હેલ્થ ટીપ્સ: સ્ટ્રેસને કરવો છે દૂર તો દરરોજ 5 મિનિટ કરો આ મુદ્રા

ઘણા લોકો કોઈ વાતને લઈ અથવા તો આખા દિવસના થાકના કારણે ચિડિયા સ્વભાવના અને તણાવ અનુભવે છે. ત્યારે આવા સમયે એક મુદ્રા એવી છે જે તમારા મનને શાંત અને હળવાશ અનુભવ કરાવી શકે છે.

હેલ્થ ટીપ્સ: સ્ટ્રેસને કરવો છે દૂર તો દરરોજ 5 મિનિટ કરો આ મુદ્રા
File Image
Follow Us:
| Updated on: Mar 11, 2024 | 3:26 PM

આજકાલની મોડર્ન અને ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલમાં લોકો જોડે ઘણા પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. હવે કેટલાક લોકો આ સમસ્યાનો સામનો કરે છે અને તેનો હલ પણ સરળતાથી શોધી લે છે. કેટલાક લોકો તે વસ્તુ વિશે વારંવાર અથવા તો નાનામાં નાની પરિસ્થિતિ વિશે સતત વિચારતા રહે છે. ટેન્શન લેતા રહે છે. તમે ઘણી વખત કોઈનું વર્તન જોઈને જરૂર કહ્યું હશે કે આ વ્યક્તિ ખુબ જ સ્ટ્રેટસમાં લાગી રહ્યા છે. હવે આપણે બોડીને ફીટ રાખવા માટે ઘણા પ્રકારની કસરત કરીએ છીએ પણ આપણી મેન્ટલ હેલ્થ તરફ વધારે ધ્યાન આપતા નથી, જેના કારણે આજકાલ એન્જાઈટી અને ડિપ્રેશન જેવી ઘણી સમસ્યાઓ વધી રહે છે.

ઘણા લોકો કોઈ વાતને લઈ અથવા તો આખા દિવસના થાકના કારણે ચિડિયા સ્વભાવના અને તણાવ અનુભવે છે. ત્યારે આવા સમયે એક મુદ્રા એવી છે જે તમારા મનને શાંત અને હળવાશ અનુભવ કરાવી શકે છે. જ્યારે અમે યોગ એક્સપર્ટ સુગંધા ગોયલ સાથે વાત કરી તો તેમને જણાવ્યું કે સ્ટ્રેસ અને ચિડિયાપણને ઓછુ કરવામાં જ્ઞાન મુદ્રા તમારી મદદ કરી શકે છે. જાણો તેના વિશે

જ્ઞાન મુદ્રા

આ એક હાથનો ઈશારો હોય છે, જેનો ઉપયોગ ધ્યાન અને પ્રાણાયામમાં ધ્યાનને કેન્દ્રીત કરવા માટે કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે મગજને શાંત કરવા અન્ય ઘણા પ્રકારના શારીરીક લાભ માટે આ ફાયદાકારણ સાબિત થાય છે.

RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024

આ મુદ્રાને કરવાની યોગ્ય રીત એ છે કે કોઈ ધ્યાનાત્મક આસનમાં બેસી જાવ. કમર અને ગરદનને સીધી રાખી લો. હાથના કાંડાને ઘુંટણ પર રાખી લો. હવે બંને હાથોની તર્જની આંગળીઓને અંગૂઠાને અડાડી દો. અન્ય આંગળીઓને સીધી એક સાથે રાખો. હવે આરામદાયક સ્થિતિમાં આંખો બંધ કરીને ધ્યાનની અવસ્થામાં બેસી રહો.

શું થશે ફાયદા?

  1. આ મુદ્રા મગજની નસોને સ્ટ્રેન્થ આપીને મેમરી પાવર, ધૈર્ય, કોન્સ્ટ્રેશન પાવર અને મેન્ટલ સ્ટ્રેન્થને વધારે છે. બુદ્ધિનો વિકાસ કરે છે. માથાનો દુખાવો અને ઉંઘ ન આવવાની સમસ્યામાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે.
  2. તેનાથી મનને શાંત કરવા, ગુસ્સો, ચિડિયાપણું અને સ્ટ્રેસને ઓછો કરવામાં તમને મદદ મળી શકે છે. આ ધ્યાન અને પ્રાણાયમના સમયે કરવામાં આવતી મુદ્રા છે.
  3. જ્ઞાન મુદ્રાથી મગજને આરામ મળે છે અને તણાવ ઓછો થાય છે. એટલે તે માથાનો દુખાવો અને માઈગ્રેનને ઓછુ કરવામાં મદદ કરી શકે છે.
  4. જો તમે દરરોજ 5થી 10 મિનિટ આ મુદ્રાનો ઉપયોગ કરીને ધ્યાન કરશો તો તેનાથી તમને સ્ટ્રેસથી છુટકારો મળી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">