Health Tips : તુલસીના પાન ખાતા પહેલા જાણો તેના આ પાંચ ગેરફાયદા

પ્રાચીન કાળથી તુલસીનો (Tulsi) ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ થોડી સાવચેતીથી ન કરો તો તે ફાયદાને બદલે તમારું નુકસાન પણ કરી શકે છે

Health Tips : તુલસીના પાન ખાતા પહેલા જાણો તેના આ પાંચ ગેરફાયદા
તુલસીના ગેરફાયદા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 11:02 AM

દરેક ભારતીય ઘરોમાં તુલસીનો (Tulsi) છોડ સરળતાથી મળી રહેશે. તુલસીને હિન્દુ ધર્મમાં પવિત્ર માનીને તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે પણ થાય છે. તુલસી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

આ જ કારણથી ઘણા લોકો દરરોજ તુલસીનું સેવન કરે છે. પરંતુ તેને ખાવાની સાચી રીત તેઓ જનતા નથી. તુલસીના સેવનથી ઇમ્યુનિટીને મજબૂત બનાવી શકાય છે. આયુર્વેદમાં તેનું ખૂબ મહત્વ અને ઉપયોગી હોવાથી તુલસીથી વિવિધ દવાઓ પણ બનાવવામાં આવે છે. શરદી, ખાંસીની સમસ્યામાં હોય તો વર્ષોથી તુલસીના પાનનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે.

તુલસીના પાન ત્વચા ચેપની સમસ્યા દૂર કરવામાં પણ મદદગાર છે. ચામાં તુલસીના પાનનું સેવન અથવા ઉકાળો બનાવીને અનેક રોગોના ચેપથી બચી શકાય છે. પરંતુ તુલસીના ઘણા બધા ફાયદાઓ જોયા પછી પણ તેની કેટલીક આડઅસર પણ થાય છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

લોહી પાતળું તુલસીના પાનનો વધુ પડતો ઉપયોગ કરવાથી લોહી પાતળું પણ થઈ શકે છે. એવા ગુણધર્મો તુલસીના પાનમાં જોવા મળે છે. જે લોહી પાતળું કરવા માટે જાણીતા છે. જે આરોગ્ય માટે નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે.

બળતરા તુલસીની ગરમ તાસીર લીધે તેનું વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા થાય છે. જેથી તુલસીનો ઉપયોગ ફક્ત ઓછા પ્રમાણમાં કરો.

સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન તુલસીનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તુલસીમાં યુજેનોલ જોવા મળે છે. તુલસીના વધુ પડતા સેવનને કારણે ગર્ભાવસ્થામાં પણ ઝાડા થઈ શકે છે.

ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દીઓએ તુલસીના સેવનથી બચવું જોઈએ. નિષ્ણાંતો માને છે કે તુલસી બ્લડ સુગર ઘટાડવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, જે લોકો ડાયાબિટીસ જે હાઈપોગ્લાયકેમિઆના દર્દીઓ છે અને જો સુગરની દવા લઈ રહ્યા છે સાથે જ જો તેઓ તુલસીનું સેવન કરે છે, તો તેમના બ્લડ સુગરમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે. જે હાનિકારક સાબિત થઈ શકે છે.

ખરાબ દાંત તુલસીના પાન દાંત માટે પણ નુકસાનકારક હોય થઈ શકે છે. તુલસીના પાનમાં પારો તેમજ આયર્નનો તત્વો જોવા મળે છે. તેમાં થઆર્સેનિક પણ થોડા પ્રમાણમાં પણ મળી આવે છે, જે દાંતને હાનિ પહોંચાડે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">