સિગારેટ પીનારાઓમાં સ્ટ્રોક એ કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું પ્રથમ સંકેત હોઇ શકે: અમેરિકન હાર્ટ એસોસિએશન

|

Nov 18, 2021 | 3:33 PM

સંશોધનો સિગારેટના ધૂમ્રપાનને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને ફેફસાના કેન્સર જેવા અન્ય રોગોને કારણે થતા અકાળ મૃત્યુ સાથે જોડે છે.

સિગારેટ પીનારાઓમાં સ્ટ્રોક એ કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું પ્રથમ સંકેત હોઇ શકે: અમેરિકન હાર્ટ એસોસિએશન
cardiovascular disease (symbolic photo)

Follow us on

સિગારેટ પીનારા લોકોમાં હાર્ટ એટેક (Heart attack) અથવા સ્ટ્રોક(Stroke)થી મૃત્યુ એ પ્રથમ કાર્ડિયોવેસ્ક્યુલર (Cardiovascular) રોગ એટલે કે CVD હોઈ શકે છે. નવા સંશોધન મુજબ સિગારેટ પીનારાઓમાં CVD એ અગ્રણી પ્રતિકૂળ આરોગ્ય અસર છે. આ સંશોધનના તારણો અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પ્રકાશિત થયા હતા. જે અમેરિકન હાર્ટ એસોસિએશનની ઓપન-એક્સેસ જર્નલ છે.

રિસર્ચ ધુમ્રપાન કરનારાઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને ફેફસાના કેન્સર જેવા અન્ય રોગોને કારણે થતા અકાળ મૃત્યુ સાથે જોડે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના હાર્ટ એન્ડ સ્ટ્રોક સ્ટેટિસ્ટિકલ અપડેટ 2021 મુજબ, દર વર્ષે 4,80,000 કરતાં વધુ પુખ્ત વયના લોકો સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે. ધૂમ્રપાન છોડવાના લાભો વિશે જાગૃતિ વધવા છતાં પુખ્ત વયના લોકો હજુ પણ સિગારેટ પીવે છે.

નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફેઈનબર્ગ સ્કૂલ ઑફ મેડિસિન ખાતે કાર્ડિયોલોજીના વિભાગમાં પ્રોફેસર સાદિયા એસે અભ્યાસમાં જણાવ્યુ કે ”કેટલાક ધૂમ્રપાન કરનારાઓમાં સ્ટ્રોક એ કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું પ્રથમ સંકેત હોઈ શકે છે, અમને જાણવા મળ્યું છે કે ધૂમ્રપાન કરનારા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી સંબંધિત ઘટનાઓ અથવા બિન-જીવલેણ ઘટનાઓ થવાની શક્યતા વધુ છે.”

તેમણે જણાવ્યુ કે “અમારા તારણો નોંધે છે કે હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હૃદયની નિષ્ફળતા અટકાવવી મહત્વપૂર્ણ છે, તેમ છતાં અણધાર્યા અચાનક મૃત્યુને અટકાવવું એ સ્પષ્ટપણે પ્રાથમિકતા છે. જે લોકો ધૂમ્રપાન કરે છે તેઓ કદાચ સમજી શકતા નથી કે સિગારેટ તેમના શરીરને નુકસાન પહોંચાડે છે.”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વિશ્લેષણમાં 20 થી 79 વર્ષની વય વચ્ચેના 165 પુખ્ત વયના લોકોના ડેટાનો સમાવેશ થાય છે, જેઓ અભ્યાસની શરૂઆતમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી મુક્ત હતા, પણ બાદમાં તેમનામાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ જણાયો. ધૂમ્રપાન કરતી આધેડ વયની સ્ત્રીઓને ધૂમ્રપાન ન કરતી સ્ત્રીઓ કરતાં જીવલેણ CVD ઘટના થવાની શક્યતા લગભગ બમણી જણાઇ. ધૂમ્રપાન કરનારા મધ્યમ-વૃદ્ધ પુરુષોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગના પ્રથમ સંકેત તરીકે જીવલેણ CVD ઘટના થવાની સંભાવના 79 ટકા હતી.

ધૂમ્રપાન ન કરતા આધેડ વયના પુરુષોની તુલનામાં લગભગ 1.5 ગણી વધુ શક્યતા હતી. 10-વર્ષના ફોલો-અપ માર્કની નજીક ધૂમ્રપાન કરનારા યુવાનોમાં CVDનું જોખમ નોંધપાત્ર રીતે વધવાનું શરૂ થયું, જ્યારે યુવાન સ્ત્રીઓમાં ધૂમ્રપાન કરનારાઓમાં CVDનું જોખમ 20-વર્ષના ફોલો-અપ માર્કની નજીક વધુ સ્પષ્ટ થયું. CVD પેટાપ્રકારના સંદર્ભમાં, ધૂમ્રપાન કરનારા યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી વધુ લાંબા ગાળાનું જોખમ હતુ.

 

આ પણ વાંચોઃ Health Tips: શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ? આ ઋતુમાં હૃદય સમસ્યાથી બચવાના શું છે ઉપાય?

આ પણ વાંચોઃ POCSO Act: બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કર્યો, કહ્યુ ગુના માટે સ્કીન ટુ સ્કીન ટચ જરૂરી નહી

Next Article