દૂધ, દહીં અને પનીરનું વધુ પડતું સેવન આ લોકો માટે ખતરનાક ! થઈ શકે છે મોટી સમસ્યા, જાણો કેમ?

ડેરી ઉત્પાદનો કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન બી, પોટેશિયમ અને વિટામિન ડી જેવા આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે, પરંતુ વધુ પડતા સેવનથી આ સમસ્યા થઈ શકે છે

દૂધ, દહીં અને પનીરનું વધુ પડતું સેવન આ લોકો માટે ખતરનાક ! થઈ શકે છે મોટી સમસ્યા, જાણો કેમ?
Excessive consumption of milk curd and cheese can be dangerous
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 11:07 AM

દૂધ, દહીં, પનીર અને છાશ સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે તે સૌ કોઈ જાણે છે. ડેરી ઉત્પાદનોને સંતુલિત આહારનો આવશ્યક ભાગ માનવામાં આવે છે. તેઓ કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન બી, પોટેશિયમ અને વિટામિન ડી જેવા આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ છે જે બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

પરંતુ જ્યારે હૃદયના દર્દીઓની વાત આવે છે, ત્યારે ડેરી ઉત્પાદનોનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. ડેરી ઉત્પાદનોમાં ફેટ વધુ હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે અને હૃદય રોગને આમંત્રણ આપી શકે છે. દરરોજ 200 ગ્રામ ડેરી ઉત્પાદનોનું સેવન હૃદયના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.

જો કે, નિષ્ણાતો કહે છે કે ડેરી ઉત્પાદનોને સંપૂર્ણપણે છોડી દેવી જોઈએ નહીં કારણ કે તેમાં મહત્વપૂર્ણ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને લાભ આપે છે. તેથી ઓછી ચરબીયુક્ત દૂધ, દહીં અને પનીરનું સેવન કરવું જોઈએ. ફુલ ફેટ દૂધ અને ક્રીમ, ચીઝનું સેવન હંમેશા ઓછી માત્રામાં કરવું જોઈએ.

દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો

હૃદયના દર્દીઓ માટે ડેરી વિકલ્પો શું છે?

હૃદયના દર્દીઓ માટે સંતૃપ્ત ચરબી ઓછી હોય તેવા વિકલ્પોને પ્રાધાન્ય આપવું મહત્વપૂર્ણ છે કારણ કે આ ઘટકો કાર્ડિયોવેસ્ક્યુલર જોખમી પરિબળોને વધારી શકે છે.

લો ફેટ અથવા સ્કિમ્ડ મિલ્ક

શ્રેષ્ઠ પસંદગીઓમાં લો ફેટ દૂધ અને સ્કિમ્ડ મિલ્કનો સમાવેશ થાય છે, જેમાં saturated fat ઓછું હોય છે અને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

લો ફેટ દહીં

તેવી જ રીતે,લો ફેટ દહીં, ખાસ કરીને ખાંડ વગરનું સાદું દહીં, ચરબી અને કેલરીથી બચવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.

લો ફેટ પનીર

લો ફેટ પનીર જેમ કે કોટેજ ચીઝ દ્વારા પણ શરીરને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના પોષણ પૂરું પાડી શકાય છે, જો કે ચીઝમાં કેલરી હોય છે તેથી તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ.

ગ્રીક દહીં

સામાન્ય દહીંની તુલનામાં, ગ્રીક દહીંમાં પ્રોટીનનું પ્રમાણ વધુ અને કાર્બોહાઇડ્રેટ્સ ઓછું હોય છે જે તેને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે.

હૃદયના દર્દીઓ માટે સૌથી ખરાબ ડેરી પ્રોડક્ટ્સ :

ફુલ ફેટ મિલ્ક

હાર્ટના દર્દીઓએ ફુલ ફેટવાળા દૂધ અને દહીંથી દૂર રહેવું જોઈએ કારણ કે તેમાં saturated fat અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે, જે હૃદય રોગની સમસ્યાને વધુ વધારી શકે છે.

ચીઝ

saturated fatથી ભરપૂર ક્રીમ ચીઝનું સેવન ઓછું કરવું જોઈએ, જ્યારે ચેડર અથવા સ્વિસ જેવી હાર્ડ ચીઝ પણ ચરબીથી ભરપૂર હોય છે, તેથી હૃદયના દર્દીઓએ તેને ટાળવું જોઈએ.

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
g clip-path="url(#clip0_868_265)">