Healthy Diet : હેલ્ધી રહેવા માટે આ ફૂડ્સને રોજના ડાયટમાં સામેલ કરો

Health Diet : આપણને મોટા ભાગે તંદુરસ્ત ખોરાક ખાવા, બિનઆરોગ્યપ્રદ નાસ્તાનું સેવન ઘટાડવા અને કેલરીને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ કે સારા સ્વાસ્થ્ય માટે તમારે કયા ફૂડ્સને ડાયટમાં સામેલ કરવા જોઈએ.

Healthy Diet : હેલ્ધી રહેવા માટે આ ફૂડ્સને રોજના ડાયટમાં સામેલ કરો
health care tips (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 1:51 PM

સ્વસ્થ રહેવા માટે સારી જીવનશૈલી, વ્યાયામ અને સ્વસ્થ આહાર (Diet) લેવો ખૂબ જ જરૂરી છે. ઘણી વખત, પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. સ્વસ્થ આહાર એ આપણી જીવનશૈલી (Lifestyle)નો આવશ્યક ભાગ છે. તમારે તમારા આહારમાં સ્વસ્થ અને અતિ પૌષ્ટિક ખોરાક (Health Diet) નો સમાવેશ કરવો જોઈએ. તમે તમારા આહારમાં ઘણા પ્રકારના ફળો, શાકભાજી અને કેટલાક અન્ય ખોરાકનો સમાવેશ કરી શકો છો. ઈંડા, એવોકાડો, દહીં અને સૂકા ફળો વગેરેનો સમાવેશ થાય છે. આ ખોરાકમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

એવોકાડો

એવોકાડો વિટામિન C, વિટામિન E, વિટામિન B6, પોટેશિયમ, મેગ્નેશિયમ અને તંદુરસ્ત ચરબીનો સારો સ્ત્રોત છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. એવોકાડો પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. તે વજન વધતા અટકાવવામાં પણ મદદ કરે છે. તેમાં વિટામિન K હોય છે. માત્ર અડધો એવોકાડો વિટામિન Kના તમારા દૈનિક સેવનનો 18 ટકા ભાગ પૂરો પાડે છે.

દહીં

તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરવો જ જોઇએ. દહીંમાં કેલરી ઓછી હોય છે. તેમાં કેલ્શિયમ હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. હૃદયને સ્વસ્થ રાખે છે. વધુ સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે દહીંમાં ખાંડ કે મીઠું ન નાખો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઇંડા

ઇંડા ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે. તમે નાસ્તામાં ઈંડા ખાઈ શકો છો. ઇંડાનું સેવન હૃદય રોગ, સ્ટ્રોક અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના જોખમને ઘટાડવા માટે પણ જાણીતું છે. ઈંડામાં વિટામિન બી અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે.

ડ્રાય ફ્રૂટ્સ

જો તમને સમયાંતરે નાસ્તો ખાવાની આદત હોય તો તમે નોન-હલ્દી ખાવાને બદલે ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકો છો. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તેઓ તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેથી તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તે પ્રોટીન અને સ્વસ્થ ચરબીનો પણ સારો સ્ત્રોત છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

મસુરની દાળ

મસૂરમાં વિટામિન B, પોટેશિયમ, ઝિંક, આયર્ન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તમે તમારા રોજિંદા આહારમાં કઠોળનો સમાવેશ કરી શકો છો. તે દૈનિક પ્રોટીનની માત્રાને પહોંચી વળવામાં મદદ કરે છે. મસૂરની દાળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. શાકાહારીઓ માટે આ એક ઉત્તમ ખોરાક છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો-

Postpartum Depression : બાળકના જન્મ પછી થતી આ સ્થિતિ કેવી રીતે કરે છે મહિલાઓને અસર ? સમીરા રેડ્ડીએ જણાવ્યો અનુભવ

આ પણ વાંચો-

Ayurveda Medicine : આયુર્વેદિક દવાઓને લેતા પહેલા આ બાબતોની જાણકારી હોવી જરૂરી છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">