AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુબળાપણાની સમસ્યાથી છો ‘પરેશાન’? આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 4 હેલ્ધી ચીજો, 1 મહિનામાં વધી જશે ‘વજન’

શું તમે પણ એવા લોકોમાંથી છો, જે આ ફરિયાદ કરે છે કે; "હું ખૂબ ખાઉં છું છતાં મારું વજન વધતું નથી"? જો હા, તો તમે એકલા નથી. દુબળાપણું એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે, જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે, દુબળાપણાની સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવવા અને હેલ્ધી રીતે મસલ માસ વધારવા માટે ડાયટમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ?

દુબળાપણાની સમસ્યાથી છો 'પરેશાન'? આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 4 હેલ્ધી ચીજો, 1 મહિનામાં વધી જશે 'વજન'
| Updated on: Oct 31, 2026 | 5:23 PM
Share

“હું ખૂબ ખાઉં છું છતાં મારું વજન વધતું નથી.” આ તમે ક્યારેક ને ક્યારેક કોઈને ને કોઈને કહેતા જરૂર સાંભળ્યું હશે. દુબળાપણું એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે અને તેનાથી ઘણા લોકો પરેશાન પણ રહે છે. આવા સંજોગોમાં વજન વધારવા માટે લોકો અનહેલ્ધી સ્નેકિંગ પણ શરૂ કરી દે છે.

લોકો પોતાની ડાયટમાં પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ અને તમામ અનહેલ્ધી ઓપ્શન્સને એડ (Add) કરે છે. હવે આ ખાવાથી શરીર પર Fat તો આવી જાય છે પરંતુ તે અનહેલ્ધી ફેટ્સ હોય છે. તમે બહારથી ભલે હેલ્ધી દેખાઓ પરંતુ અંદરથી મેટાબોલિઝમ નબળું રહે છે. આવા સમયે સવાલ એ થાય છે કે, દુબળાપણાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કઈ ચીજોને પોતાની ડાયટમાં લેવી જોઈએ?

હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

વેટ ગેનનો મતલબ છે કે, શરીરને જરૂરિયાત કરતાં થોડી વધુ એનર્જીની જરૂર છે. જો કે, તેના માટે જંક ફૂડનું સેવન કરવું જોઈએ નહીં. જંક ફૂડ તમારા મસલ્સ કે માસ નથી વધારતું પરંતુ પેટની ચરબી વધારે છે. આ ઉપરાંત જંક ફૂડ ખાવાથી પેટ સાથે જોડાયેલી તમામ પ્રકારની સમસ્યાઓ પણ થવા લાગે છે.

વજન વધારવા માટે શું ખાવું?

  1. દૂધ સાથે દાળિયા: દાળિયા અને દૂધ બંનેમાં ભરપૂર માત્રામાં કૅલરી, હેલ્ધી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર હોય છે, જે સ્વાસ્થ્યપ્રદ રીતે વજન તેમજ માંસપેશીઓ વધારવામાં મદદ કરે છે. દૂધ સાથે દાળિયા મિક્સ કરીને ખાવાથી એક બેલેન્સ્ડ મિલ બની જાય છે, જે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે. સાથે જ આ હેલ્ધી ફેટ ગેન કરવાનો પણ પરફેક્ટ ઓપ્શન છે.
  2. કેળું અને પીનટ બટર: આ બંને ચીજો કૅલરી, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે, જે મસલ માસ ગેન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. કેળા સાથે પીનટ બટર મલાવવાથી હેલ્ધી ફેટ્સ, પ્રોટીન, મેગ્નેશિયમ મળે છે.
  3. પનીર, ગ્રીક યોગર્ટ અને દહીં: ‘પનીર’ વેટ ગેન માટેશાનદાર ફૂડ માનવામાં આવે છે, કારણ કે તે પ્રોટીન અને ફેટ્સ બંને આપે છે. ફેટ્સ કેલરી એડ કરવા માટે જરૂરી હોય છે. દહીં અને ગ્રીક યોગર્ટ પાચન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં સહાયક માનવામાં આવે છે.
  4. લસ્સી અને છાશ: લસ્સી અને છાશ પણ પેટ માટે ખુબ જ ફાયદાકારક છે. આ પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં સહાયક છે. જો કે, રોજના ધોરણે લસ્સી પીવાથી બચવું જોઈએ.
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

મધરાતની ભૂખ ભારે ન પડે… મોડું જમવાની આદત વધારી રહી છે સ્ટ્રોકનું ‘મોટું જોખમ’

Follow Us
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
વડોદરામાં CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોજાઈ ‘રન ફોર યુનિટી
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
g clip-path="url(#clip0_868_265)">