર પડે છે. અહીં જાણો પ્રી-મેનોપોઝ સાથે જોડાયેલી ખાસ વાતો.

Women Health: પ્રી-મેનોપોઝ શું છે? જાણો મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય છે
Women's Health, What is pre-menopause, Find out how it affects women's health

Follow us on

મેનોપોઝનો સમય સ્ત્રીઓ માટે બદલાવનો સમય છે. જે તબક્કામાં સ્રીની પ્રજનન ક્ષમતા પૂરી થાય છે અને અંતઃસ્રાવોનું પ્રમાણ બદલાય છે. મેનોપોઝ એ સ્ત્રીના જીવનનો એ સમય છે જ્યારે તેણીનો માસિકસ્ત્રાવ કાયમી રૂપે અટકે છે અને તે હવે બાળકને જન્મ આપી શકતી નથી. મેનોપોઝનો સમય સામાન્ય રીતે 49 અને 52 વર્ષની વચ્ચે આવે છે. તે સમય દરમ્યાન અંડાશય દ્વારા હોર્મોન (અંતઃ સ્રાવો)ના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.મેનોપોઝ કુદરતી જૈવિક પ્રક્રિયા છે.આ સ્થિતીમાંથી લગભગ દરેક સ્ત્રી એ પસાર થવું પડે છે.પરંતુ ઘણી વખત ઘણી સ્ત્રીઓને આ પ્રક્રિયા સમય કરતા વહેલા શરૂ થઇ જાય છે.જેને પ્રી-મેનોપોઝ કહેવામાં આવે છે.

આ ઊંમર પહેલા જો મોનોપોઝ આવે તો તેને પ્રી-મેનોપોઝ કહેવામાં આવે છે,આ સ્થિતિ મહિલાઓ માટે સારી માનવામાં આવતી નથી. આજકાલ પ્રી-મેનોપોઝના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે.

પ્રિ-મેનોપોઝનું મુખ્ય કારણ આનુવંશિકતા છે. આ સિવાય આજકાલ ખરાબ જીવનશૈલી પણ એક મોટું કારણ છે. અંડાશયમાં સર્જરી, કીમોથેરાપી કે રેડિયેશન, સ્મોકિંગ વગેરેને કારણે આ સમસ્યા ઊભી થઈ શકે છે. પ્રી-મેનોપોઝ હોય કે મેનોપોઝ, બંનેને રોકવું મુશ્કેલ છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. જો તમારા અંડાશય એગ ઉત્પન્ન કરતું બંધ થઇ જાય,પ્રિ- મેનોપોઝ આવી શકે છે.

પહેલા સેક્સ, પછી લગ્ન ! ભારતના આ ગામમાં અજીબો-ગરીબ પરંપરા
ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી

આ પણ વાંચો : Menopause: મેનોપોઝના આ 12 લક્ષણને અવગણશો નહીં, જાણો રજોનિવૃતિના ત્રણ સ્ટેજ

મેનોપોઝના લક્ષણો લગભગ પાંચ વર્ષ પહેલા દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓને માસિક ધર્મની અનિયમિતતા, વધુ પડતી ગરમી, ત્વચા કાળી પડવી, યોનિમાર્ગ શુષ્કતા, મૂડ સ્વિંગ, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે.

મેનોપોઝ પછી મહિલાઓએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો તેમને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં, મેનોપોઝ પછી, સ્ત્રીઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને હોર્મોન્સ બનવાનું બંધ થઈ જાય છે. આ હોર્મોન્સ હાડકાંને મજબૂત બનાવે છે અને હૃદય માટે સારા છે. તેથી, મેનોપોઝ પછી, હાડકાં નબળા પડી જાય છે અને ઑસ્ટિયોપોરોસિસનું જોખમ વધી જાય છે. આ સિવાય ઘણી વખત હાઈ બીપી અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ પણ દેખાવા લાગે છે. જો પ્રી-મેનોપોઝ હોય તો સમય પહેલા આવી સમસ્યાઓ મહિલાઓને ઘેરી લે છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:24 pm, Wed, 3 May 23

Next Article