Maida Flour Side Effect: મેંદાના લોટનો અતિશય ઉપયોગ કરનારા ચેતે, આંતરડા માટે ખતરનાક, મેંદાની આ છે સાઈડ ઈફેક્ટ
અમેરિકા (America)ના લોકો સૌથી વધુ મેંદો ખાય છે. મેંદો (Maida) શરીર માટે ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. ઘઉંનો લોટ સ્વાસ્થય સારો માનવામાં આવે છે પરંતુ મેંદો સ્વાસ્થય માટે ખુબ હાનિકારક હોય છે.
Refined Flour Side Effect : લોટના રિફાઈન્ડ રુપને મેંદો કહેવામાં આવે છે. મેંદો (Maida) બનાવવા માટે લોટને ઝીણું પીસવામાં આવે છે. મેંદાનો ઉપયોગ બ્રેડ(Bread), પિઝા (Pizza) તેમજ અનેક કેટલીક વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મેંદામાંથી બનાવવામાં આવેલી વાનગીઓ શરીર માટે ખુબ જ હાનિકારક હોય છે.
અમેરિકા (America)ના લોકો સૌથી વધુ મેંદો ખાય છે. મેંદો (Maida) શરીર માટે ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. લોટને દળીને સારી ક્વોલિટીનો મેંદો તો આપણે મળી જાય છે પરંતુ તેમાં તમામ પોષક તત્વોનો નાશ થાય છે. જ્યાં ઘઉંના લોટને સ્વાસ્થય માટે સારો માનવામાં આવે છે તો મેંદો સ્વાસ્થય ખુબ હાનિકારક હોય છે.
અમેરિકાના લોકો મોટી માત્રામાં ટ્રાન્સ ફેટ કન્ઝ્યુમ કરે છે જેમાં રિફાઈન્ડ કાર્બેહાઈડ્રેટ, રિફાઈન્ડ ગ્રેન પ્રોડક્ટ્સ વગેરે સામેલ છે. આ તમામમાં અમેરિકન ડાઈટ પર સૌથી વધુ હાનિકારક પ્રભાવ પડે છે. આવો જાણીએ કે, મેંદો ખાવાથી સ્વાસ્થય (Health)પર શું અસર પડે છે.
શરીરના સ્વાસ્થ્ય પીએચ સ્તર 7.4 હોય છે. ડાઈટમાં એસિડિક ખાદ્ય પદાર્થની માત્રા વધુ હોવાથી શરીરમાં કેલ્શિયમ ધટે છે. જેનાથી હાડકાઓ નબળા પડે છે. અનાજને એસિડિક ફુડ માનવામાં આવે છે. ખાવામાં મેંદાનો વધુ પડતો ઉપયોગ હાડકાને નુકસાન પહોંચાડી શકે છે. એસિડિક ડાઈટ ઈમ્યુન સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. જેનાથી શરીર બીમારીઓની ઝપેટમાં આવી શકે છે.
જો તમે ઘંઉ (Wheat)ને શરીર માટે હેલ્ધી માનો છો તો તમે ખોટા છો. ઘંઉના લોટમાંથી બનાવેલી વસ્તુઓ તમારા શરીર માટે ખુબ હાનિકારક છે. ઘંઉ (Wheat)માં રહેલા કાર્બોહાઈડ્રેટ જેને ઈમાઈલોપેક્ટિન A કહેવામાં આવે છે, કોઈ પણ અન્ય કાર્બોહાઈડ્રેટની તુલનામાં વધુ સરળતાથી બ્લ્ડ શુગરમાં પરિવર્તિત થઈ જાય છે. ધંઉની બ્રેડની માત્ર 2 સ્લાઈસ શરીરમાં બ્લડ શુગર (Blood sugar)ના લેવલને 6 ચમચી ખાંડ જેટલું વધારી શકે છે.
અનાજ યુક્ત આહાર શરીરમાં સોજાનું કારણ બને છે. જેમાં બ્લડ શુગર (Blood sugar)લેવલ વધી જાય છે અને લોહીમાં ગ્લુકોઝનું નિર્માણ થાય છે. ગ્લુકોઝ (Glucose)તેમની આસપાસના પ્રોટીન સાથે જોડાય જાય છે. જેનાથી ગ્લાઈકેશન નામનું એક કેમિકલ રિએક્સન કહેવામાં આવે છે. ગ્લાઈકેશન એક પ્રો-ઈંફ્લેમેટરી પ્રકિયા છે જે હ્રદય રોગ સિહત શરીરમાં સોજા સંબંધી બિમારીઓનું કારણ બને છે.
એક રિચર્સમાં જાણવા મળ્યું કે, જ્યારે તમે ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વાળી વસ્તુઓનું સેવન કરો છો ત્યારે શરીકના પોષક તત્વો ચરબીમાં ફેરવાય છે જેથી શરીરમાં ચરબી (Fat)ના થર જામી જાય છે. આ પ્રકિયા શરીરના મેટાબૉલિઝ્મને ધીમું કરે છે. જેનાથી શરીરનું વજન વધી જાય છે.
અનાજમાં જોવા મળતા લેક્ટીન આંતરડા પર સોજાનું કારણ બની છે. જ્યારે તમે મેંદો ખાવ છો તો ખાવામાં 80 ટકા ફાઈબર દુર થઈ જાય છે. તમારા શરીરને તે ફાઈબર મળતું નથી જેની તમારા શરીરને જરુર હોય છે અને કાર્બોહાઈડ્રેટ ખુબ ઝડપથી રિલીઝ થવા લાગે છે. ફાઈબર (Fiber)વગર શરીરના આંતરડાની ગંદકીને સાફ કરવાથી બૉડીને ડિટૉક્સ કરવામાં સક્ષમ થતી નથી.
ધંઉ(Wheat)ની ફુડ એલર્જીની સૌથી મોટું ટ્રિગર્સ માનવામાં આવે છે. કેટલાક અનાજમાં મળનારા ગ્લૂટન નામનું પ્રોટીન ધંઉને લચીલો બનાવે છે. તેમજ રોટલીને નરમ બનાવવામાં મદદ કરે છે. ઘંઉમાં ગ્લૂટેન હોય છે જ્યારે ગ્લૂટેન સેન્સિટિવિટી વાળા લોકો ગ્લૂટેન યુક્ત પ્રોડક્ટ ખાય છે. આ સમયે શરીર (Body)માં ફુડ એલર્જી થવાની સાથે કેટલીક અન્ય સમસ્યાઓ વધી શકે છે.
આ પણ વાંચો : Viral Video : ડીજેના તાલે લચકતી કાકાની કમર જોઈ તમે પણ કહેશો વાહ કાકા વાહ, વીડિયો જોઈ એકદમ ફ્રેશ થઈ જશો