Health Wealth: તમે Belly Fatથી પરેશાન છો, Turmeric Teaથી પેટની ઘટાડો ચરબી-Watch Video

|

Oct 18, 2023 | 8:00 AM

આમ જોવા જઈએ તો આજ-કાલ બહારનું ખાવાનું વધી જતું હોવાથી લોકોમાં Belly Fatની સમસ્યા જોવા મળી રહી છે. આ વધેલા પેટને ઉતારવા માટે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે. ઘણા લોકો જીમ જાય છે તો ઘણા લોકો ડાયટ ચાલુ કરે છે. પરંતુ આવું કરવાથી ઘણી વખત બીજી સમસ્યાનું ભોગ બનવું પડે છે. એના કરતાં આયુર્વેદ ઉપાય કરીને પેટની ચરબી ઘટાડી શકાય. તો આજે જુઓ કે Belly Fatથી છુટકારો કંઈ રીતે મેળવવો.

Health Wealth: તમે Belly Fatથી પરેશાન છો, Turmeric Teaથી પેટની ઘટાડો ચરબી-Watch Video
Turmeric Tea bally fat

Follow us on

આજના સમયમાં દરેક વ્યક્તિ ફિટ અને હેલ્ધી રહેવા માંગે છે. પરંતુ આજકાલ લોકોની વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને ખાનપાનની આદતોને કારણે આ કરવું ઘણું મુશ્કેલ બની જાય છે. વ્યસ્ત ટાઈમટેબલને કારણે ઘણા લોકો જીમમાં જવા અને કસરત કરવા અથવા ઘરે વર્કઆઉટ કરવા માટે સમય કાઢી શકતા નથી. જો તમે પણ જીમમાં કર્યા વગર અને કસરત કર્યા વગર વજન ઘટાડવા ઈચ્છો છો તો અમે તમારા માટે એક એવી પદ્ધતિ લઈને આવ્યા છીએ. આ રીત અપનાવીને તમે જીમમાં કર્યા વગર પણ તમારું વજન ઘટાડી શકો છો. સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે ડાયટ પણ નહીં કરવું પડે. તમારે ફક્ત એક ચા બનાવવી પડશે. જે તમને તમારું વજન ઘટાડવામાં મદદ કરશે.

અહીં જુઓ Turmeric Teaનો વીડિયો………..

(Credit Source : TV 9 Bharthvarsh)

કેવી રીતે બનાવવી Turmeric Tea?

કોઈ પણ એર ટાઈટ ડબ્બો લેવો એને તેમાં 2 ટેબલ સ્પૂન હળદર નાખવી. તેમાં એક ચમચી ધાણા-જીરૂનો પાઉડર ઉમેરો. હવે તેમાં 1 ચમચી તજનો પાઉડર ઉમેરો. ત્યારબાદ તેમાં એક ચમચી સુકેલા આદુનો પાઉડર નાખો. હવે તેમાં 1 ચમચી તીખા(મરી)નો પાઉડર ઉમેરો. હવે આ નાના ડબ્બાને બંધ કરીને બધી વસ્તુઓને મિક્ષ કરી લો. હવે તમારો Turmeric Tea પાઉડર તૈયાર થઈ ગયો છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

આ તૈયાર થયેલા પાઉડરને દિવસમાં ફક્ત એક જ વાર ઉપયોગ કરવો. કાં તો તમે સવારે લઈ શકો અને કાં તો તમે તેને સાંજે ઉપયોગ કરી શકો. વધારે તમે ઉપયોગમાં ન લેતા, ફક્ત પા ચમચી જ તેનો ઉપયોગ કરી શકો છો. 15 દિવસ સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો. પછી 15 દિવસ સુધી તેને બંધ કરી દેવું. પછી ફરીથી તેનો ઉપયોગ કરી શકો છો. એક ખાલી કપ લેવો અને તેમાં 1 ચમચીના ચોથા ભાગનો પાઉડર લેવો. તે કપ ગરમ પાણીથી ભરી દો. હવે તેને ઢાંકી દો અને ઠંડુ પડે તેની રાહ જુઓ. 5 મિનિટ પછી તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ તૈયાર થયેલી Turmeric Teaના ફાયદા ઉઠાવો.

Turmeric Tea હેલ્થ માટે એક જાદુ

તમે હળદરવાળા દૂધ વિશે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને હળદરવાળી ચાના ફાયદા વિશે જણાવીશું. હળદર ઔષધીય ગુણોનો ભંડાર છે. Turmeric Tea હેલ્થ માટે એક જાદુ જેવું કાર્ય કરે છે. તેનાથી કોઈ આડઅસર થતી નથી. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

હળદરમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ્સ, એન્ટિ-વાયરલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો શરીરમાંથી ઘણા રોગોને દૂર કરે છે. હળદરની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. Turmeric Teaથી વજન તો ઘટાડી જ શકાય છે પણ સાથે-સાથે બીજા પણ તેના ફાયદા છે તેના વિશે જાણો

રોગપ્રતિકારક શક્તિ વધારોમાં વધારો થાય છે

Turmeric Tea રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણ રહેલો છે. Turmeric Tea પીવાથી રોગો સામે લડવાની શક્તિ મળે છે. આ ચા શરદી, ઉધરસ અને તાવ જેવા ચેપી રોગોને જલદીથી મટાડવાનું કામ કરે છે.

વજન ઘટાડી શકાય છે

હળદરની ચા નું રેગ્યુલર સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે. તેમાં રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે. હળદરની ચા પીવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં પણ હેલ્પ મળી રહે છે. જો તમે પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો ખાલી પેટે હળદરની ચા પીવી ખૂબ જ ફાયદાકારક છે. આ Turmeric Teaનો મુખ્ય ફાયદો છે.

સુગરને કરે છે કંટ્રોલ

હળદરની ચા ડાયાબિટીસના રોગમાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટિ-ડાયાબિટીક ગુણો સુગર લેવલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સવારે આ ચા પીવાથી શરીરને એનર્જી મળી રહે છે.

(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article