AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health: શિયાળામાં ઉધરસની સમસ્યા કરી જાય છે ઘર? તો અપનાવો આ અકસીર ઘરેલુ ઉપચાર

શિયાળામાં ખાંસીની સમસ્યા સામાન્ય બની જાય છે. પરંતુ આ સમસ્યામાં પણ ખાસ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કેટલાક ઘરેલુ ઉપાય, જેનાથી તમે ખાંસીથી રાહત મેળવી શકો છો.

Winter Health: શિયાળામાં ઉધરસની સમસ્યા કરી જાય છે ઘર? તો અપનાવો આ અકસીર ઘરેલુ ઉપચાર
Cough in winter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 8:08 AM
Share

શિયાળામાં (Winter Health) ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને ઘેરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શિયાળાની ઠંડીમાં કફ જામી જવાની વધુ ફરિયાદ સામે આવતી હોય છે. આ સાથે જ ઉધરસ પણ ઘર કરી જાય છે. તો આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું. ખાંસીથી (Cough) છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો (Home Remedy) પણ અપનાવી શકો છો.

મધ

ખાંસી માટે મધ એક પ્રાચીન ઘરેલું ઉપાય છે. તે અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતું છે. તેમાં એન્ટિવાયરલ, એન્ટિઇન્ફલેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. તે ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. હર્બલ ટી અથવા ગરમ પાણીમાં 2 ચમચી મધ મિક્સ કરો અને તેનું સેવન કરો.

લસણ

લસણ નિયમિત ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરી શકાય છે. તે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. લસણને શેકી લો અને રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ સાથે તેનું સેવન કરો. આ માટે, તમે થોડું સમારેલું લસણ ઘીમાં શેકીને તમારા ખોરાકમાં ઉમેરી શકો છો. આ કીમિયો ખાંસીથી રાહત આપશે અને પાચનમાં મદદ કરશે.

બ્રોમેલેન

અનાનસમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે. તેને ઉધરસ માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે. ઘણા અભ્યાસો અનુસાર, અનાનસ સાઇનસાઇટિસ અને એલર્જી આધારિત સાઇનસની સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરે છે. આ સિવાય, તેનો ઉપયોગ ક્યારેક બળતરાની સારવાર માટે પણ થાય છે. ખાંસીના કિસ્સામાં અનાનસ ખાઓ અથવા દિવસમાં બે વાર 250 મિલી તાજા અનાનસનો રસ પીવો. ખાસ ધ્યાન રાખો કે ફળ અને રસ ઠંડા ન હોવા જોઈએ. આમ કરવાથી બળતરા વધી પણ શકે છે.

હળદર

હળદર એક એવો મસાલો છે જે દરેક ભારતીય ઘરમાં જોવા મળે છે. તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં અસરકારક છે. તે તેના એન્ટિવાયરલ, એન્ટિઇન્ફલેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો માટે જાણીતું છે. આ મસાલાનો ઉપયોગ સદીઓથી શ્વસન રોગોની સારવાર માટે આયુર્વેદિક દવા તૈયાર કરવામાં કરવામાં આવે છે. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં 1/4 ચમચી હળદર મિક્સ કરીને તેનું સેવન કરો.

મીઠાનું પાણી

મીઠાના પાણીથી ગાર્ગલિંગ (કોગળા) એ ઘરેલું ઉપાય છે. ડોકટરો પણ ગળામાં દુખાવો ઘટાડવા આની ભલામણ કરે છે. આ માટે, તમે 1 કપ ગરમ પાણીમાં 1/4 ચમચી મીઠું મિક્સ કરીને દિવસમાં અમુક વખત ગાર્ગલ કરી શકો છો.

નાસ

ઉધરસ ઘટાડવાનો એક સરળ ઉપાય નાસ લેવાનો છે. ઠંડી ઘટાડવા માટે તમે નાસ લઈ શકો છો. નાસથી તમને ઘણી રાહત મળશે. અને ત્વરિત તેની અસર પણ જોવા મળશે.

આ પણ વાંચો: Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">