Rajiv Dixit Health Tips : શું તમને ખબર છે, મચ્છર ભગાડવા માટે વપરાતા કોઇલ, કાર્ડથી શરીરમાં પ્રવેશે છે ઝેર, રાજીવ દીક્ષિતે જણાવ્યા મચ્છર ભગાડવાના દેશી ઉપાય, જુઓ Video
છેલ્લા 20 વર્ષથી યુરોપના અન્ય 56 દેશોમાં તેના પર પ્રતિબંધ છે. આપણે તેને ઘરે નાના બાળકો પર લગાવીએ છીએ અને તેની નીચે સુવા માટે છોડી દઈએ છીએ. 2-3 મહિનાનું બાળક સૂઈ રહ્યું છે અને તેની સાથે આ ઝેર પણ બળી રહ્યું છે. ટીવીની જાહેરાતોએ સામાન્ય માણસનું મન સંપૂર્ણપણે બગાડી દીધું છે.
રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. તમે ઘણીવાર મચ્છરોથી બચવા માટે ઘરે અલગ-અલગ દવાઓનો ઉપયોગ કરો છો. કેટલાક પ્રવાહી સ્વરૂપમાં છે અને કેટલાક કોઇલના સ્વરૂપમાં અને કેટલાક નાના કેકના રૂપમાં આવે છે અને ભારતીય માર્કેટમાં વિવિધ નામોથી વેચાય છે. આ બધામાં કેમિકલ વપરાય છે તે ડી એથલીન, મેલ્ફો ક્વિન અને ફોસ્ટીન છે,
આ ત્રણ ખતરનાક રસાયણો છે અને છેલ્લા 20 વર્ષથી યુરોપના અન્ય 56 દેશોમાં તેના પર પ્રતિબંધ છે. આપણે તેને ઘરે નાના બાળકો પર લગાવીએ છીએ અને તેની નીચે સુવા માટે છોડી દઈએ છીએ. 2-3 મહિનાનું બાળક સૂઈ રહ્યું છે અને તેની સાથે આ ઝેર પણ બળી રહ્યું છે. ટીવીની જાહેરાતોએ સામાન્ય માણસનું મન સંપૂર્ણપણે બગાડી દીધું છે.
ગળામાં સૂંઘ્યા પછી થોડી બળતરા થાય
વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ મચ્છર મારનારી કોઈલ ક્યારેક માણસોને મારી પણ નાખે છે. આમાંથી નીકળતી સુગંધમાં ધીમુ ઝેર હોય છે જે ધીમે ધીમે શરીરમાં પ્રવેશે છે અને તમે પણ અમુક સમયે એવું અનુભવ્યું જ હશે કે ગળામાં સૂંઘ્યા પછી થોડી બળતરા થાય છે.
આ ત્રણ ખતરનાક રસાયણો ડી ઇથિલિન, મેલ્ફો ક્વિન અને ફોસ્ટીન છે. આ દવાઓ પર વિદેશી કંપનીઓનો પુરો કંટ્રોલ છે. જે આયાત કરી અને ભારતકમાં લાવીને વેચાણ કરે છે અને કેટલીક સ્વદેશી કંપનીઓ પણ આ ધંધામાં સામેલ છે. આ કંપનીઓ દ્વારા બનાવેલી કોઇલમાંથી જે ધુમાડો નીકળે છે તે પણ ખૂબ જ ખતરનાક હોય છે. જરા વિચારો, એકાદ-બે વર્ષના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક કોઇલ 100 સિગારેટ જેટલો ધુમાડો ઉત્પન્ન કરે છે, તમને અને તમારા પરિવારને મચ્છર ભગાડવા કેટલું મોંઘુ પડી શકે છે.
મહત્વનું છે કે મચ્છર ભગાડવા માટે તમે મચ્છરદાનીનો પણ ઉપયોગ કરી શકો, ભારતમાં મચ્છરદાની અનેક પ્રકારની મળે છે અને તે પણ સસ્તી મળે છે, જો તમારી દેશી ઉપચાર કરવો હોય તો ગાયના છાણની અગરબત્તી કે ધૂપ સળગાવો તેનાથી પણ મચ્છર ભાગી જશે, જ્યારે બીજો ઉપાય છે કે લીંબડાના તેલનો દીવો કરવાથી પણ મચ્છર ભાગી જાય છે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો