Health Tips: શું તમે જાણો છો આદુના પાણીના લાભ વિશે? માત્ર સ્વાસ્થ્ય જ નહીં ત્વચા માટે પણ છે આશીર્વાદરૂપ

આદુમાં આયર્ન, આયોડિન, કેલ્શિયમ, કેલરી અને વિટામિન્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આજે અમે તમને જણાવીશું કે રોજ આદુ તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે.

Health Tips: શું તમે જાણો છો આદુના પાણીના લાભ વિશે? માત્ર સ્વાસ્થ્ય જ નહીં ત્વચા માટે પણ છે આશીર્વાદરૂપ
Ginger water benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 9:37 AM

Benefits of Ginger: જ્યારે પણ આપણે શાકભાજી ખરીદવા જઈએ છીએ ત્યારે તેની સાથે આદુ પણ જરૂરથી લઈએ જ છીએ. લોકો સામાન્ય રીતે ચા માટે આદુ ખરીદે છે. શિયાળાની આ મોસમમાં આદુની ચા લગભગ બધાને પસંદ હોય છે. ઘરોમાં આદુની ચાની (Ginger Tea) ખૂબ માંગ હોય છે. ચા સ્વાસ્થ્ય (Health Tips) માટે ખાસ ફાયદાકારક ન હોવા છતાં આદુની ચા પીવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા (Health Benefits) થાય છે.

શરદી અને ફ્લૂમાં આદુની ચા સ્વાસ્થ્યને લાભ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આદુનું પાણી (Ginger Water) પીવું પણ ખૂબ જ ફાયદાકારક છે અને આ પાણી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર છે. આવો જાણીએ આદુના પાણીના ફાયદા.

1- ત્વચા માટે ફાયદાકારક

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આદુનું પાણી પીવું લોહીને શુદ્ધ કરવા માટે ફાયદાકારક હોય છે, જેની સીધી અસર ત્વચા પર પડે છે, આદુના પાણીથી ત્વચાની ચમક ઘણી વધી જાય છે. આ સાથે તે પિમ્પલ્સ અને સ્કિન ઈન્ફેક્શન જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. જો તમારે ત્વચામાં ગ્લો જોઈતો હોય તો આદુના પાણીનું સેવન કરવું જોઈએ.

2- રોગપ્રતિકારક શક્તિ વધારે છે

આદુનું પાણી પીવાથી શરીરની અન્ય સમસ્યાઓ દૂર થાય છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે જ તે શરદી-ખાંસી અને વાઈરલ ઈન્ફેક્શન જેવી બીમારીઓની શક્યતા પણ ઘટાડે છે.

3- ખોરાકના પાચનમાં ફાયદાકારક છે

આદુનું પાણી પેટ માટે પણ ફાયદાકારક છે. આદુનું પાણી પીવાથી તમારી પાચનક્રિયા સુધરે છે અને ખોરાક સરળતાથી પચવામાં મદદ મળે છે. આ સિવાય જમતા પહેલા આદુના ટુકડાને મીઠું નાખીને ખાવાથી લાળ વધે છે, જે પાચનમાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓથી બચાવે છે.

4- વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો આદુનું પાણી કારગર સાબિત થશે. તેને નિયમિત પીવાથી શરીરની વધારાની ચરબી દૂર થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

5-કેન્સર સામે રક્ષણ આપે છે

આદુમાં એવા તત્વો પણ જોવા મળે છે જે કેન્સર જેવી બીમારીઓ સામે લડવામાં અસરકારક છે.તેથી તે કેન્સર થવાની શક્યતા ઘટાડવામાં મદદરૂપ છે. આ સિવાય આદુના સેવનથી હ્રદયની સમસ્યામાં પણ રાહત મળે છે.આદુનો ઉપયોગ વર્ષોથી હ્રદયના રોગોની સારવારમાં કરવામાં આવે છે.

આ પણ વાંચો: Health Tips : છાશ પીવાના આ ફાયદાઓ જાણીને તમે આજથી જ તેનું સેવન શરૂ કરી દેશો

આ પણ વાંચો: Winter Health: શિયાળામાં ઉધરસની સમસ્યા કરી જાય છે ઘર? તો અપનાવો આ અકસીર ઘરેલુ ઉપચાર

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">